________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪
અધ્યાત્મ વૈભવ (૪૩૦) પ્રશ્ન- - રાગ (-શુભરાગ) મોક્ષના કારણરૂપ સ્વભાવનું નિશ્ચયથી ઘાતક છે, પણ વ્યવહારથી શું? વ્યવહારથી તો વ્યવહાર મોક્ષમાર્ગ છે ને?
ઉત્તર- - જુઓ, ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તે નિશ્ચય અને શુદ્ધ રત્નત્રયતા-સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રના પરિણામ તે વ્યવહાર. આ સદભૂત વ્યવહાર છે. હવે શુદ્ધ રત્નત્રયના પરિણામ સ્વના હોવાથી એને નિશ્ચય કહ્યા તો તેને સહકારી વા નિમિત્ત જે બાહ્ય શુભરાગના પરિણામ તેને વ્યવહારથી વ્યવહારરત્નત્રય વા વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો. આ અસદ્દભૂત વ્યવહાર છે. એનો અર્થ શું? એનો અર્થ જ એ કે વ્યવહારરત્નત્રય મોક્ષમાર્ગ છે જ નહિ, એને મોક્ષમાર્ગ કહેવો એ તો કથનમાત્ર આરોપ-ઉપચાર છે. વાસ્તવમાં તો એ શુદ્ધ રત્નત્રયનો ઘાતક વિરોધી ભાવ જ છે, વેરી જ છે.
(૬-૧૫૨ ) (૪૩૧) જુઓ, પુણ્ય-પાપનો જે રસ છે એ દુઃખરૂપ ઝેરનો રસ છે, અને એના ત્યાગથી જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થાય છે તે પરમ અતીન્દ્રિય આનંદનો અમૃતરસ છે. અહાહા. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જે નિષ્કર્મ અવસ્થા છે તે ઉત્કટ અતીન્દ્રિય આનંદના અમૃતરસથી સંબંધિત છે; પણ કર્મની (વ્યવહારરત્નત્રયની) અવસ્થા એનાથી સંબધિત નથી કેમકે કર્મનો જે રસ છે એ તો ઝેરનો આકુળતામય રસ છે.
પુણ્ય-પાપના ભાવ જે કર્મ અવસ્થા છે તેનો ત્યાગ થતાં મોક્ષમાર્ગરૂપ નિષ્કર્મ અવસ્થાપણે જે જ્ઞાન એટલે આત્માની પરિણતિ થાય છે તે મોક્ષનું કારણ છે. એ નિષ્કર્મ અવસ્થા સાથે આત્માના અતીન્દ્રિય આનંદના રસની ઉદ્ધતાઈ પ્રગટી છે, તેથી એ રાગને ગણકારતો નથી. જેમ કુટુંબમાં કોઈ છોકરો ઉદ્ધત હોય તો તે કોઈને માતાને, પિતાને કે મોટાભાઈને ગણતો નથી, તેમ આ આત્મા જેને સ્વભાવની પરિણતિ – શ્રદ્ધા, જ્ઞાન અને સ્વરૂપમાં રમણતા પ્રગટ થયાં છે તે રાગને અવગણીને અતીન્દ્રિય આનંદના ઉદ્ધત રસમાં લીન-તરબોળ થાય છે, રાગને તે ગણકારતો નથી, તેનો આદર કરતો નથી. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદરસના સ્વભાવથી છલોછલ ભરેલો છે. તેનું જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સ્વભાવ પરિણમન થાય તે તે ઉદ્ધત (ઉત્કટ) આનંદના રસથી સંકળાયેલું છે. અહા ! સમ્યગ્દર્શન ઉત્કટ આનંદના રસથી સંકળાયેલું છે, સમ્યજ્ઞાન ઉત્કટ આનંદના રસથી સંકળાયેલું છે અને સમ્યકચારિત્ર અતિ અતિ આનંદના રસથી સંકળાયેલું છે. આવી વાત છે.
(૬-૧૮૮) (૪૩ર) બાપુ! સત્યનો માર્ગ કોઈ અચિંત્ય અલૌકિક છે. જેના ફળમાં જે અનંતી ભૂતકાળની પર્યાયો ગઈ એનાથી અનંતગણી ભવિષ્યની પર્યાયો અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત આનંદના વેદનયુક્ત પર્યાયો ફળે છે તે મોક્ષનો ઉપાય મહા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com