________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૨
અધ્યાત્મ વૈભવ
કરતાં અંતર્મુહૂર્તમાં સર્વ કર્મોનો નાશ કરીને તે કેવળજ્ઞાન ઉપજાવે છે એવું જ્ઞાનનું સામર્થ્ય છે. આત્માનો સ્વભાવ કહો, શક્તિ કહો કે સામર્થ્ય કહો; એ તો સિદ્ધ ૫૨મેશ્વરના સમાન જ છે. તેને પર્યાયમાં પ્રગટ કરી સમસ્ત આસવનો નાશ કરી પ૨માત્મપદ સિદ્ધપદને પ્રાપ્ત કરવાની આ વાત છે.
(૬-૨૨૫ )
(૮૫૦)
અહીં ત્રણ વાત લીધી છે
૧. જીવના રાગ-દ્વેષ-મોહના પરિણામ પોતે પોતાના કારણે ઉત્પન્ન કરે છે; કોઈ કર્મના કારણે થાય છે એમ નહિ.
૨. તે કાળે મિથ્યાત્વાદિ જડ પુદ્દગલના પરિણામ જે ઉદયરૂપે થાય છે તે કર્મના પોતાના કારણે થાય છે.
૩. તે મિથ્યાવાદી અજીવ પુદ્દગલકર્મના પરિણામને આસ્રવ કેમ કહીએ? તો કહે છે કે નવાં કર્મના આસ્રવણમાં નિમિત્ત માટે. હવે તે કર્મના આસ્રવણમાં નિમિત્ત ક્યારે થાય કે જૂનાં કર્મના ઉદયકાળે જીવ રાગ-દ્વેષ-મોહને ઉત્પન્ન કરે તો જૂનાં કર્મ તવાં કર્મના આવરણમાં નિમિત્ત થાય છે. (૬-૨૨૯)
(૮૫૧ )
રાગ-દ્વેષ-મોહ વિનાનો જ્ઞાનથી રચાયેલો જ્ઞાનમયભાવ જથ્થાબંધ દ્રવ્યકર્મના-જડકર્મના પ્રવાહને રોકનારો છે કેમકે તે ભાવ સર્વ ભાવાસવના અભાવસ્વરૂપ છે. અહીં મિથ્યાત્વ છે એ જ મુખ્યપણે આસ્રવ છે, સંસારનું કારણ છે એમ વાત છે. (૬-૨૫૭)
(૮૫૨ )
રાગથી ભિન્ન પડેલો જ્ઞાનમય ભાવ ભાવાસવના અભાવસ્વરૂપ છે, અને તેથી દ્રવ્યાસવ થતો નથી. દયા, દાન, વ્રત, કામ, ક્રોધ, વિષયવાસના આદિ ભાવ ભાવાસ્રવ છે અને દ્રવ્યકર્મના રજકણો જે આત્માના એકક્ષેત્રાવગાહે આવે તે દ્રવ્યાસવ છે.
(૬-૨૫૮)
(૮૫૩)
જ્ઞાનીને દ્રવ્યાસવભૂત પ્રત્યયો એના દ્રવ્યમાં તો નથી પણ એની પર્યાયમાં પણ એનો અભાવ છે. જેમ પર્યાયમાં રાગ-દ્વેષનો સંબંધ છે તેમ પર્યાયમાં કર્મના સંબંધ નથી. તેમનો બંધ વા સંબંધ પુદ્દગલમય કાર્યણ શરીર સાથે જ છે, ચિન્મય જીવ સાથે નહિ. ભગવાન આત્મ તો પ્રજ્ઞા બ્રહ્મસ્વરૂપ ચૈતન્યમય જ છે; એની સાથે જડ અચેતન એવા કર્મને કાંઈ પણ સંબંધ નથી. જ્ઞાનીને ભાવાસ્રવનો અભાવ હોવાથી દ્રવ્યાસવભૂત પ્રત્યયો નવાં કર્મના આસ્રવણનું કા૨ણ થતા નથી. જડ કર્મ ઉદયમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com