________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫
“અહો ! મળી ગયું, જે જોઈતું હતું તે બધું મળી ગયું. આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે! સત્યપંથ મળી ગયો, સુખ-શાન્તિનો અનંતઅક્ષય ભંડાર ખુલી ગયો!” આપનું મન નાચી ઊઠયું. દિનરાત સમયસારની એવી ધૂન ચઢી ગઈ કે નિરંતર એનું જ ચિંતન, મનન, અનુભવન! ત્યાં સુધી કે આહારાદિ પ્રવૃત્તિ પણ ભારરૂપ લાગવા માંડી. આ પ્રમાણે અંત૨ક્રાન્તિ ઉગ્ર થતી ગઈ એટલે આપે ૫૨મ દઢતાથી મંગળ ઉદ્દઘોષણા કરી કે – “પરમ નિગ્રન્થ દિગંબર પંથ જ સત્પંથ છે, અન્ય કોઈ સત્ય માર્ગ નથી.’
આપની આ ઘોષણાથી લોકોમાં ખળભળાટ મચી ગયો, જાણે તોફાન ઊઠયું! પરંતુ ધીમે ધીમે બધું શમી ગયું અને આધ્યાત્મિક ક્રાન્તિએ પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરી લીધું. અનેક વિદ્યો- બાધાઓ આવી પડવા છતાં આપ તીર્થસંરક્ષક મહાપુરુષ સુમેરુની જેમ અચલ રહીને સત્ય સનાતન વીતરાગ દિગંબર જૈનધર્મની દુંદુભિ બજાવતા બજાવતા આગળ વધતા જ ગયા, કદીય પાછું વળીને જોવા ન રહ્યા.
મુક્તિવાહકઃ
ગહન ભવાટવીના પરિભ્રમણથી ત્રસ્ત-સંત પ્રાણીઓને મુક્તિનો માર્ગ દર્શાવનાર · મુક્તિ વાહક! આપ ભગવાન શ્રી મહાવીરસ્વામી અને કુંદકુંદાચાર્યદેવના સંદેશા લઈને મુક્તિદૂતરૂપે અવતિરત થયા અને સંસારસમુદ્ર પાર કરવા માટે આપે આપની અમૃતવાણી દ્વા૨ા અદ્ભુત બોધનૌકાનાં દાન દીધાં. આપશ્રી કહેતા-“ જ્ઞાનીના અંતરમાં તીર્થંકરનો વાસ હોય છે; એટલે જ તીર્થંકર જે કહે છે એ જ વાત જ્ઞાનીની વાણીમાં આવે છે.” આથી હું ગુરુદેવ! આપનો અમારા ૫૨ તીર્થંકરતુલ્ય અસીમ ઉપકાર છે. આપનો તરણ-તારણ સંદેશ પામીને અમારી નૌકા પણ ભવસાગર તરી જશે એવી અમને પૂર્ણ શ્રદ્ધા છે.
મોક્ષમાર્ગ પ્રણેતાઃ
હે ગુરુદેવ! આપશ્રીના અવતારે તો તીર્થંકરોનો વિરહ ભુલાવી દીધો છે. આખુંય જગત દેહાશ્રિત ક્રિયા અને પુણ્ય-પરિણામોથી જ મોક્ષમાર્ગ માની રહ્યું હતું, અને પ્રતિપાદન પણ એમ જ કરી રહ્યું હતું; તેવા સમયે આપે સાચો મોક્ષમાર્ગ પ્રકાશિત કરતાં ડંકાની ચોટ ૫૨ જાહેર કર્યું કેદેહની ક્રિયા અને શુભભાવરૂપ ક્રિયાકાંડમાં ત્રણ કાળમાં મોક્ષમાર્ગ સંભવિત નથી. એકમાત્ર આત્માનુ-ભૂતિરૂપ જે શુદ્ધોપયોગ બસ એ જ સાચો મોક્ષમાર્ગ છે. સ્વાનુભવશોભા મંડિતઃ
હૈ મહાપુરુષ! આત્માનુભૂતિ અને તત્ત્વવિચાર એ તો આપનું જીવન હતું. આત્માનુભવની આનંદમયી ધારામાં જ આપનું સમગ્ર જીવન વ્યતીત થયું છે. આપની વાણીનો એક એક શબ્દ સ્વાનુભૂતિની રસધારામાં સ્નાન કરીને જ મુખરિત થતો. “ આત્માનુભવ વિના બધું વ્યર્થ છે, ફોગટ છે, એકમાત્ર આત્માનુભવ જ સર્વ દુઃખોથી છૂટવાનો ઉપાય છે.” –એમ આત્માનુભૂતિનો આપે અપાર મહિમા ગાયો છે.
અનુભવ ચિંતામણિ રતન, અનુભવ હૈ રસકૂપ; અનુભવ મારગ મોખકો, અનુભવ મોખસ્વરૂપ.
આ પ્રમાણે આપે સ્વયં અનુપમ સ્વાત્મરસ-આનંદરસની ધારાનું ભરી ભરીને પાન કર્યું અને એ જ અનાકુળ રસનું પાન કરવા આખાય જગતને આપની પ્રેરક વાણી દ્વારા આમંત્રિત કીધું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com