________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮
અધ્યાત્મ વૈભવ
(૪૪૦) નિશ્ચયનો આશ્રય કરનાર કોઈ મુનિવરો જ મુક્તિને પામે છે, પણ વ્યવહારમાં ગૂંચવાયેલાઓ-મુગ્ધ થયેલાઓ મુક્તિને પામતા નથી....
આત્માશ્રિત નિશ્ચયનો આશ્રય કરનારાઓ જ મુક્ત થાય છે અને પરાશ્રિત વ્યવહારનયનો આશ્રય તો એકાંને નહિ મુક્ત થતો એવો અભવ્ય પણ કરે છે. અભવ્ય પણ ભગવાન જિનેશ્વરે કહેલાં વ્રત, શીલ, તપ, સમિતિ, ગુતિ ઇત્યાદિ અનંતવાર નિરતિચારપળે પાળે છે, પણ એની કદીય મુક્તિ થતી નથી. જો વ્યવહારના આચરણથી ધર્મનો લાભ થાય તો અભવ્યનો મોક્ષ થવો જોઈએ, પણ એમ છે નહિ. માટે હે ભાઈ ! પરાશ્રયની બુદ્ધિ છોડી એમ સ્વ-સ્વરૂપનો આશ્રય કર. એક સ્વના જ આશ્રયે મુક્તિ થાય છે. મુક્તિના માર્ગને પરની–નિમિત્ત કે વ્યવહારની કોઈ અપેક્ષા નથી. અહો! મુક્તિનો માર્ગ પરમ નિરપેક્ષ છે. વ્યવહાર હોય ખરો પણ એની મુક્તિના માર્ગમાં અપેક્ષા નથી. લ્યો આવી વાત છે!
(૮-૨૨૮) (૪૪૧) આવે છે ને કે વિનય મોક્ષનો દરવાજો છે?
હા; પણ એ આ વિનય નહિ ભાઈ ! એ તો નિર્મળાનંદનો નાથ પોતે એક જ્ઞાયકસ્વભાવી સ્વરૂપે અંદર સદા વિરાજી રહ્યો છે તેનો આદર, તેનો સત્કાર કરે તે સત્યાર્થ વિનય છે અને તે મોક્ષનો દરવાજો છે. પણ સ્વસ્વરૂપના આદરરહિત કોઈ દેવ-ગુરુશાસ્ત્રની ગમે તેટલી અનંતી ભક્તિ કરે તો તેનાથી મોક્ષમાર્ગ થાય નહિ. (૮-ર૩ર)
(૪૪૨) ભાઈ ! ભગવાન જિનવરનો માર્ગ પચાવવો મહા કઠણ છે. જેને તે પચે એને તો ભવ રહે જ નહિ. જેમ ભગવાન જિનવરને ભવ નથી તેમ તેના માર્ગમાં પણ ભવ નથી કેમકે તેમાં ભવના ભાવનો અભાવ છે. અહાહા..! ભગવાનના માર્ગમાં રાગ ને રાગની ભાવનાનો અભાવ છે.
(૮-૨૩૮) (૪૪૩). શુદ્ધ આત્માનું જ્ઞાન, શુદ્ધ આત્માનું દર્શન, શુદ્ધ આત્માનું ચારિત્ર-શુદ્ધ રત્નત્રય એ મોક્ષનો મારગ છે, અતીન્દ્રિય સુખરૂપ આનંદની દશા છે. અને વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ છે તે દુઃખનું વેદન છે.
(૮-ર૭૮) (૪૪૪) -શુદ્ધ આત્માને જ્ઞાન આદિનું આશ્રયપણું ઐકાંતિક છે, અહાહા..! પૂરણ જ્ઞાનાનંદપરમાનંદસ્વરૂપ પ્રભુ આત્માને ધ્યેયમાં લઈને જે જ્ઞાન થાય, જે શ્રદ્ધાન પ્રગટે ને જે અંતરસ્થિરતા થાય એ ઐકાંતિક છે. સમ્યક એકાંત છે. એટલે શું?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com