________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન આત્મા
૧૭
કંઈકનું કંઈક કરીને જીવન અફળ કરીને સંસારમાં-અનંતકાળની રખડપટ્ટીમાં ચાલ્યા જાય છે! (૩–૨૨૬)
(૫૦)
અહાહા! ભગવાન આત્મા અંદર ચૈતન્યનું બિંબ પ્રભુ જ્ઞાનનો ગાંઠડો છે. એમાંથી અનંત અનંત કેવળજ્ઞાનાદિ પ્રગટે તોપણ કાંઈ ખૂટે નહિ એવો એ જ્ઞાનનો રસકંદ છે. એ તો જ્ઞાનનું મૂળ છે જેમાંથી જ્ઞાન અખૂટપણે નીકળ્યા જ કરે આવો આત્મા વર્તમાન જ્ઞાનની પર્યાય વડે જણાય છે. એટલે કે વર્તમાન જ્ઞાનની પર્યાય જ્ઞાયકસ્વભાવી આત્માનું લક્ષ કરે ત્યાં ‘આ જ્ઞાયબિંબ છે' એમ આત્મા જણાય છે. આનું નામ સભ્યજ્ઞાન છે. આ જ્ઞાનની ક્રિયા એ ધર્મની ક્રિયા છે. આ પ્રમાણે જ્ઞાનલક્ષણ એ આત્માનું સમુચિત એટલે યોગ્ય લક્ષણ છે.
(૩–૨૨૯)
(૫૧)
ગજબ વાત ! અહા ! આત્મા તો ‘અજાયબઘર' છે. તે અનંતગુણોરૂપ અજાયબી ઓથી ભરપુર છે. વર્તમાન જ્ઞાનપર્યાય તેને જાણે, પણ ત્યાં જે જણાય છે તે જ્ઞાન (આત્મા) તો અહાહા! અનંત અને અમાપ છે. (૩–૨૨૯)
(૫૨ )
ભગવાન આત્મા જ્ઞાનાનંદ કંદ પ્રભુ છે, તે અનાદિનો એવો ને એવો છે. તેને વર્તમાન જ્ઞાનલક્ષણ-જ્ઞાનની પર્યાય ‘આ ચીજ આવી છે' એમ પ્રગટ કરે છે.
પ્રશ્ન:-- પણ આવો આત્મા દેખાતો નથી ને?
ઉત્ત૨:- - ભાઈ ! એને તું અંદર દેખવા જાય છે જ ક્યાં? દેખવા જાય તો દેખાય ને? જ્ઞાનનેત્ર ઉઘાડીને અંદર જુએ તો દેખાય ને? ભાઈ ! ‘આત્મા નથી દેખાતો ’, ‘મને હું નથી દેખાતો ’ એવો નિર્ણય કર્યો કોણે ? એવો નિર્ણય કર્યો શામાં? એવો નિર્ણય પોતે જ્ઞાનની પર્યાયમાં કર્યો છે, અને એ જ જ્ઞાન આત્મા છે. એ જ્ઞાનની પર્યાયને પકડીને અંદર જા તો આનંદનો નાથ ભગવાન જરૂર દેખાશે. બાપુ! આ તો જન્મમરણના ચક્રાવાનો અંત લાવવાની અપૂર્વ વાત છે. બાકી બીજું બધું (વ્રત, તપ આદિ ) તો ઘણું કર્યું છે. (૩–૨૩૦)
(૫૩)
રાગના કાળે, રાગથી ભિન્ન જે જ્ઞાનની પર્યાય છે એનાથી આત્મા જણાય એવો છે. અહાહા જ્ઞાનની પર્યાય રાગને પણ જાણે છે છતાં જ્ઞાન એ રાગનું લક્ષણ નથી. જ્ઞાનનું, રાગ લક્ષણ નથી અને રાગનું, જ્ઞાન લક્ષણ નથી. જ્ઞાન તો ભગવાન ચૈતન્ય સ્વભાવમય આત્માનું લક્ષણ છે અને તેણે (જ્ઞાન પર્યાય ) જીવ તત્ત્વને પ્રગટ કર્યું છે. અહાહા ! કેવી અજબ વાત !
(૩–૨૩૧ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com