________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષમાર્ગ-રત્નત્રય
૧૫૯ કે શુદ્ધ આત્માના આશ્રયે તો નિશ્ચયરત્નત્રય થાય જ અને બીજી કોઈ રીતે રાગના કે નિમિત્તના આશ્રયે ન જ થાય. લ્યો, આવી વાત !
શું કહે છે? કે પૂર્ણાનંદનો નાથ શુદ્ધજ્ઞાનઘન ત્રિકાળી ધ્રુવ અંદર પરમાત્મા સ્વરૂપે ત્રિકાળ વિરાજે છે તે એક જ નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો આશ્રય છે; આ એકાંતિક છે, એનો (શુદ્ધરત્નત્રયનો) બીજો કોઈ આશ્રય નથી તેથી ઐકાંતિક છે. એમ નથી કે કોઈને વ્યવહારથી થાય અને કોઈને નિશ્ચયથી (આત્માથી) થાય તથા કોઈને નિમિત્તથી થાય ને કોઈને શુદ્ધ ઉપાદાનથી થાય. એ તો આગળ આવી ગયું કે વ્યવહારથી ને નિમિત્તથી થાય એ માન્યતા તો અનૈકાંતિક અર્થાત્ વ્યભિચારયુક્ત છે. આ તો એક શુદ્ધ આત્માના આશ્રયે જ (નિશ્ચયરત્નત્રય) થાય એમ ઐકાંતિક છે. વીતરાગનો આવો મારગ છે ભાઈ ! (૮-૨૭૯)
(૪૪૫) અહાહા....! જેને જ્ઞાન-દર્શન-ચારિત્રમાં ભગવાન શુદ્ધ આત્માનો આશ્રય છે તેને નિશ્ચય વસ્તુ યથાર્થ છે, સત્યાર્થ છે; તેને મોક્ષના કારણભૂત જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ નિર્મળ રત્નત્રય અવશ્ય હોય જ છે. અહીં પહેલાં જ્ઞાનથી ઉપાડયું છે. તત્ત્વાર્થસૂત્રમાં “સ ર્જનજ્ઞાનવારિત્રાળમોક્ષમા' કીધું એમાં પહેલું દર્શન લીધું છે. અહીં પહેલાં “જ્ઞાન” થી કેમ ઉપાડ્યું? કે જ્ઞાન જાણનાર છે. જ્ઞાત પોતાનેય જાણે ને દર્શન અને ચારિત્રની પર્યાયને પણ જાણે છે; પણ દર્શનની પર્યાય પોતે પોતાનેય જાણે નહીં અને જ્ઞાન ને ચારિત્રનેય જાણે નહિ. તેવી રીતે ચારિત્રની પર્યાય પોતે પોતાને જાણે નહિ અને જ્ઞાન ને દર્શનનેય જાણે નહિ. આ પ્રમાણે જ્ઞાન જાણનાર છે તેથી તેને અહીં પહેલું લીધું છે. અહા ! શુદ્ધ ચિદ્રપ ચૈતન્યરસકંદ પ્રભુ આત્માના આશ્રયે જે જ્ઞાનની પર્યાય થઈ તે દર્શનને જાણે, ચારિત્રને જાણે અને નિરાકુળ આનંદના વેદનનેય જાણે છે. અહો ! જ્ઞાનનું સ્વ-પરને જાણવાનું અદ્ભુત અલૌકિક સામર્થ્ય છે.
(૮-૨૮૧) (૪૪૬) અહાહા..! જ્ઞાની કહે છે કે અમે વાણીમાં કે વિકલ્પમાં ઊભા નથી, અમે તો અમારા જ્ઞાનમાત્ર ભાવમાં જ છીએ. વાગીના કે વિકલ્પના કર્તાપણે અમને જોશો મા, - જોશો તો તમારું જ્ઞાન મિથ્યા થશે. અહો ? ભગવાન કેવળીની જેમ શુદ્ધજ્ઞાનપરિણત ધર્મી પુરુષ શરીરને-મનને–વાણીને, કર્મના બંધ-મોક્ષને કર્મોદયને અને નિર્જરાને કરતો નથી, તો કરે છે? માત્ર જાણે જ છે અર્થાત્ શુદ્ધજ્ઞાનપણે જ રહે છે. આ “જાણે જ છે' –એવો જે ભાવ છે તે મોક્ષમાર્ગ છે. અહીં ! વસ્તુસ્થિતિ જેમ છે તેમ જાણવાપણે રહેનારો હું તો એક જ્ઞાયકભાવમાત્ર આત્મા છું-એમ પોતાને જાણવો અનુભવવો તે મોક્ષમાર્ગ છે.
(૯-૧૦૨)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com