________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્રાન
૨૪૯
તેનો આશ્રય કરતાં રાગદ્વેષમોહનું અજ્ઞાન નાશ પામી ગયું ને જ્ઞાનની અતિ નિર્મળ નિર્વિકાર પવિત્ર દશા પ્રગટ થઈ. અહા! આનું નામ ધરમ; ને આનાથી જન્મ-મરણ મટે એમ છે; બાકી કરોડોનું દાન કરે, મંદિરો બંધાવે, ઉત્સવો કરે ને ગજરથ કાઢે, પણ એ બધો શુભરાગ છે, બધા બહારના ભપકા છે, એનાથી જન્મ-મરણ ના મટે.
અહાહા...! કહે છે-અનાદિથી ૫૨વસ્તુમાં સ્વામીત્વપણે લીન હતો; અને તેથી એને રાગદ્વેષમોહ ને બંધન થતાં હતાં. પણ પરથી ખસીને હવે જ્યાં અંદર સ્વસ્વરૂપમાં-ચિદાનંદ ચિદ્રૂપમાં આવ્યો અને લીન થયો ત્યાં રાગાદિક અજ્ઞાન હઠી ગયું અને અતિ ઉજ્જવળ જ્ઞાનધારા પ્રગટ થઈ. કેવી પ્રગટ થઈ ? તો કહે છે-એવી પ્રગટ થઈ કે હવે તેના ફેલાવને કોઈ આવી શકે નહિ જેમ સૂર્યના પ્રકાશના ફેલાવાને કોઈ (–અંધકાર) રોકી શકે નહિ તેમ સ્વ-આશ્રયે પ્રગટ થયેલી નિર્મળ જ્ઞાનજ્યોતિના ફેલાવને કોઈ રોકી શકે નહિ. (૮-૩૭૦)
(૬૮૭)
ભગવાનનો માર્ગ બહું ઝીણો બાપા! અહા ! એક પળ પણ જેને અંદર આત્મજ્ઞાન થાય તે ભવરહિત થઈ જાય છે; અને આત્મજ્ઞાન વિના કોઈ બાહ્ય ક્રિયાઓ કરી કરીને મરી જાય છતાં એને એક ભવ પણ ન ઘટે; અહા! એ ક્રિયાઓને ભલી માને એ મિથ્યાત્વનો મોટો બગાડ છે, અને અને એ જન્મપરંપરાનું જ કારણ થાય છે. અહા! આ તો ભગવાનની ઓમધ્વનિમાં આવેલી વાત છે. (૮-૪૦)
(૬૮૮ )
ભામો પ્રજ્ઞા વડે જ આવશ્ય છેદાય છે, શું કીધું? કે પ્રજ્ઞા-સમ્યજ્ઞાનની દશા વડે અવશ્ય છેદાય ને બીજી કોઈ રીતે ન છેદાય. અહા! જેમ અંધકાર દૂર કરવાનો ઉપાય પ્રકાશ છે તેમ ભ્રમ-વ્યામોહ છેદવાનો ઉપાય એક સમ્યજ્ઞાન છે. અહા! આત્મા અને રાગને જુદા પાડનારું ભેદજ્ઞાન-સમ્યજ્ઞાન જ ભ્રમ મટાડવાનું સાધન છે. આ જ ધર્મને આ જ મોક્ષમાર્ગ છે.
(૮-૪૧૦)
( ૬૮૯ )
જેમાં રાગનું જ્ઞાન છે એવી વર્તમાન જ્ઞાનની દશા આત્માથી જુદી નથી, પણ રાગ છે તે આત્માથી જુદો છે. મીણમાં સિંહનો આકાર છે તે મીણસ્વરૂપ છે, સિંહ સ્વરૂપ નથી. તેમ ચૈતન્યમય પ્રભુ આત્મામાં રાગનું જ્ઞાન થાય તે જ્ઞાન આત્મસ્વરૂપ છે, રાગસ્વરૂપ નથી. તેથી રાગને જાણનારી તે જ્ઞાનની દશા અંતરમાં સ્વાભિમુખ વળતાં રાગ ભિન્ન પડી જાય છે અને જ્ઞાન જ્ઞાનને (-આત્માને) અનુભવે છે. આનું નામ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. વીતરાગ સર્વજ્ઞ ૫૨મેશ્વરનો માર્ગ અહીંથી શરૂ થાય છે. જેમ વીજળીના ઝબકારામાં સોય પરોવવી હોય તો કેટલી એકાગ્રતા જોઈએ ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com