________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સભ્ય જ્ઞાન
૨૩૩ દાન, વ્રત, આદિ અનેક પર્યાયરૂપ ભેદભાવો તેની સાથે મિશ્રિત હોવા છતાં સર્વ પ્રકારે ભેદજ્ઞાનમાં પ્રવીણપણાથી આ અનુભૂતિ છે તે જ હું છું” અર્થાત્ જાણવાની દશા જે અનુભવમાં આવે છે તે જ હું છું અને જ્ઞાનમાં જણાય છે તે દયા, દાન, રાગાદિ વ્યવહાર તે હું નથી એમ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે.
(૨-૩૧). (૬૪૮) આત્મા આખી ચીજ છે. તેનું જ્ઞાન એ આત્મજ્ઞાન કહ્યું છે. આત્મામાં ગુણનું કે પર્યાયનું જ્ઞાન તે આત્મજ્ઞાન એમ નથી. આખો આત્મા એટલે જે ત્રિકાળી ધ્રુવ અખંડ એક પ્રતિભાસમય પૂર્ણસ્વરૂપ તે પર્યાયમાં જણાયો, એનું જે જ્ઞાન થયું તે પર્યાય આત્મજ્ઞાન છે.
(૨-૩૨ ) (૬૪૯) જ્ઞાન આત્માનું અસાધારણ લક્ષણ છે. જ્ઞાન દ્વારા જ એ જણાય એવો છે. જ્ઞાન દ્વારા જ આત્માની અનુભૂતિ અને પ્રાપ્તિ (ઉપલબ્ધિ) થઈ શકે છે. જ્ઞાન એટલે સ્વસવેદનશાન, સમ્યજ્ઞાન, એ સમ્યજ્ઞાન વડે આત્મલાભ થઈ શકે છે. પરંતુ ભગવાન આત્મા જ્ઞાનસ્વભાવી છે એમ નહિ જાણવાને લીધે અજ્ઞાનીઓ નપુંસકપણે વિમૂઢ થયા છે.
(૩-૮) (૬૫૦). રાગથી ભિન્ન આત્માને અનુભવે નહિ અને રાગ વડે લાભ (ધર્મ) માને તે બહારથી કંચન-કામિનીનો ત્યાગી નિર્વસ્ત્ર દિગંબર અવસ્થાધારી હોય તો પણ તેને સાધુ કેમ કહીએ? રાગથી લાભ માનવો એ તો મિથ્યાદર્શન છે. આ કોઈ વ્યકિત્તવિશેષના અનાદરની વાત નથી પણ વસ્તુની સ્થિતિની વાત છે. અમને ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ છે, અમે ઘણી શાસ્ત્રસભાઓ સંબોધી છે તેથી અમને આત્મજ્ઞાન છે એમ કોઈ કહે તો તે યથાર્થ નથી. એ તો બધી રાગની-વિકલ્પની વાતો છે. વસ્તુ આત્મા તો શાસ્ત્રજ્ઞાનના વિકલ્પથી પાર નિર્વિકલ્પ છે. આવા નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્યમય આત્માની દષ્ટિ કરી તેનો અનુભવ કરવો તે આત્મદર્શન અને આત્મજ્ઞાન છે.
(૩-૨૫) (૬૫૧) સ્વવસ્તુ, અખંડ, અભેદ એક છે. તેનું જ્ઞાન જેને થાય તેને સાચું જ્ઞાન થાય છે. એ સમ્યજ્ઞાન થાય પર્યાયમાં પણ એ જ્ઞાનનું જ્ઞય ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક ભગવાન છે. પર્યાય નહિ. પર્યાયને લક્ષ કરી થતું જ્ઞાન યથાર્થ જ્ઞાન નથી. આવી શુદ્ધ તત્ત્વની વાત સમજે નહિ અને અનેક પ્રકારના ક્રિયાકાંડ કરે પણ એ તો બધુ રણમાં પોક મૂકવા જેવું છે. રણમાં પોક મૂકવી એટલે? એટલે એમ કે રણમાં એની પોક કોઈ સાંભળે નહિ અને એની પોક કદી બંધ થાય નહિ. ભાઈ માત્ર ક્રિયાકાંડથી ભવનાં દુઃખ ન મટે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com