________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુણ્ય-પા૫
૩૯૯ (૧૧૦૫). અહા ! શુદ્ધનયનો વિષય અનંત શક્તિવાળો, ચૈતન્યચમત્કારમાત્ર, નિત્ય, અભેદ, એક જ છે. તેમાં પર્યાય ગૌણ છે. પણ પર્યાયથી જોતાં પર્યાયમાં રાગાદિ છે તે પોતાના જ અપરાધથી છે એમ કહે છે. ધ્રુવ તો શુદ્ધ છે, પણ પોતાના જ અપરાધથી તે રાગદ્વેષરૂપ પરિણમે છે; એવું નથી કે કર્મનો ઉદય તેને રાગદ્વેષરૂપ પરિણમાવે છે. ભાઈ તારા ઊંધા પુરુષાર્થથી જ તને રાગાદિ વિકાર થાય છે. કર્મના માથે દોષ ન નાખ. મને કર્મ વિકાર કરાવે છે એમ પદ્રવ્યનો વાંક ન કાઢ, પરદ્રવ્ય પર કોપ ન કર. વિકાર થવામાં જેઓનો પરદ્રવ્યનોકર્મનો જ વાંક કાઢે છે તેઓ અજ્ઞાનીઓ છે ને તેઓ મોહ-નદીને પાર ઊતરી શકતા નથી, તેઓ મોહની સેનાને જીતી શકતા નથી, પોતે હારી જાય છે. તેમને રાગદ્વેષ મટતા નથી. કેમ મટતા નથી? તો કહે છે
અહાહા...પુણ્ય-પાપ આદિ વિકારી ભાવ કરવામાં જો પોતાનો પુરુષાર્થ હોય તો જ પોતે તેને (સમ્યક પુરુષાર્થ વડે) ટાળી શકે, પણ જો કર્મને લઈને વિકારી ભાવ થતા હોય તો પોતે તેને કેવી રીતે ટાળી શકે? પરના-કર્મના કરાવ્યા તે થતા હોય તો પર તો રાગદ્વેષ કરાવ્યા જ કરે, તેમાં આત્માના હાથની વાત તો કાંઈ રહી નહીં. પણ એમ છે નહિ. માટે રાગદ્વેષ પોતાના કર્યા થાય છે અને પોતાના મટાડયા મટે છે–એમ કથંચિત માનવે તે સમ્યજ્ઞાન છે. ધર્મીને પણ રાગદ્વેષ પોતાની અસ્થિરતાના અપરાધથી થાય છે. કર્મથી નહિએમ યથાર્થ માનવું સર્વથા કર્મ જ રાગદ્વેષ કરાવે છે એમ ન માનવું. અહાહા....! આ રાગદ્વેષ થાય છે તે મારો જ અપરાધ છે, કર્મ તો તેમાં બાહ્ય નિમિત્તમાત્ર (ઉપસ્થિતિમાત્ર) છે એમ માનવું તે સમ્યજ્ઞાન છે. અહાહા...! ( રાગનો) કરનારો હું અને મટાડનારો પણ હું છું. જે જોડે તે તોડે. શું કીધું? કર્મના નિમિત્તથી સંબંધ પોતે જ જોડે છે અને પોતે જ તેને તોડે છે એમ કથંચિત્ માનવું તે સમ્યજ્ઞાન છે. આવી વાત છે.
(૧૦-૩૧) (૧૧૦૬) ભાઈ ! ધર્માત્મા તો રાગ ને મોહનો વિલાસ જાણે છે. શુભાશુભ ભાવ એ મોહનો વિલાસ છે ભાઈ ! એ પુદ્ગલનો વિલાસ છે, એ કાંઈ જીવવિલાસ નથી. ધર્મી જીવ એને કાંઈ ચૈતન્યનો વિલાસ જાણતા નથી, પોતાની ચીજ જાણતા નથી. આ ભક્તિકાળે તેને જે ભગવાન પ્રતિ રાગ થાય છે તેને તે હેય જાણે છે. જેમ અંદર જ્ઞાયકસ્વરૂપને તેને આદર છે તેમ રાગનો તેને આદર નથી. શુભરાગ આવે ખરો, પણ તેને તે હેય જ જાણે છે, અહીં તો એથીય વિશેષ ચારિત્રવંત પુરુષને રાગનો અભાવ વર્તે છે, રાગ થતો જ નથી એની વાત કરે છે.
(૧૦-૧૧૮) (૧૧૦૭) અહાહા! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સ્વદ્રવ્ય છે, ને રાગદ્વેષના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com