________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૫૦
અધ્યાત્મ વૈભવ છે. પ્રવચનસારમાં સાધુને મોક્ષ તત્ત્વ કહ્યું છે. મોક્ષની તળેટીમાં વિરાજે છે ને! અહાહા...! જ્યાંસુધી શુદ્ધ રત્નત્રયની પૂર્ણતા ન થાય ત્યાં સુધી જ્ઞાનનું સાધકપણે પરિણમન છે. તે અપૂર્વ એવું અલૌકિક પરિણમન છે. સમજાય છે કાંઈ....?
(૧૧-૨૨૮) (૧૨૬૧) અહાહા ! આચાર્યદવ કહે છે-અનાદિ કાળથી પુણ્ય-પાપ ને દેહની ક્રિયા મારી એવી ભ્રમણા વડે સંસારમાં ભમતા હતા. પણ હવે અમને અમારા ભગવાન ચિદાનંદઘન પ્રભુનો દષ્ટિ અને જ્ઞાન દ્વારા ભેટો થયો છે. આ સ્થિતિમાં હવે અમને પૂર્ણ પ્રકાશ-કેવળજ્ઞાન પ્રકાળ પ્રાપ્ત થાય એ જ ભાવના છે. હવે અમને પૂર્ણ આનંદના ભોગની ભાવના છે; બીજા વિકલ્પ ને વૃત્તિનું અમારે કામ નથી; પંચમહાવ્રતાદિના વિકલ્પથી અમને કામ નથી. અહાહા.... અમારી ચીજમાં પૂર્ણ ભાવના જ્ઞાનાનંદ સ્વભાવ ભર્યો છે, હવે તે સ્વભાવની પૂર્ણ વ્યક્તતા થાઓ બસ એ જ ભાવના છે. ભવનો અભાવ થઈને અમારી જે નિજ નિધિ-અનંત ચતુષ્ય છે તે પ્રાપ્ત થાઓ; આ સિવાય બીજી કોઈ (સ્વર્ગાદિની) અમને વાંછા નથી. પુણ્ય ઉપજાવીને સ્વર્ગે જાશું એવી વાંછા તો અજ્ઞાનીઓને જ હોય છે; જ્ઞાનીને પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિની જ ભાવના હોય છે.
(૧૧-૨૪૩)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com