________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યજ્ઞાન
૨૩૫
(૩-૨૪૬)
જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માનું અંતરમાં વલણ કરી તેનો અભ્યાસ કરતાં રાગથી જ્ઞાન ભિન્ન પડે છે અને ત્યારે સમ્યગ્દર્શન થાય છે. તેની સાથે થતું જ્ઞાન વિશ્વના નાથને (આત્માને) જાણે છે. તથા જેણે પર્યાયમાં વિશ્વના નાથને જાણ્યો છે તેને પર્યાયને લોકાલોકને જાણવામાં શું મુશ્કેલી પડે? જે જ્ઞાનની પર્યાયમાં “વિશ્વનાથ” આત્મા જણાયો તે પર્યાય વિશ્વને જાણે જ એમાં પ્રશ્ન શું? (એમાં નવાઈ શી?) એમ અહીં કહે છે ભાઈ ! જિનવાણી અમૂલ્યવાણી છે અને તેનો રસ મીઠો છે. પણ એ તો જેને વાણીનું ભાન થાય એને માટે છે. -આમ એક આશય છે.
(૬૫૪) જ્ઞાન જ્ઞાનમાં ઠરે, જ્ઞાન જ્ઞાનમાં જામ, જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થાય તે વિજ્ઞાન છે અને તે મોક્ષમાર્ગ છે. આગળ જઈને તેનું ફળ કેવળ જ્ઞાન આવશે. પરંતુ સ્વભાવમાં ઠર્યો જ નથી, આસ્રવથી-શુભાશુભભાવથી ભેદજ્ઞાન કર્યું જ નથી તેનું બધું જ્ઞાન અજ્ઞાન છે. પરલક્ષી શાસ્ત્રનો ઉઘાડ, પાંચ સમિતિ, ત્રણ ગુતિ ઇત્યાદિનું જ્ઞાન ભેદજ્ઞાનના અભાવમાં અજ્ઞાન છે. વિજ્ઞાન નથી. માટે શુભાશુભભાવથી ભિન્ન નિજ જ્ઞાતાદ્રષ્ટા સ્વરૂપ વસ્તુનું લક્ષ કરી એમાં જ ઠરતાં આત્માનો વિજ્ઞાનઘનસ્વભાવ પ્રગટ થાય છે અને ત્યારે તેને કર્તાકર્મની પ્રવૃત્તિ મટે છે.
(૪–૯૧) (૬૫૫) ભાઈ ! બહારની ધમાધમ એ માર્ગ નથી. અહીં કહે છે કે ભગવાન આત્મા તસ્વભાવ જે જ્ઞાયકભાવ તે કર્તા અને તેની નિર્મળ પર્યાય તે એનું કાર્ય છે, પરંતુ અતસ્વભાવ જે વિભાવ તેનો આત્મા કર્તા નહિ અને તે વિભાવ આત્માનું કર્મ નહિ. આ પ્રમાણે અંતરંગમાં દષ્ટિ થઈ એને પ્રબળ વિવેકરૂપ (ભેદજ્ઞાનરૂપ) સમ્યજ્ઞાનનો સૂર્ય ઊગ્યો એમ અહીં કહે છે.
આવો પ્રબળ વિવેકરૂપ સમ્યજ્ઞાનનો જે સૂર્ય પ્રગટ થયો તેનો સૌને ગ્રામીભૂત કરવાનો સ્વભાવ છે. એટલે કે તે સ્વને જાણે અને જે રાગ હોય તેને પણ જાણે એવો તેનો સ્વભાવ છે. જાણવામાં બધું કોળિયો કરી જાય એવી પ્રગટ થયેલા જ્ઞાનપ્રકાશની શક્તિ છે. જુઓ ! રાગને કરે એ તો છે જ નહિ, પણ રાગ છે માટે તેને (રાગને) જાણે એમ પણ નથી. જ્ઞાનનો એ સહજ સ્વભાવ છે કે તે જાણવામાં રાગ આદિ સર્વને કોળિયો કરી દે. જે કાળે જે જાતનો રાગ અને જે જાતની દેહની સ્થિતિ પોતાના કારણે થાય તે કાળે તે સર્વને અડ્યા વિના ગ્રામીભૂત કરવાનો-જાણી લેવાનો જ્ઞાનનો સ્વભાવ છે.
(૪-૧૧૩) (૬૫૬) છ દ્રવ્ય જ્ઞાનમાં જાણવા લાયક છે માટે વ્યક્તિ છે. તેનાથી ભગવાન આત્મા ભિન્ન છે. છમાં હોવા છતાં છ દ્રવ્યથી ભિન્ન છે માટે તેને સપ્તમ્ દ્રવ્ય કહ્યું છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com