________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮
અધ્યાત્મ વૈભવ
દિગંબરમાં દેવ-ગુરુ-શાસ્ત્ર સત્ય છે. દિગંબરોને સત્ય વસ્તુની ખબર નથી. અહીં કહે છે કે સર્વ વિકલ્પોને છોડી દે. અને ત્રિકાળ સચ્ચિદાનંદ ભગવાન આત્માનો એકવાર અનુભવ કર. અરે ભાઈ ! એટલો નિર્ણય તો પ્રથમ કર કે નિર્મળાનંદનો નાથ ત્રિકાળી શુદ્ધ ચિદાનંદ પ્રભુ અંદર બિરાજે છે તેના અનુભવથી સમ્યગ્દર્શન થાય છે. એ સિવાય બહારથી દેવ-ગુરુશાસ્ત્રની શ્રદ્ધા કરવી કે નવતત્ત્વના ભેદની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન નથી. (૪-૨૫૭)
(૫૫૫) અહાહા...વસ્તુ ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વભાવમય છતી મોજૂદગીવાળી ચીજ મહાપ્રભુ છે. તેને જેવી છે તેવી જ્ઞાન અને શ્રદ્ધાનમાં લઈને અનુભવ કરતાં મિથ્યાત્વનો નાશ થઈ સમ્યકત્વ ઊપજે છે.
શ્રદ્ધાની પર્યાય જાણતી નથી. જાણે છે તો જ્ઞાનની પર્યાય. શ્રદ્ધાની પર્યાય સ્વ તરફ ઝુકવાથી દ્રવ્યની શ્રદ્ધા થાય છે. શ્રદ્ધાની પર્યાય અનાદિથી પર તરફ-રાગ અને નિમિત્ત ઝૂકેલી છે. તે શ્રદ્ધાની પર્યાય ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તરફ ઝૂકે તો દ્રવ્ય જ તેની શ્રદ્ધામાં આવે છે અને તેનું જ નામ ધર્મ છે. શ્રદ્ધામાં આ દ્રવ્ય છે એવું જ્ઞાન નથી. શ્રદ્ધાની પર્યાય અંતર્મુખ વળી
ત્યાં આ આત્મા તે જ હું એમ ભગવાન આત્માની પ્રતીતિ થઈ તે સમ્યગ્દર્શન ધર્મનું પહેલું પગથિયું છે. સાથે જે અનુભૂતિ છે તેમાં એનો ખ્યાલ આવે છે.
(૪-ર૬૦). (૫૫૬). આ આત્મા આનંદનો નાથ નિત્યાનંદ પ્રભુ સહજાનંદ પરમાનંદ સદાનંદસ્વરૂપ છે. એવી પોતાની ચીજની અંતરમાં દષ્ટિ થતાં અનુભવમાં જે અતીન્દ્રિય નિરાકુળ આનંદ આવ્યો તે આનંદ સમ્યકષ્ટિના અનુભવની મહોર-છાપ છે. અતીન્દ્રિય આનંદ એ સ્વાનુભવનો ટ્રેડમાર્ક છે. સમ્યકર્દષ્ટિ આનંદની દશાનું વેદન કરે છે. તેને જે રાગ આવે તેને તે જાણે છે પણ દષ્ટિના સામર્થ્યથી તેનો એ કર્તા અને ભોક્તા થતો નથી. અહો! સમ્યગ્દર્શન અલૌકિક છે!
ધર્મીને શુભરાગ આવે છે, પણ ધર્મી રાગને દુ:ખરૂપ હેય જાણે છે. અજ્ઞાની રાગને પોતાનું કર્તવ્ય અને એનાથી પોતાને સુખ થવાનું માને છે. બેની માન્યતામાં આસમાનજમીનનો ફેર છે. તેથી અજ્ઞાની વિકારના કર્તાપણે પરિણમે છે, તો જ્ઞાની વિકારના કર્તાપણે પરિણમતા નથી. અહો ! શું દષ્ટિનું માહાભ્ય!
(૫–૧૪). (૫૫૭) દષ્ટિની અપેક્ષાએ તો સ્વાનુભવની જે નિર્વિકલ્પ દશા એ પણ જીવ નથી. એ દશા તો જીવનો પર્યાયભાવ છે. પર્યાયનો ભાવ છે તે ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં નથી. સમયગ્દર્શન નો વિષય તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે. સમયગ્દર્શનની પર્યાય કે મોક્ષમાર્ગની પર્યાય તે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com