________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુ અથવા મુનિ
૪૪૯
કારણ છે. વસ્ત્ર પ્રત્યેનો રાગ-મમતા છે તે નુકશાનનું કારણ છે. દેહની રક્ષાનો રાગ છે, મમતા છે તે નુકશાનનું કારણ છે. તેથી જ કપડાં રાખવાનો રાગ હોય ત્યાં સુધી મુનિદશા હોતી નથી. માર્ગ આ છે ભાઈ. આમાં શું કરવું-શું ન કરવું-તે તો પોતાને નિર્ણય કરવાની વાત છે. અમારી પાસે તો તત્ત્વદષ્ટિની આ વાત છે. જેને જેમ ઠીક પડે તેમ કરે, પણ વસ્ત્ર સહિત મુનિપણું માને-મનાવે તેની નવતત્ત્વની ભૂલ છે. અર્થાત્ તેની મિથ્યાત્વદશા છે. આવી વાત છે. ( ૧૧–૧૭૪ )
(૧૨૫૯ )
પ્રશ્ન:- ગુરુથી જ્ઞાન થતું નથી, ગુરુ જ્ઞાનના દાતા નથી એમ આપ વારંવાર કહો છો, તો પછી ધર્મી પુરૂષો ગુરુ પ્રતિ વિનય-ભક્તિરૂપ કેમ પ્રવર્તે છે?
ઉત્તર:- ગુરુથી જ્ઞાન થતું નથી, ગુરુ જ્ઞાનના દાતા નથી-એ તો સત્ય જ છે. એવી જ વસ્તુસ્થિતિ છે. અહા ! શ્રી ગુરુ આવો વસ્તુસ્વભાવ દેશનાકાળે બહુ પ્રસન્નતાથી શિષ્યને બતાવે છે તો પાત્ર શિષ્ય તેને ઝીલીને ઉત્કટ અંતઃપુરુષાર્થ પ્રગટ કરી અંતઃનિમગ્ન સ્વરૂપ નિમગ્ન થઈ સાધકભાવના અંકુરા એવા સમકિતને ને આનંદને પ્રગટ કરી લે છે. હવે તેને વિકલ્પકાળે શ્રીગુરુ પ્રતિ બહુમાન અને વિનયભક્તિ અંદર હૃદયમાં ઊછળ્યા વિના રહેતાં નથી. સાધકદશા જ આવી હોય છે. અંદર લોકોત્તર આનંદનીદશા થઈ તેને બહા૨માં દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રતિ વિનય ભક્તિયુક્ત પ્રવર્તન હોય જ છે; તેનો વ્યવહાર પણ લોકોત્તર હોય છે.
કોઈઆવી સાધકદશાને જાણે નહિ, ને ‘ગુરુથી જ્ઞાન થતું નથી. ગુરુ જ્ઞાનના દાતા નથી ’ એમ વિચારી શ્રીગુરુ પ્રતિ ઉપેક્ષા સેવે છે તે નિશ્ચયાભાસી સ્વચ્છંદી છે, આનંદને ઝીલવાની તેની પાત્રતા હજુ જાગી નથી. અહો! આવો નિશ્ચય વ્યવહારના સંધિપૂર્વકનો કોઈ અદભુત લોકોત્તર માર્ગ છે. જેને ગુણની-ધર્મની પ્રીતિ છે તેને ગુણવાન ધર્મી પ્રતિ આદર, પ્રમાદ ને પ્રીતિનો ભાવ થયા વિના રહેતો નથી. અંત૨ર્બાહ્ય વિવેકનો આવો મારગ છે ભાઈ! સમજાણું કાંઈ..? (૧૧-૨૦૦)
—
(૧૨૬૦)
અહાહા...! સ્વાનુભવની સિદ્ધિ થતાં, ગુલાબ જેમ લાલ પાંખડીએ ખીલી ઊઠે તેમ, ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા અનંત પર્યાય-પાંખડીએ ખીલી ઊઠે છે. અહા ! મુનિદશાની તો શી વાત! એને તો પ્રચુર સ્વસંવેદનની દશા છે. અહાહા...! પ્રચુર એટલે પુષ્કળ, સ્વ એટલે પોતાથી, સમ્ નામ પ્રત્યક્ષ આનંદનું વેદન-એવી અલૌકિક મુનિદશા છે. એનો જે ઉપાસક થાય તેય સમિકતી થઈ જાય છે; કેમકે જેણે ગુરુને ઓળખ્યા તેણે સાત તત્ત્વ જાણ્યા છે. ને તેણે પોતાના આત્માનેય જાણ્યો-ઓળળ્યો છે. અહાહા...! સાધુ-ગુરુ કોને કહીએ? સ્વરૂપની અતિ ઉગ્ર રમણતા તે સાધુદશા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com