________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્મ
૪૬૫
(૧૩૧૪) જાત્રા કરીએ તો ધર્મ થાય કે નહિ?
ભાઈ ! જાત્રા અંદરમાં સ્વદ્રવ્ય જિનસ્વરૂપ ભગવાન શાયકબિંબ છે એની કરે તો ધર્મ થાય. બાકી અશુભથી બચવા બહારમાં જિનબિંબ આદિના લક્ષે શુભાભાવ હો, પણ તે ધર્મ નથી, ધર્મનું કારણેય નથી. વાસ્તવમાં એ બંધસાધક ભાવ છે.
(૮-૩૫૫) (૧૩૧૫). જેમ ચોખાની બોરીનું વજન પણ ચોખાની ભેગું કરવામાં આવે છે. પણ એ બોરીનું બારદાન કાંઈ ચોખા નથી. ચોખા ને બારદાન બે ભિન્ન જ છે. તેમ ભગવાન આત્મા સ્વઆશ્રયે પ્રગટ થયેલા અતીન્દ્રિય આનંદનો અનુભવ કરે છે તે ધર્મ છે અને જે રાગ આવે છે તે ધર્મ નથી, તે બારદાનની જેમ ભિન્ન જ છે. તેને ધર્મ પરિણતિનો સહુચર જાણી ઉપચારથી અમૃત કહે છે પણ છે તો એ બારદાનની જેમ ભિન્ન જ; એ કાંઈ ધર્મ નથી. બાપુ ! વીતરાગનો મારગ મહા અલૌકિક છે; અને તે વીતરાગતાથી જ ઉત્પન્ન થાય છે. વીતરાગસ્વરૂપ-જિનસ્વરૂપ ભગવાન આત્મા છે; તેનો આશ્રય કરવાથી જેટલો વીતરાગભાવ થયો તે ધર્મ છે, અમૃત છે અને તેમાં કમી રહેતાં પરાવલંબી જેટલો શુભરાગ રહ્યો તે નિશ્ચયથી ઝેરનો ઘડો છે. આવી વાત છે. સમજાણું કાંઈ....?
(૮-૪૯૪) (૧૩૧૬ ) પુણ્યપાપના પરિણામ છે તે મેલ છે, અશુદ્ધતા છે, ઝેર છે, અપરાધ છે. પુણ્ય પરિણામ પણ અપરાધ છે. જેને ધર્મ કરવો હશે તેણે વિકલ્પો છોડવા પડશે અને શુદ્ધતા પ્રાપ્ત કરવી પડશે. ત્યાં પરદ્રવ્યનું લક્ષ છોડી સ્વદ્રવ્યમાં લીન થાય છે ત્યારે શુદ્ધતા પ્રગટે છે. તેમાં ખરેખર કોઈ રાગની-પુણ્યના વિકલ્પની અપેક્ષા નથી. આવો શુભરાગ હોય તો અંતરમાં લીન થવાય એમ નથી. આત્મા સ્વયં શુદ્ધ જ્ઞાનાનંદની મૂર્તિ છે; તે પોતાના દ્રવ્યમાં સ્વયં રતિ પામે ત્યારે તેને ધર્મ-શુદ્ધતા પ્રાપ્ત થાય છે.
અહા ! જ્ઞાનાનંદસ્વરૂપ સ્વદ્રવ્ય સિવાય જેટલાં કોઈ પરદ્રવ્યો છે, ચાહે તે તીર્થકર હો, તેની વાણી હો, સમોસરણ હો, જિનમંદિર હો કે જિનપ્રતિમા હો, એ બધાં પરદ્રવ્યો અશુદ્ધતાનાં -શુભરાગનાં નિમિત્તો-કારણો છે. ભાઈ ! આ છવ્વીસ લાખનું પરમાગમમંદિર ને આ જિનપ્રતિમા અશુદ્ધતાનું નિમિત્ત છે.
(૮-૫૨૫) (૧૩૧૭) અહાહા...! આત્મા આનંદરૂપી અમૃતનું સરોવર પરમાત્મા છે. જેમ સરોવારમાં ચાંચ બોળીને પંખીઓ પાણી પીએ છે તેમ ચૈતન્યરૂપી અમૃત-સરોવરમાં આત્મા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com