________________
૧૮
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ વૈભવ
(૫૪)
પ્રશ્ન:-- તો ‘ જ્ઞાનળિયાખ્યાન્ મોક્ષ: ' એમ કહ્યું છે ને ?
ઉત્ત૨:- - પણ ભાઈ! જ્ઞાનક્રિયાભ્યામ્ એટલે શું? આત્મા જે ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છે એનું જ્ઞાન કરવું અને તે જ્ઞાનમાં ઠરવું એનું નામ ‘જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષઃ' છે. અહીં તો સંતો એમ જાહેર કરે છે કે પ્રભો! તું પોતે પોતાને જ્ઞાનની પર્યાયથી જણાય એવું તારું સ્વરૂપ છે. લાખ વાતની વાત કે ક્રોડ વાતની વાત આ જ છે. જે જ્ઞાનની પર્યાય પ૨ને જાણવાનું કામ કરે છે તે કાંઈ પરનું લક્ષણ નથી. માટે જાણનારી વર્તમાન પર્યાયને, તે જેનું લક્ષણ એવા જ્ઞાયકસ્વભાવમાં વાળ. તેથી તને શાયકનું સ્વરૂપ વ્યંજિત એટલે પ્રગટ થશે-જણાશે. આવી વાત છે.
અહીં બે વાત કરી છે. જીવતત્ત્વને ચૈતન્યલક્ષણે કરીને જાણવું કેમકે ચૈતન્યપણાને જીવનું લક્ષણ કહ્યું છે અને તે યોગ્ય છે-એક વાત; તથા તે લક્ષણ પ્રગટ છે-બીજી વાત. શું કહ્યું ? કે જાણવાની જે પર્યાય પ્રગટ છે તે જાણવાના પરિણામથી આત્મા જણાય છે અને એનાથી જે જણાય છે તે આત્મા પણ પ્રગટે છે. વર્તમાન જ્ઞાનની પર્યાય જે પ્રગટ છે તે દ્વારા જાણતાં જ્ઞાયક જે શક્તિરૂપે છે તે ‘આ પ્રગટ છે' એમ પ્રગટ જણાય છે. અહાહા ! કેટલું સમાવ્યું છે! થોડા શબ્દોમાં ‘ગાગરમાં સાગર' ભરી દીધો છે. દિગંબર સંતોએ – કેવળીના કેડાયતીઓએ શું ગજબ કામ કર્યાં છે! તેઓ જિનેશ્વ૨૫દ અલ્પભવમાં જ પામવાના છે.
( ૩–૨૩૧ )
(૫૫ ) પ્રશ્ન:-- પરંતુ હમણાં તે કેમ જણાતો નથી ?
ઉત્તર:- તેને જાણવા માટે જેટલી ગરજ જોઈએ તેટલી ગરજ ક્યાં છે? જે ઉપયોગથી તે પકડાય તે ઉપયોગ ક્યાં પ્રગટ કરે છે? સ્થૂળ ઉપયોગથી આત્મા પકડાતો નથી પણ સૂક્ષ્મ ઉપયોગથી તે પકડાય છે. અજ્ઞાની ઉપયોગને સૂક્ષ્મ કરતો નથી તેને આત્મા જણાતો નથી. ન્યાયથી વાત છે ને! જ્ઞાયક તરફ ઢળેલી મતિ-શ્રુતજ્ઞાનની પર્યાય તે સૂક્ષ્મઉપયોગ છે. એ સૂક્ષ્મ-ઉપયોગ વડે જ જ્ઞાયક આત્મા પકડાય છે અરે! કેટલાક તો વ્રતતપ કરવામાં અટકયા છે. તો વળી કેટલાક દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિમાં કલ્યાણ છે એમ માની અટકયા છે. બન્નેય એક જાતના મિથ્યાત્વમાં અટકેલા છે. તેને કહે છે કે ભાઈ! વર્તમાન જ્ઞાનપર્યાય, જે લક્ષણ છે તેને જ્ઞાયક ભણી વાળી દે તો તને આત્મા અવશ્ય જણાશે. (૩–૨૩૨ )
(૫૬)
ચૈતન્યલક્ષણ ચળાચળતારહિત છે અને સદા મોજૂદ છે. અહાહા! તે ચૈતન્યલક્ષણ સ્વમાંથી ખસીને જડમાં કે રાગમાં જાય એવું નથી, અને તે સદા હયાતી ધરાવે છે, ત્રિકાળી જ્ઞાનલક્ષણ તો ધ્રુવ છે. તેને વર્તમાન જ્ઞાનલક્ષણથી-જ્ઞાનપર્યાયથી જાણતાં જણાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com