________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૧
આત્માનુભૂતિ આત્માના આનંદનો સ્વાદ આવ્યો છે ને? એ સ્વાદનો વારંવાર તે અભ્યાસ કરે છે અને એકાગ્ર-સ્થિત થઈ અંતર્મુહૂર્તમાં પરમાત્મા થાય છે. આત્મા જ્ઞાન અને આનંદની ઉત્કૃષ્ટ લક્ષ્મીનું નિધાન ત્રિકાળ પરમાત્મસ્વરૂપ પદાર્થ છે. એવા આત્માને રાગથી ભિન્ન પાડીને સ્વરૂપમાં એકાગ્ર થવાનો વારંવાર અભ્યાસ કરવો-એમ અહીં કહે છે. રાગને અને આત્માને પૂરા જુદા પાડવા છે ને? એટલે કહે છે કે જ્ઞાનરૂપી કરવતનો વારંવાર અભ્યાસ નચાવવો. વારંવાર અંતર-અનુભવ વડે આનંદના પરિણમનમાં સ્થિત થવું
(૩-૪૪૪) (ર૬૩), પ્રજ્ઞા-બ્રહ્મસ્વરૂપ પ્રભુ આત્મા છે. પ્રજ્ઞા કહેતાં જ્ઞાન અને બ્રહ્મ એટલે આનંદ. આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ પોતે જ છે. તેને અજ્ઞાની બહાર ગોતે છે. પરંતુ આવા જ્ઞાનસ્વરૂપ ચૈતન્યબ્રહ્મ-આત્માનો વારંવાર અભ્યાસ કરતાં ચૈતન્યસ્વરૂપ છે તે જીવ છે અને રાગાદિ અજીવ છે-એમ જીવ અને અજીવ બન્નેનો ભેદ જણાય છે. અને તે કાળે તરત જ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થાય છે. આ સમકિત છે.
(૩-૨૪૫) (ર૬૪) અહીં કહે છે કે સંસારસહિત અથવા સંસારરહિત દશામાં પરનો ભોક્તા આત્મા નથી. સંસારદશામાં પોતાના રાગનો ભોક્તા છે અને નિઃસંસાર દશામાં પોતાની નિર્વિકલ્પ નિર્મળ અનુભૂતિનો ભોક્તા છે. પરંતુ કોઈ અવસ્થામાં પરનો ભોક્તા નથી. અજ્ઞાન ભાવે પણ પરનો ભોક્તા નથી.
દ્રવ્યમાં સામાન્ય અને વિશેષ એમ બે ધર્મો સ્વતંત્ર સિદ્ધ કરવા હોય ત્યારે એમ આવે કે દ્રવ્ય અનુભૂતિની પર્યાયને પણ કરતું નથી. ધ્રુવ ત્રિકાળી છે તે ઉત્પાદવ્યય કરતું નથી.
જ્યારે અહીં તો પરનો ભોક્તા નથી પરંતુ પોતાના રાગનો ભોક્તા અથવા અનુભૂતિની પર્યાયનો ભોક્તા આત્મા છે એમ સિદ્ધ કરવું છે. ભગવાન! તારી અનુભૂતિનો તું ભોક્તા છે પણ કર્મ અને શરીરનો તું ભોક્તા નથી.
દષ્ટિ અપેક્ષાએ અનુભૂતિ જેને પ્રગટ થઈ છે એવો જ્ઞાની રાગનો ભોક્તા નથી. તથાપિ અલ્પકાળમાં જેમને કેવળજ્ઞાન થવાનું છે એવા ભાવલિંગી સંત છઠ્ઠા ગુણસ્થાને હોય ત્યારે જાણે છે કે જેટલું રાગનું પરિણમન થઈ રહ્યું છે તેનો કર્તા અને ભોક્તા હું પોતે છું; પણ પરનો હું કર્તા કે ભોક્તા નથી.
(૪-૧૮૬) (ર૬૫) -સંસારસહિત અથવા સંસારરહિત દશામાં આત્મા પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસો, અન્યને અનુભવતો ન પ્રતિભાસો. જીવ કાં તો રાગને અનુભવે કાં તો પોતાની અનુભૂતિને અનુભવે; પણ પરને તે અનુભવે છે એમ છે જ નહિ. શેરડીના રસને જીવ અનુભવે છે એમ છે જ નહિ. તેના પ્રતિ એને જે રાગ છે તે રાગને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com