________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૬
અધ્યાત્મ વૈભવ એકકોર રામ અને એકકોર આખું ગામ, અર્થાત્ આ વિશ્વનાં છ દ્રવ્યો બધા આત્માથી ભિન્ન છે અને આત્મા એ સર્વથી ભિન્ન છે. પોતે સ્વને જાણતાં એ સર્વને જાણે એવો એનો જ્ઞાનસ્વભાવ છે. પોતાનો સ્વપરપ્રકાશકસ્વભાવ હોવાથી પોતાને જાણતાં એ બધું સહજ જણાઈ જાય છે. પરંતુ એકલું પરને જ જાણવું એ મિથ્યાજ્ઞાન છે. સ્વભાવમાં તન્મય થઈને પોતાને જાણનાં પર જણાઈ જાય તેને વ્યવહાર કહે છે. આનું નામ સમ્યજ્ઞાન છે. સમ્યજ્ઞાન સ્વરૂપના અનુભવ સહિત હોય છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એ કાંઈ આત્માથી જુદો ભાવ નથી.
(૫-૩૫૧) (૬૫૭) ભગવાન આત્મા જીવતી-જાગતી ચૈતન્યજ્યોત વિશ્વથી ભિન્ન અનાદિ-અનંત વસ્તુ છે. જાણે વિશ્વની ઉપર તરતી હોય એવી વિશ્વથી ભિન્ન છે. અહાહા...! શુદ્ધ ચૈતન્ય વસ્તુ વિશ્વની સાથે કદીય તન્મય નથી. અહા ! પર તરફનું વલણ છોડીને આવા પરિપૂર્ણ સ્વદ્રવ્યમાં જે જ્ઞાનની પર્યાય ઝૂકે છે તે પર્યાયમાં આખાય પદાર્થનું પરિજ્ઞાન કરવાનું સામર્થ્ય છે અને સમ્યજ્ઞાન છે.
(૫-૩૫૮) (૬૫૮) સમ્યગ્દર્શનમાં અનંતગુણના અંશે નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. ભગવાન આત્મા ચૈતન્યરાજા પરમાત્મસ્વરૂપે નિત્ય વિરાજમાન છે. તેનો નિર્વિકલ્પ અનુભવ થતાં તે જ સમયે તે જેવો છે તેવો સમ્યક શ્રદ્ધાય છે અને જણાય છે. તેથી સમયસારના જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન ભગવાન સમયસારથી ભિન્ન નથી, અભિન્ન છે. તે આત્માની પર્યાય છે માટે આત્મા જ છે. જેમ જગતથી ભિન્ન છે તેમ સમયસાર સમ્યગ્દર્શનથી ભિન્ન નથી. માટે સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે.
સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન શું ચીજ છે અને તે કેમ પ્રગટ થાય એ વાત આ ગાથામાં કહી છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને આત્મસંમુખ કરી, અત્યંત વિકલ્પરહિત થઈને, તત્કાળ નિજરસથી જ પ્રગટ થતા સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યકપણે શ્રદ્ધામાં આવે છે અને જણાય છે. તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે, અર્થાત્ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન સમયસારથી જુદાં નથી, એક જ છે.
(૫-૩૬૧) (૬૫૯) જુઓ! અહીં ચૈતન્યસ્વભાવને શીતળ-શીતળ-શીતળ એવા ચંદ્રની ઉપમા આપી છે. વીતરાગસ્વરૂપ શાંતિથી ભરેલો ભગવાન મોહને દૂર કરીને કોઈની અપેક્ષા વિના સ્વર્ય ઉદય પામે છે અર્થાત્ સ્વયં પ્રત્યક્ષ અનુભવ-ગોચર થાય છે. જે જ્ઞાન રાગને વેદતું હતું તે જ્ઞાન પુણ્ય-પાપના ભાવને એકરૂપ-બંધરૂપ જાણી, મોહથી હઠીને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com