________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
उ४०
અધ્યાત્મ વૈભવ શું કીધું? કે જો આત્મા પરભાવને-શુભાશુભ રાગને ગ્રહણ કરે તો તેને ચોરીનો અપરાધ થાય છે, માટે તેને બંધની શંકા-ભય થાય જ. પણ જે પરભાવને ગ્રહે જ નહિ, એક શુદ્ધ આત્માને જ અનુભવે તે નિરપરાધી છે અને તેથી તેને બંધનની શંકા-ભય કેમ થાય? તેને બંધનનો ભય થતો નથી.
(૮-૪૭૮) (૯૩૧) અહા ! વીતરાગ પરમેશ્વરની અકષાય કરુણાથી આવેલી આ વાણી સાંભળ તો ખરો પ્રભુ! વ્રત કરવાં ને તપ કરવાં ને ચોવિહાર કરવો-એ બધી ક્રિયા તો રાગ છે, તે અપરાધ છે, ગુન્હો છે, ચોરી છે. અહા ! તે અપવિત્ર, અશુદ્ધ, બાધક ને વિરાધક ભાવ છે. તે બંધનું કારણ છે. એક ભગવાન આત્મા જ પરમ પવિત્ર અબંધ છે.
(૮-૪૮૧) (૯૩ર) સાપરાધ એટલે શુદ્ધ એક નિત્યાનંદ-ચિદાનંદ પ્રભુ આત્માને છોડીને જે પુણ્ય-પાપના ભાવને પોતાના માને છે અને એનાથી પોતાને લાભ માને છે એવો આત્મા અનંત અનંત પુદ્ગલપરમાણમય કર્મોથી બંધાય છે. અહા ! જે ચીજ પોતાની નથી તેને પોતાની માને તે પ્રાણી ચોર છે, અપરાધી છે. તે નિયમથી કર્મો વડે બંધાય છે.
પરંતુ નિરપરાધ એટલે રાગરહિત જે જ્ઞાનાનંદમય પોતાની ચીજ તેની દૃષ્ટિ કરી તેમાં જ જે જીવ રમે છે તેને કદાપિ બંધન થતું નથી. અહાહા! અશુદ્ધ ઉપયોગરૂપ પુણ્ય-પાપના ભાવથી રહિત જે શુદ્ધ ઉપયોગી છે તે આત્મા નિરપરાધી છે. એને બંધનનો કદી સ્પર્શ નથી. ધર્મી જીવ પોતાની જ્ઞાનાનંદસ્વરૂપ શુદ્ધ ચૈતન્યસત્તાને સ્પર્શે છે, અનુભવે છે; પણ બંધનને એટલે કે જે રાગભાવ આવે છે તેને સ્પર્શતો નથી.
અહો ! સંતોએ અતિ સ્પષ્ટ ઘોષણા કરી છે કે જે આત્મા પુણ્ય-પાપના અશુદ્ધ ભાવનું સેવન કરે છે તે અપરાધી-ગુન્હેગાર છે, અને તે નિરંતર કર્મથી બંધાય છે. અને જે આત્મા પુણ્ય-પાપથી રહિત શુદ્ધ એક ચૈતન્યના ઉપયોગમય, પૂરણ જ્ઞાન, પૂરણ આનંદ ઇત્યાદિ અનંત શક્તિઓથી ભરેલો, સદા એકરૂપ, ભૂતાર્થ શુદ્ધ ચિઘન આત્માને “સાધુ” નામ સમીચીન પણે જેવી ચીજ છે તેને તે પ્રમાણે જ જાણીને-એની સેવન કરે છે તે નિરપરાધી છે ને તેને બંધન થતું નથી; તે બંધનને-રાગને સ્પર્શતો નથી. આવી વાત છે! સમજાણું કાંઈ...?
(૮-૪૯૧) (૯૩૩) કોઈ પુરુષ લોખંડની સાંકળના દઢ બંધનમાં પડ્યો હોય અને વિચારે કે બંધન મહા દુઃખકારી છે. તો એટલા વિચારમાત્રથી બંધન છૂટે નહિ. વળી બંધનની ચિંતા જ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com