________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬
અધ્યાત્મ વૈભવ જ અનંતાનુબંધી કષાયનો તથા તે સંબંધી અવિરતિ અને યોગભાવનો પણ ક્ષય થઈ ગયો હોય છે તેથી તેને તે પ્રકારનો બંધ થતો નથી. જુઓ! જયચંદ પંડિત થોડો વધુ ખુલાસો કરે છે કે પરમાણુની (જડકર્મની) -મિથ્યાત્વકર્મની સત્તા છે એનો ક્ષય થતી વખતે ક્ષાયિક સમ્યગ્દષ્ટિને અનંતાનુબંધી કષાયનો ક્ષય થાય છે તથા તે સંબંધી અવિરતિનો પણ નાશ થાય છે. વળી સમ્યગ્દર્શન થતાં કષાય થવાનું છે તે પ્રકારનું યોગ-કંપન (યોગગુણની વિકૃત અવસ્થા) હતું તે પણ નાશ થયું છે કેમકે અયોગગુણ-અકંપસ્વભાવનો એક અંશ ત્યારે પ્રગટ થયો છે. અહીં એમ કહે છે કે સમ્યગ્દર્શન થતાં અનંતગુણનો અંશ પ્રગટ થાય છે અને સાથે તે તે પ્રકારના અવગુણનો અંશ પણ નાશ પામે છે.
ચોથે ગુણસ્થાનકે ગૃહસ્થાશ્રમમાં આત્માના ચારિત્રગુણનો વ્યક્ત અંશ પ્રગટ થાય છે અને તેથી તે પ્રકારના (અનંતાનુબંધી) કષાયનો પણ નાશ થાય છે. ઔપશમિક સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ તેમ જ અનંતાનુબંધી કષાયો માત્ર ઉપશમમાં સત્તામાં જ હોવાથી સત્તામાં રહેલું દ્રવ્ય ઉદયમાં આવ્યા વિના તે પ્રકારના બંધનું કારણ થતું નથી. ઉપશમ સમકિતમાં મિથ્યાત્વનો ઉદય થતો જ નથી. ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિને પણ સમ્યક્રમોહનીય સિવાયની છે પ્રકૃતિઓ વિપાક-ઉદયમાં આવતી નથી. તેથી તે પ્રકારનો બંધ થતો નથી. ક્ષયોપશમ સમકિતીને મિથ્યાત્વ, મિશ્ર અને અનંતાનુબંધીની ચાર એમ છ પ્રકૃતિઓનો ઉદય જ નથી. સમ્યક મોહનીયનો જરી ઉદય છે પણ એનો કોઈ બંધ નથી.
(૬-૩(૧) (૫૭૭). અહા ! જેની એક એક ગુણ-શક્તિ પરિપૂર્ણ છે એવા દ્રવ્યસ્વભાવનું અને સમયે સમયે સ્વતંત્રપણે થતી પર્યાયોનું સમ્યગ્દષ્ટિને યથાર્થ જ્ઞાન હોય છે. જે રીતે દ્રવ્ય-ગુણ-પર્યાય છે તે રીતે એનું જ્ઞાન કરીને દ્રવ્યની દષ્ટિ-પ્રતીતિ કરવામાં આવે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. સમય સમયની પર્યાય પ્રત્યેક પોતાના કાળે થાય છે. એવો નિર્ણય કરનારની દૃષ્ટિ દ્રવ્યસ્વભાવમાં જાય છે અને એ સમ્યગ્દર્શન છે.
(૬-૩૦૩) (પ૭૮) અહીં સમ્યગ્દષ્ટિની વાત ચાલે છે. અહા ! સમ્યગ્દષ્ટિ કોને કહીએ? ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ પરિપૂર્ણ ધ્રુવ સદા પરમાત્મસ્વરૂપે અંદર બિરાજમાન છે. પરંતુ જીવે પોતાના ધ્રુવસ્વભાવનું અવલંબન કદી લીધું નથી; અને ધ્રુવના અવલંબન વિના તેને પરનુંપર્યાયનું જ અવલંબન અનંતકાળથી છે. ત્યાં પર્યાયનું લક્ષ છોડી જે પોતાના ચિદાનંદઘન સ્વરૂપ પરમાત્મદ્રવ્યની અંતર્દષ્ટિ કરી તેમાં લીન થાય છે તે સમ્યગ્દષ્ટિ છે. અહાહા...! એક સમયની વ્યક્ત પર્યાયથી ભિન્ન ત્રિકાળી ભગવાન જ્ઞાયકદેવ આનંદરસકંદ પ્રભુ સદા જાણવા-દેખવાના સ્વભાવે અંદર રહેલો છે તેના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com