________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮
અધ્યાત્મ વૈભવ અહાહા.....! પ્રથમ શુદ્ધનય વડે નિજ સ્વરૂપને સિદ્ધ સમાન જાણ્ય-શ્રદ્ધયું હતું તેવું જ ધ્યાનમાં લઈને ચિત્તને-ઉપયોગને ત્યાં જ થંભાવી દે, મઢી દે. આ બીજા પ્રકારનું દેખવું છે. આ દેખવું ઉપરથી ભૂમિકામાં અપ્રમત્ત દશામાં હોય છે. જ્યાં સુધી એવા અભ્યાસથી કેવળજ્ઞાન ન ઊપજે ત્યાં સુધી તે અભ્યાસ નિરંતર રહે છે.
ભાઈ ! તારા સ્વરૂપની અનંતી સમૃદ્ધિની તને ખબર નથી બાપુ! તેની મહિમાની શી વાત! એકવાર તેને જ્ઞાન-શ્રદ્ધાનમાં લે તો ન્યાલ થઈ જાય એવી ચીજ છે. અને પછી અંતર-એકાગ્રતાના અભ્યાસ વડે ઉપયોગને અંદર થંભાવી દે એવું તો શું કહેવું? એ તો કેવળજ્ઞાનને લાવી દે એવો અપાર અચિત્ય એનો મહિમા છે. આનું નામ ચારિત્ર અને આનું નામ દિગંબર મુનિદશા છે. અહાહા..! જ્યાં પંચમહાવ્રતનો વિકલ્પ પણ છૂટી જાય એવી નિર્વિકલ્પ અપ્રમત્તરૂપ મુનિદશા થાય તે બીજા નંબરનું દેખવું છે. આ વિના વ્રત-તપ-ભક્તિ ઇત્યાદિ બધું ધૂળધાણી ને વાપાણી જેવું છે. સમજાણું કાંઈ... ? વ્રત-ભક્તિનો અભ્યાસ કરવો એમ નહિ, પણ જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી આ અભ્યાસ કરવો અર્થાત્ ઉપયોગને શુદ્ધ નિરંજન પૂર્ણ જ્ઞાનમાં થંભાવી દેવાનો અભ્યાસ કરવો એમ કહે છે. આ દેખવાનો બીજો પ્રકાર કહ્યો.
શુદ્ધનયના આશ્રયે પરોક્ષ દેખવું હોય છે, કેમકે શ્રુતજ્ઞાન અમૂર્તિક આત્માને પ્રત્યક્ષ જાણતું નથી. આનંદનું વેદન પ્રત્યક્ષ થયું છે, પણ અમૂર્તિક પ્રદેશોને શ્રુતજ્ઞાન પ્રત્યક્ષ કરતું નથી. અંધ પુરુષ જેમ સાકર ખાય ત્યારે સ્વાદનું પ્રત્યક્ષ વેદન આવે, પણ સાકરનો ગાંગડો પ્રત્યક્ષ ન દેખાય, તેમ શુદ્ધનયના આશ્રયે પરોક્ષ દેખવું હોય છે. જ્યારે કેવળજ્ઞાન થાય ત્યારે સાક્ષાત્ દેખવું થાય છે. આ ત્રીજા પ્રકારનું દેખવું છે. આ સ્થિતિમાં જ્ઞાન શુદ્ધ નિર્મળ નિરંજન ઉપયોગરૂપ થયું થયું સર્વનું પ્રત્યક્ષ દેખનાર જાણનાર છે; તેથી આ ત્રીજા પ્રકારનું દેખવું તે જ્ઞાનનું પ્રત્યક્ષ દેખવું છે. અહીં ચૈતન્ય જ્યોતિ સર્વને સંપૂર્ણ પ્રત્યક્ષ કરતી ઝળહળ-ઝળહળ પ્રગટ થઈ જાય છે. આ મોક્ષદશા છે. આમ પૂર્ણ જ્ઞાનનું પ્રત્યક્ષ દેખવું તે ત્રીજા પ્રકારનું દેખવું છે. આત્માનો સર્વજ્ઞસ્વભાવ છે. તે સર્વજ્ઞપણું અંતર-એકાગ્રતાનો દઢ-ઉગ્ર અભ્યાસ કરીને પ્રગટ કરવું એમ ઉપદેશ છે.
(૧૦-૨૧૦). (૩૦૮) અહાહા....! શુદ્ધ ચૈતન્યસંપદાથી ભરેલો ભગવાન પોતે છે તેમાં એકાગ્ર થઈને, કહે છે, શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રને જ ચેત. અહીં! આ પુણ્ય-પાપના ભાવ તો વિપદા છે, તે અપદ છે, તે સારું રહેવાનું ને ચેતવાનું સ્થાન નથી. જ્ઞાન ને આનંદથી ભરેલું શુદ્ધ ચૈતન્યતત્ત્વ તે નિજપદ છે. તેનો અનુભવ કર, તે એક જ અનુભવવાયોગ્ય છે. આવી વાત !
(૧૦-૨૫૪)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com