________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦
અધ્યાત્મ વૈભવ જણાય છે. જ્ઞાનની પર્યાય અંતરમાં વળતાં એટલે કે ચૈતન્યસ્વભાવી આત્માનો અનુભવ થતાં, એમાં રાગનો અનુભવ આવતો નથી પણ તે ભિન્નપણે સ્વયં ઉપલભ્યમાન છે. એટલે શું કહ્યું? કે અનુભવ થતાં, રાગ કે જે પુદગલ છે તે જ્ઞાનમાં સ્વત: ભિન્નપણે જણાઈ જાય છે. બહુ સૂક્ષ્મ વાત ભાઈ ! વસ્તુની સ્થિતિ જ આવી સૂક્ષ્મ છે... અનુભવ છે એ શુદ્ધ જ્ઞાનદર્શનના પરિણામ છે. એ અનુભવમાં, આ ભગવાનની સ્તુતિ, વંદના, ભક્તિ અને પ્રભાવનાનો રાગ ઇત્યાદિ બધી હીં-હો આવતાં નથી પણ ભિન્ન રહી જાય છે. (૩-૨૧૦).
(ર૬૦) જાણવું, જાણવું, જાણવું-એ જાણક એવા ચૈતન્યતત્ત્વનું લક્ષણ છે. અર્થાત્ જ્ઞાનલક્ષણ વડે આત્માને લક્ષ કરીને તેનો અનુભવ થઈ શકે છે, સમ્યગ્દર્શન પામી શકાય છે. અહાહા! જ્ઞાનલક્ષણવડ લક્ષ્ય એવા આત્માને પકડતાં તેનો અનુભવ થાય છે અને તે ધર્મ છે. પરંતુ દયા, દાન, વ્રત કે ભક્તિથી આત્મા પકડાય એમ નથી કેમકે તે કોઈ આત્માનું લક્ષણ નથી
(૩-૨૨૮). (ર૬૧). અહીં તો કહે છે કે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાનસ્વસ્વરૂપ છે, અને તેની વર્તમાન પર્યાયમાં પણ જ્ઞાનઅંશ પ્રગટ છે. હવે જે જ્ઞાનઅંશ પ્રગટ છે તે જ્ઞાનલક્ષ વડે ત્રિકાળી જ્ઞાનસ્વભાવને પકડ અને તેનો અનુભવ કર. એ જ્ઞાનલક્ષણથી અનુભવ થઈ શકશે કારણ કે તે જ્ઞાયકનું વાસ્તવિક લક્ષણ છે. શું કહે છે? જાણવાની પર્યાય વર્તમાનમાં પ્રગટ છે કે નહિ? ન હોય તો “આ શરીર છે, રાગ છે” એમ જાણે કોણ? માટે જ્ઞાનપર્યાય પ્રગટ છે. પરંતુ એ જ્ઞાનપર્યાય પરને જાણે છે. છતાં તે એનું પરનું લક્ષણ નથી. જ્ઞાનપર્યાય તો સ્વદ્રવ્યનું લક્ષણ છે. એને અંતરમાં વાળીને જો તો તને આત્મા દેખાશે, સમ્યગ્દર્શન થશે. (૩-૨૩૦)
(ર૬ર) જ્ઞાનની એકાગ્રતાનો-અનુભવનો વારંવાર અભ્યાસ કરતાં અર્થાત જ્ઞાનસ્વરૂપ પ્રભુ આત્માની એકાગ્રતાનો અભ્યાસ વારંવાર કરતાં રાગ જુદો પડી જાય છે. અભ્યાસ કહો કે અનુભવ કહો, બન્ને એક જ ચીજ છે. આનંદનો નાથ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા છે એની દૃષ્ટિ કરી એમાં અંતર-એકાગ્ર થતાં રાગ ભિન્ન પડી જાય છે, દુઃખની દશા ભિન્ન પડી જાય છે અને આનંદની દશા પ્રગટ થાય છે. જ્ઞાન તે આત્મા છે એવો એનો અભ્યાસઅંતરઅનુભવ કરવો તે જ્ઞાનરૂપી કરવત છે.
જેમ કરવત બે ફાડ પાડે છે તેમ અંતરનો અનુભવ જ્ઞાન અને રાગની બે ફાડ કરી નાખે છે. અહા ! આઠ-આઠ વર્ષના બાળકો કેવળજ્ઞાન લેતા હશે તે કેવું હશે? ભલે આઠ વર્ષનો રાજકુમાર હોય પણ અંતરમાં એકાગ્રતા-અનુભવ દ્વારા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com