________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬
અધ્યાત્મ વૈભવ
૫. અખંડ પ્રતિભાસમય છે. સ્વસંવેદનજ્ઞાનમાં જેવો પૂર્ણ સ્વરૂપ છે તેવો પ્રતિભાસમાન થાય છે. જિનસ્વરૂપ પરિપૂર્ણ આત્મા છે તેવો જ્ઞાનમાં પ્રતિભાસિત થાય છે. કહ્યું છે ને કે
જિન સોહી હૈ આત્મા, અન્ય સોહી હૈ કર્મ;
યહી વચનસે સમજ લે, જિનપ્રવચનકા મર્મ. જેમાં ગુણ-પર્યાયના ખંડ નથી, ભેદ નથી, ભંગ નથી એવો અભેદ આત્મા પરિપૂર્ણરૂપે જ્ઞાનમાં પ્રતિભાસે છે તે અખંડ પ્રતિભાસમય છે. જ્ઞાનમાં અખંડનો પ્રતિભાસ થવો તે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે.
૬, અનંત, વિજ્ઞાનઘન છે. જેમાં સૂક્ષ્મ રાગનો પણ કદી પ્રવેશ નથી એવો અનંત વિજ્ઞાનઘનસ્વરૂપ સમયસાર છે.
૭. આવો પરમાત્મરૂપ સમયસાર છે. દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મથી ભિન્ન ચિસ્વરૂપ સદા સિદ્ધસ્વરૂપ એવો પરમાત્મરૂપ સમયસાર છે.
આવા સમયસારને જ્યારે આત્મા વિકલ્પરહિત થઈને અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યપણે શ્રદ્ધામાં આવે છે અને જ્ઞાનમાં જણાય છે. તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે.
(૫-૩૬૧) (૭૮) અહાહા....! પ્રભુ! તું ભગવાન છો ને! ભગ કહેતાં જ્ઞાન, આનંદ આદિ અનંત ગુણોથી ભરેલી સ્વરૂપલક્ષ્મી; અને એનો તું સ્વામી એવો ભગવાન છો. પ્રભુ! તારાં સ્વરૂપ સંપદાના અનંતા અખૂટ નિધાન છે. તે તરફ અંતર્મુખ થઈ અંતર્દષ્ટિ કર. રાગથી ખસીને અંતર્દષ્ટિ કરતાં તને તારી સ્વરૂપ સંપદા પ્રાપ્ત થશે. પ્રભુ! તું ન્યાલ થઈ જઈશ કેમકે તારી ચૈતન્યસંપદા અનંત શાંતિનું કારણ છે...
પ્રભુ! તું વિજ્ઞાનઘનસ્વરૂપ છો ને! જગતથી તદ્દન ભિન્ન તું જગદીશ છો ને! રાગથી માંડીને આખું લોકાલોક છે તે જગત છે. એ જગતથી ભિન્ન, એનો જાણનાર દેખનાર તું જગદીશ છો. પરને જીવાડી શકે વા મારી શકે એવું ભગવાન! તારું સ્વરૂપ નથી. (૫-૩૭૫)
(૭૯). અહાહા...! આત્માના જ્ઞાન અને આનંદના ગંભીર સ્વભાવનું શું કહેવું? એની શક્તિના સત્ત્વની મર્યાદા શું હોય? અહાહા...! અનંત અનંત અનંત એવું જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત વીર્ય, અનંત પ્રભુતા-અહાહા...! આવી અનંત ચિ7ક્તિના સમૂહથી ભરેલો અત્યંત ગંભીર ભગવાન આત્મા છે. ચિક્તિ કહો કે ગુણ કહો; જ્ઞાનગુણ એવા અનંત ગુણોનો સમૂહ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com