________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધ્યાન-ધ્યેય
૪૭૯ ત્રિકાળી દ્રવ્યની જ છે; ધ્યાનનું ધ્યેય તો શુદ્ધ જ્ઞાયક જ છે. દર્શન-જ્ઞાન-ચારિત્રની દશા તે ધ્યાનની પર્યાય છે, ને ધ્યાનનું ધ્યેય ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે. ધ્યાનની પર્યાયનું દ્રવ્ય જ ધ્યેય હોવાથી, રાગ ધ્યેય નહિ હોવાથી, ધ્યાનનાં પર્યાયને સેવે છે એમ અહીં કહ્યું છે. (૧૦-૨૩૦)
જુઓ, દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિ કે વિનયનો વિકલ્પ કે ગુણ-ગુમના ભેદનો વિકલ્પ કે છકાયના જીવની દયાનો વિકલ્પ એ સર્વ અન્ય ચિંતા છે અહીં કહે છે-એ સમસ્ત અન્ય ચિંતાનો વિરોધ કરી અંતરમાં –સ્વરૂપમાં એકમાં એકાગ્ર થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રને ધ્યા. એમ કે ભગવાન શુદ્ધ ચૈતન્ય ધ્રુવ અંદર છે તેને દૃષ્ટિમાં લીધો છે, હવે તે એકને જ અગ્ર કરી શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રનું જ ધ્યાન કર, અહીં પર્યાયથી વાત છે, બાકી ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને ધ્યાનવું છે. રાગની ને પરની ચિંતા ધ્યાન ન કર, પણ નિર્મળ રત્નત્રયને ધ્યા એમ પર્યાયથી વાત કરે છે. ભાઈ ! પરની ને રાગની ચિંતા છે તે તો અપધ્યાન છે, આર્તરૌદ્રધ્યાન છે. ત્યાંથી હુઠી કહે છે, નિર્મળ રત્નત્રયનું જ ધ્યાન કર.
તત્ત્વાર્થસૂત્રમાં ધ્યાનનું લક્ષણ કહ્યું છે. “વાન્તિાનિરોધો ધ્યાનમ' એકાગ્રતાપૂર્વક ચિંતાનો નિરોધ તે ધ્યાન છે. અહીં પણ કહે છે-અન્ય સમસ્ત ચિંતાનો નિરોધ કરીને એક નામ શુદ્ધ ચૈતન્યમાં અગ્ર થઈ તેમાં જ રમણતા કર. અહાહા..! લોકમાં ઉત્તમ, મંગળ ને શરણરૂપ પદાર્થ પોતાનો આત્મા જ છે. માટે પરથી છૂટી પોતાના આત્માને દર્શન-જ્ઞાનચારિત્રમાં જ સ્થાપ, ને તેનું જ ધ્યાન કર. ભાઈ ! ધ્યાન કરતાં તો તને આવડે જ છે; અનાદિથી ઊંધું ધ્યાન-સંસારનું ધ્યાન તો તું કર્યા જ કરે છે, પણ તે દુઃખમય છે; તેથી હવે કહે છે-સવળું ધ્યાન કર, સ્વસ્વરૂપનું ધ્યાન કર, સ્વસ્વરૂપનાં દષ્ટિ-જ્ઞાન-રમણતા તે સવળું ધ્યાન છે અને તે આનંદકારી છે, મંગલકારી છે. સમજાણું કાંઈ...?
(૧૦-૨પ૩). (૧૩૫૪). જ્ઞાનમાત્ર નિજ સ્વરૂપમાં લીન થઈ તેમાં જ તૃત-તૃત થવું તે પરમ ધ્યાન છે, તે પરમ સુખની પ્રાપ્તિનો ઉપાય છે. અહા ! સ્વસ્વરૂપમાં લીનતા એવું જ ધ્યાન તે ધ્યાનમાં જ જે તૃપ્ત થઈ રહે છે, બહાર (વિકલ્પમાં) આવતો નથી તે અવશ્ય મોક્ષ સુખને પામે છે. ભાઈ તું શ્રદ્ધા તો કર કે માર્ગ આ જ છે. તને આ મોંઘો કઠણ લાગે પણ આ અશક્ય નથી. છે તેને પામવું તેમાં અશક્ય શું? દષ્ટિ ફેરવીને ચીજ અંદર છતી-વિદ્યમાન છે ત્યાં દષ્ટિ લગાવી દે. (૧૦-ર૬૩)
(૧૩૫૫) હમણાં હમણાં વિકલ્પથી શૂન્ય થઈ જાઓ એવું ચાલ્યું છે એ શું છે?
વિકલ્પથી શૂન્ય થઈ જાઓ-એ તો બરાબર છે, પણ પોતાનું-આત્માનું અસ્તિત્વ કેવું ને કેવડું છે તેના જ્ઞાન વિના, તેની અંતર્દષ્ટિ વિના વિકલ્પની એકતા તૂટે કેવી રીતે? આ ચૈતન્યમાત્ર ચિટૂપ વસ્તુ હું છું એમ સ્વસંવેદનમાં અસ્તિસ્વરૂપ જણાય ત્યારે વિકલ્પની નાસ્તિ-અભાવ થાય ને? એ વિના વિકલ્પ કદી તૂટે નહિ. ભાઈ ! અંતર્દષ્ટિ વિના વિકલ્પથી શૂન્ય થવા જઈશ તો જડ જેવો (મૂઢ) થઈ જઈશ.
(૧૦-૩૬૫)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com