________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૨
અધ્યાત્મ વૈભવ અંદરમાં જણાયો અને શ્રદ્ધામાં આવ્યો એમાં કરવું એ ચારિત્ર છે. વ્રત, તપ, ઉપવાસ આદિ કાંઈ ચારિત્ર નથી. ઉપવાસ એટલે ઉપ નામ સમીપમાં ભગવાન આનંદના નાથની સમીપમાં વાસ એટલે વસવું-અનુભવ વડ વસવું. આત્મામાં અનુભવ વડ લીન થવું એ ચારિત્ર છે. અતીન્દ્રિય આનંદનો નાથ ભગવાન આત્મા જ્ઞાનમાં જણાયો એવો શ્રદ્ધયો કે આ અંદર સ્વરૂપથી દેખાયો તે આત્મા અને એમાં ઠરવું, એનો અનુભવ કરવો તે ચારિત્ર. (૨-૩૦)
(૭૧૬) અહાહા..! આવું આત્મજ્ઞાન થતાં શ્રદ્ધાન ઉદય થાય છે ત્યારે સમસ્ત અન્યભાવોનો ભેદ થવાથી એટલે દયા, દાન, ભક્તિ આદિના શુભભાવો જે અન્યભાવો છે તેની જુદાઈ થવાથી નિઃશંક ઠરવાને સમર્થ થવાને લીધે આત્માનું આચરણ ઉદય થતું આત્માને સાધે છે. રાગના વિકલ્પથી જુદો છું એવું ભેદજ્ઞાન થવાથી સ્વરૂપમાં નિઃશંક ઠરવાને લીધે આત્માનું ચારિત્ર-આત્માનું અનુષ્ઠાન-આત્મામાં રમણતા પ્રગટ થાય છે અને તે આત્માને સાધે છે. વ્યવહારના વિકલ્પથી ભિન્ન પડીને સ્વરૂપમાં નિઃશંક ઠરતાં એ આચરણ આત્માની સિદ્ધિને સાધે છે. આમ સાધ્ય આત્માની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે. સાધ્ય જે મોક્ષદશા તેની સિદ્ધિ-પ્રાપ્તિ એ રીતે થાય છે, બીજી રીતે નહિ. અજ્ઞાની મિથ્યાષ્ટિને સ્વનું આચરણ હોતું નથી. (તેથી સાધ્યની સિદ્ધિ તેને થતી નથી.)
(૨-૩ર). ( ૭૧૭) અહાહા...! સમયનો આંતરો પડ્યા વિના નિરંતર અમે આનંદનો નાથ જે ભગવાન જ્ઞાયક આત્મા તેને અનુભવીએ છીએ. અંદર જે સચ્ચિદાનંદ પ્રભુ અતીન્દ્રિય આનંદના સ્વભાવે શક્તિપણે પડ્યો છે તે અતીન્દ્રિય આનંદસ્વરૂપને અમે સતત અનુભવીએ છીએ. જુઓ આ આત્માનું ચારિત્ર. ચૈતન્યસત્તાથી ભરેલો જે જ્ઞાયકભાવ આનંદથી ભરેલો ભગવાન આત્મા એનું જ્ઞાન અને શ્રદ્ધાન છે, ઉપરાંત આચરણમાં અંદર સ્થિરતા કરી અને અનુભવીએ છીએ.
(૨-૩૯) (૭૧૮) ભાઈ ! પ્રત્યાખ્યાન એટલે ચારિત્ર કોને કહેવાય એની વાત ચાલે છે. સમ્યગ્દર્શન અને પછી સમ્મચારિત્ર એ અલૌકિક ચીજ છે. સમ્યગ્દર્શન ધર્મનું મૂળ છે તો સમ્યક્રચારિત્ર સાક્ષાત્ ધર્મ છે. કહ્યું છે ને કે “વરિત ઘો' – ચારિત્ર તે ધર્મ છે. એ જ દુઃખથી છૂટવાનો ઉપાય-મોક્ષમાર્ગ છે. આવું ચારિત્ર કોને કહેવાય? પ્રવચનસાર ગાથા ૭ ની ટીકામાં આવે છે – “સ્વરૂપે વાર વારિત્ર” સ્વરૂપમાં ચરવું તે ચારિત્ર છે. સ્વરૂપમાં આચરણ કરવુંઠરવું એ ચારિત્ર છે. રાગનું આચરણ તે ચારિત્ર નથી. પંચમહાવ્રતનો વિકલ્પ એ પણ અચારિત્ર છે. જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા તે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com