________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રસ્તાવના
|| ૐ નમ: સિદ્ધભ્યઃ || મંગલ ભગવાન વીરો, મંગલ ગૌતમો ગણી |
મંગલ કુન્દકુન્દાચાર્યો, જૈનધર્મોડસ્તુ મંગલમ્ | કલિકાળસર્વજ્ઞ શ્રીમદ્ ભગવદ્ શ્રી કુન્દકુન્દાચાર્ય દેવ વિરચિત ગ્રંથાધિરાજ શ્રી સમયસાર પરમાગમ વર્તમાન સૈકાનો સર્વાધિક ચર્ચિત ગ્રંથ છે, અને આધ્યાત્મિક સપુરુષ પૂ. શ્રી કાનજી સ્વામી વર્તમાન સૈકાના સર્વથી અધિક ચર્ચિત મહાપુરુષ રહ્યા છે. સમયસાર અને કાનજી સ્વામી આજે પર્યાયવાચી બની ગયા છે. આજે જ્યારે મોક્ષમાર્ગ પ્રાયઃ લુપ્ત જેવો થઈ રહ્યો હતો અને રૂઢિવાદ-ક્રિયાકાંડને જ (ભ્રમથી) ધર્મ સમજવામાં આવી રહ્યો હતો ત્યારે પૂ. ગુરુદેવશ્રી જેવા પ્રચંડ સૂર્યનો પરમ મંગલમય ઉદય થયો અને આપશ્રીએ પરમ સત્ય સર્વશદેવ પ્રણીત મોક્ષમાર્ગને પ્રકાશિત કીધો, જ્યારે શુષ્કજ્ઞાન અને ક્રિયાકાંડોએ ધર્મને નીરસ અને બોજારૂપી કરી દીધો હતો ત્યારે આપશ્રીએ એમાં અધ્યાત્મરૂપ અમૃતરસની જીવન્ત શાન્તિધારા પ્રવાહિત કરી. આપશ્રી જાતિકુલધર્મની અનેક પરંપરાઓ અને બંધનોને તોડીને જૈનજગતના વિશાળ પ્રાંગણમાં કેસરી સિંહની જેમ સ્વતંત્રપણે વિચર્યા. આપની મહા બલશીલ અદ્ભુત સિંહગર્જનાથી મિથ્યાત્વ-અજ્ઞાનના મૂળ હુચમચી ગયાં-ઊખડી ગયાં. પહેલાં આપે સ્વયં જિનવાણી-ગંગામાં ગોતાં લગાવીને આનંદામૃતનું પાન કીધું, પછી સંપૂર્ણ જગતને આ સરિતામાં કેલિ કરવા માટે મંગલ આહ્વાન દીધું. અધ્યાત્મયુગ સ્ત્રષ્ટા:
હું આધ્યાત્મિક યુગપુરુષ! જૈનદર્શનનો મૂળ આનંદસ્ત્રોત તો અધ્યાત્મ જ છે. અધ્યાત્મશૂન્ય જીવન મડદા સમાન છે. અધ્યાત્મ જ જીવનની સંજીવનીરૂપ જડીબુટ્ટી છે; અને આ આધ્યાત્મિક ફુલબાગનું કેન્દ્રબિંદુ આત્મા જ છે. આત્મા સાથે આત્માનું અનુભવ (મિલન) એ જ અધ્યાત્મ છે. આપશ્રીએ અધ્યાત્મની આનંદસુધાસ્પન્દી સરિતા વહાવી જેમાં કેલિ-ક્રિીડા કરીને અનેક ચૈતન્ય-હંસ પુલક્તિ થયા, કૃતકૃત્ય થયા ! જીવન- શિલ્પી
હે જીવન શિલ્પી: “ભગવાન આત્મા” ના મધુર ટંકાર વડે આપશ્રીએ સૂતેલાં પ્રાણીઓને જાગ્રત કર્યા. અરે! ભગવાન હોવા છતાં તું પામર થઈ રહ્યો છે? પ્રભુ! તારે આ શરમની વાત છે! આ પ્રમાણે સ્વભાવથી સર્વ જીવોને ભગવાન સ્વરૂપે દેખવાવાળા પરમોપકારી પૂજ્ય ગુરુદેવશ્રીએ અમારા જીવનને એક કુશળ શિલ્પીની જેમ ઘડયું છે. દ્રવ્યદૃષ્ટિદાતા-જીવનનિર્માતા એવા આપનો અનુપમ બોધ નિત્ય સ્મરણીય રહેશે. ક્રાન્તિકારી જીવન
આપશ્રીનું જીવન પહેલેથી જ ક્રાન્તિકારી રહ્યું છે. અંતરચેતનામાંથી ઊઠનારા આપના અવાજને કોઈ દબાવી શક્યું નહિ, અને સત્યના માર્ગ પર વિચરતાં આપને કાંઈ રોકી શક્યું નહિ. સાચા સુખના માર્ગને શોધનારની તીવ્ર પિપાસાને એક દિવસ માર્ગ મળી જ ગયો. શ્રી ગ્રન્થાધિરાજ સમયસાર મળતાની સાથે જ અંતર્મનવીણાના તાર ઝણઝણી ઊડ્યા અને આપનું અંતર બોલી ઊઠયું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com