________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪૮
અધ્યાત્મ વૈભવ જાય તો કોઈ પાછળ રોનાર ન હોય. અહાહા....! કેવી અંતર-લીનતા અને કેવું નિર્મમત્વ ! આનંદસાગર આત્મામાં તલ્લીન થવા મહામુનિરાજ ગિરિગુફામાં ચાલ્યા જાય છે; નિશ્ચયથી તો નિજ શુદ્ધાત્મા ચિદાનંદ પ્રભુ છે તે જ ગિરિગુફા છે. ( ૧૧–૩૫ )
(૧૨૫૬)
પ્રશ્ન:- હા, પણ આપ મુનિને માનતા નથી ને ?
ઉત્ત૨:- અરે ભાઈ! અમે તો દિગંબર સંતો-મહામુનિવરોના દાસાનુદાસ છીએ. ત્રણ કષાયના અભાવવાળી અંતરંગમાં અતીન્દ્રિય શાંતિ-આનંદ પ્રગટયાં હોય એવી મુનિદશા તો સાક્ષાત્ મોક્ષમાર્ગ છે. અહા ! આવી મુનિદશાને કોણ ન માને ભાઈ ? અહા ! દિગંબર સંતમુનિવરોની અંતર્બાહ્ય દશા કોઈ અદભુત અલૌકિક હોય છે. પણ બાહ્ય દ્રવ્યલિંગમાત્ર મુનિપણું નથી. આગમ પ્રમાણે બાહ્ય વ્રતાદિનો સાચો વ્યવહાર હોય તે દ્રવ્યલિંગી છે. પણ આગમ પ્રમાણેનો સાચો વ્યવહારેય ન હોય ત્યાં શું કરીએ ? ( ભાવલિંગ તો દૂર રહો). ચોકા લગાવી પોતાના માટે બનાવેલો આહાર લે એમાં તો આગમ પ્રમાણેના ચોખ્ખા વ્યવહારનુંદ્રવ્યલિંગનુંય ઠેકાણું નથી. ભાઈ! કોઈનો અનાદર કરવાની કે કોઈને દુઃખ લગાડવાની આ વાત નથી, પણ તારી ચીજ કેવી છે. મોક્ષમાર્ગનું સ્વરૂપ કેવું છે તે પોતાને સમજવા માટેની વાત છે. ( ૧૧–૭૮ )
(૧૨૫૭)
આચાર્ય કુંદકુંદસ્વામીએ શાસ્ત્રમાં ( અષ્ટપાહુડમાં ) એમ કહ્યું છે કે-વસ્ત્રનો એક ટૂકડો રાખી જે પોતાને મુનિપણું માનશે-મનાવશે તે નિગોદમાં ચાલ્યો જશે. એમ કેમ કહ્યું? કેમકે વસ્ત્રનો ટૂકડો પણ રાખી મુનિપણું ત્રણકાળમાં હોઈ શકે નહિ. વસ્ત્ર રાખવાનો વિકલ્પ શરીર પ્રત્યેની મમતા-મૂર્ચ્યા વિના હોય નહિ, અને મમતા-મૂર્છા વિના હોય ત્યાં ચારિત્ર કેવું? એને ચારિત્ર માનવું એ તો મિથ્યાત્વભાવ છે, ને મિથ્યાત્વનું ફળ પરંપરા નિગોદ છે. શુભભાવ હોય તો સ્વર્ગ મળી જાય, ને તીવ્ર અશુભભાવ હોય તો જીવ નરકે જાય, પણ તત્ત્વની વિરાધનાનું ફળ તો નિગોદ છે. અહા ! તત્ત્વની આરાધનાનું ફળ અનંતસુખધામ એવું મોક્ષ છે, ને તત્ત્વની વિરાધનાનું ફળ અનંત દુઃખમય નિગોદ છે. આવી વાત સમજાય છે કાંઈ...?
( ૧૧–૧૬૪ )
(૧૨૫૮ )
અહાહા..! ભગવાન આત્મા વિકલ્પરહિત (શુદ્ધ) દિગંબર છે. મિથ્યાત્વના અભાવરૂપ પરિણમન કરે ત્યારે જીવ દૃષ્ટિમાં દિગંબર થયો કહેવાય. સમિકતી અને ભાલિંગી મુનિ દિગંબર છે. અહાહા..! અંદરમાં ત્રણ કષાયનો અભાવ અને બારમાં વસ્ત્રનો અભાવ તેનું નામ દિગંબર મુનિદશા છે. જો કે ૫૨દ્રવ્યનો સ્વભાવમાં અભાવ છે, ને પદ્રવ્ય નુકશાન કરતું નથી, પણ તેની મમતા છે તે નુકશાનનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com