________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગાન આત્મા
૨૫
ચૈતન્ય આત્માનો અસાધારણ ધર્મ છે. આત્મા ઉપરાંત ધર્માદિ દ્રવ્યો પણ અરૂપી છે. છ દ્રવ્યમાં પાંચ અરૂપી છે અને એક પુદ્ગલરૂપી છે. તેમાં આત્માનું સ્વરૂપ જ્ઞાન છે. જ્ઞાન એટલે શાસ્ત્રજ્ઞાન નહિ, પણ જેમ સાકરનો ગળપણ સ્વભાવ છે તેમ આત્માનો જ્ઞાનસ્વભાવ છે, ચિસ્વભાવ છે. તે પ્રગટ અનુભવગોચર અસાધારણ ધર્મ હોવાથી અહીં જીવને ચિસ્વરૂપ કહ્યો છે.
(૫-૩ર૧) (૭૫) –ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મામાં જ્યાં એકાગ્રતારૂપ ટંકાર થયો કે તરત જ બધા વિકલ્પો નાશ પામી જાય છે. ચૈતન્યજ્યોતિ જાગ્રત થતાં જ્યાં શ્રદ્ધા અને જ્ઞાનમાં જાણ્યું કે હું તો ચિસ્વરૂપ પરમાત્મા છું ત્યાં સમસ્ત વિકલ્પો દૂર ભાગી જાય છે, નાશ પામી જાય છે. જ્ઞાનની ધારાના ટંકારમાત્રથી રાગનો નાશ થઈ જાય છે. બાપુ! આત્માનું સામર્થ્ય કેટલું છે તેની તેને ખબર નથી. અનંત પુરુષાર્થનો પિંડ પ્રભુ આત્મા છે. જ્ઞાન કહો તો જ્ઞાનનો પિંડ, શ્રદ્ધા કહો તો શ્રદ્ધાનો પિંડ, આનંદ કહો તો આનંદનો પિંડ, વીર્ય કહો તો વીર્યનો પિંડ, - અહાહા..! અનંત સામર્થ્યની ભરેલા એક એક એમ અનંત ગુણનો પિંડ પ્રભુ આત્મા છે. આવો પૂર્ણ પુરુષાર્થ ભરેલો ભગવાન જ્યાં અંતરસ્વરૂપમાં એકાગ્ર થાય છે ત્યાં સર્વ વિકલ્પો તત્પણ ભાગી જાય છે. આવું જ વસ્તુનું સ્વરૂપ છે કે તેનું ફુરણમાત્ર વિકલ્પોને ભગાડી દે છે.
આવો ચિત્માત્ર તેજ:પુંજ હું છું. ભગવાન આત્મા અનુભવમાં આવતાં સમસ્ત નયના વિકલ્પની ઇન્દ્રજાળ ક્ષણમાં વિલય પામે છે, અદશ્ય થઈ જાય છે. આ રીતે આત્મા પ્રાપ્ત થાય છે. આ સિવાય બીજી કોઈ રીતે આત્મા પ્રાપ્ત થાય તેમ નથી. નિમિત્તથી કે વ્યવહારથી આત્મા પ્રાપ્ત થાય એવું એનું સ્વરૂપ નથી. નિમિત્ત છે ખરું, વ્યવહાર છે ખરો, પણ એનાથી આત્મા પ્રાપ્ત થાય નહિ. આવી જ વસ્તુસ્થિતિ છે.
(૫-૩ર૬) (૭૬ ) નિજરસથી જ પ્રગટ થતો તે સમયસાર કેવો છે? તો કહે છે૧. આદિ-મધ્ય-અંતરહિત છે અર્થાત્ અનાદિઅનંત, ત્રિકાળ, શાશ્વત, નિત્યવસ્તુ છે.
૨. અનાકુળ છે. શ્રુતજ્ઞાનમાં જે વિકલ્પ ઊઠે છે તે આકુળતારૂપ અને ભગવાન આત્મા નિરાકુળ આનંદસ્વરૂપ છે. અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ આત્મા છે.
૩. કેવળ એક છે. આ દ્રવ્ય અને આ પર્યાય એવો ભેદ પણ જેમાં નથી એવો કેવળ એક છે. અનંતગુણનો પિંડ પ્રભુ ગુણ-ગુણીના ભેદથી રહિત અભેદ એકરૂપ ધ્રુવ વસ્તુ છે.
૪. આખાય વિશ્વ ઉપર જાણે કે તરતો હોય એવો છે. એટલે કે રાગથી માંડીને આખાય લોકાલોકથી ભિન્ન વસ્તુ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com