________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૧
કર્યા કરવાથી બંધન છૂટે નહિ. પણ આયુધ વડે તે બંધનને બેડીને તોડે તો તૂટે.
તેમ આત્મામાં રાગ-દ્વેષ-મોહનું બંધન છે, અને તે દુઃખદાયક છે. પણ એટલા વિચારમાત્રથી કાંઈ બંધન છૂટે નહિ. વળી બંધનની ચિંતા કર્યા કરવાથી પણ બંધન છૂટે નહિ. પરંતુ ભેદવિજ્ઞાનરૂપી સુબુદ્ધિ પ્રગટ કરી રાગ અને જ્ઞાનને જુદા કરે તો બંધન છૂટે. સમ્યજ્ઞાનરૂપી તીક્ષ્ણ પ્રજ્ઞાછીણી વડે પુણ્ય-પાપના ભાવ અને ભગવાન આત્મા ભિન્ન પડે છે. તો આવું ભેદ-વિજ્ઞાન પ્રગટ કરે તો તે બંધનથી છૂટે છે.
કેટલાક લોકો જીવોની દયા પાળો, વ્રત પાળો, ત૫ કરો, ભક્તિ કરો-તે વડે ધર્મ થઈ જશે એમ કહે છે પણ એમની તે વાત ખોટી છે. તેઓ બંધનના કારણને ધર્મનું કારણ માને
જેમ લોખંડની બેડી તીક્ષ્ણ આયુધ વડે છેદતાં બંધન તૂટે છે તેમ પ્રજ્ઞાછીણીને રાગ ને જ્ઞાનની સાંધમાં પટકતાં બન્ને છુટાં પડી જાય છે અને બંધન તૂટે છે. પુણ્ય-પાપથી મારી ચૈતન્યસ્વરૂપ ચીજ ભિન્ન છે એમ જાણી પોતાની ચીજમાં જ્ઞાનને એકાગ્ર કરવું એ પ્રજ્ઞાછીણી છે અને એ જ મોક્ષનો ઉપાય છે.
(૮-પ૩૮) (૯૩૪) અહાહા..! અંદર આત્મા ચૈતન્ય મહાપ્રભુ શુદ્ધજ્ઞાનપ્રકાશનો પૂંજ છે. એ તો જ્ઞાનપણે પ્રકાશે કે રાગમાં અટકીને રાગને કરે ને રાગને વેદે? જે રાગ છે તે ભાવબંધ છે, અને જડ કર્મનો બંધ નિમિત્ત છે. અહીં કહે છે-જ્ઞાનપરિણત જીવ રાગ અને જડ કર્મબંધને દૂર રહી પૃથકપણે જાણે છે...
જેમ જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા એકલા જ્ઞાનપ્રકાશનો પુંજ ત્રિકાળ અતિ છે, એમ રાગાદિ બંધ પણ વર્તમાન અસ્તિ છે. અવસ્થામાં બંધ છે જ નહિ એમ નથી. પણ સમ્યગ્દષ્ટિ ધર્મી જીવ તે રાગાદિ બંધભાવને દૂર રહીને જાણે છે, તેમાં ભળીને તેને કરે કે તેને વેદે એમ
(૯-૯૫ ) (૯૩૫). ભગવાન આત્મા શુદ્ધ આનંદકંદ પ્રભુ છે, તેને રાગનો બંધ થાય તે અજ્ઞાનનું માહાભ્ય છે. શું કીધું? પોતાના સ્વરૂપનું ભાન નથી એવું જે અજ્ઞાન તે બંધનું કારણ છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ સદા અબંધસ્વરૂપ છે, તે રાગને સ્પર્શતો નથી. તથાપિ પ્રકૃતિ સાથે તેને જે બંધ થાય છે તે અજ્ઞાનનું માહાભ્ય છે.
ભાઈ ! તારી પર્યાયમાં તારી ભૂલથી તને બંધન છે. ભૂલ શું? કે પોતે પોતાને જાણો નહિ, પોતાના સ્વસ્વરૂપને જાણું નહિ તે ભૂલ છે અને તેથી બંધન છે. બંધન છે ત્યારે તો એનાથી છૂટવારૂપ મોક્ષમાર્ગનો ઉપદેશ આપીએ છીએ. જે બંધન હોય જ નહિ તો મોક્ષ કાજે શુદ્ધાત્માને ધ્યાઓ” એમ ઉપદેશ કેમ દઈએ? પર્યાયમાં બંધન છે, અને એનાથી છૂટવાનો ઉપાય પણ છે. – પણ તેટલો જ આખો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com