________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યજ્ઞાન
૨૪૭ શું કીધું? કે શબ્દશ્રતનું જ્ઞાન સમ્યજ્ઞાનનું કારણ નથી. અહાહા...! મોક્ષનું કારણ એવું જે સમયજ્ઞાન તે શબ્દશ્રુતના આશ્રયે થતું નથી. હવે સન્શાસ્ત્ર કોને કહેવાય એનીય ખબર ન મળે ને જે તે કલ્પિત શાસ્ત્રોનો કોઈ અભ્યાસ રાખે એ તો બધા પાપના વિકલ્પ ભાઈ ! આ તો ભગવાન કેવળીની વાણી અનુસાર રચાયેલાં શાસ્ત્રોનું જ્ઞાન પણ સમ્યજ્ઞાનનુંઆત્મજ્ઞાનનું કારણ નથી એમ કહે છે. શાસ્ત્રોજ્ઞાન વિકલ્પ છે ને? પુણ્યભાવ છે, એનાથી પુણ્યબંધ થાય છે પણ આત્મજ્ઞાન નહિ. જુઓ, અભવ્યને શાસ્ત્રજ્ઞાનની-આચારાંગ આદિ અગિયાર અંગ સુધીના જ્ઞાનની-યાતી છે પણ શુદ્ધ આત્માના અભાવને લીધે જ્ઞાનનો અભાવ છે; અર્થાત્ એને શુદ્ધ આત્માનો આશ્રય નહિ હોવાથી કદીય સમ્યજ્ઞાન થતું નથી.
અહાહા...! આત્મા શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ એકલો જ્ઞાનનો પિંડ છે. શું કીધું? કે જેમ સક્કરકંદ ઉપરની છાલ ન જુઓ તો અંદર એકલી મીઠાશનો પિંડ છે તેમ ભગવાન આત્મા શાસ્ત્રજ્ઞાનના-વ્યવહારજ્ઞાનના વિકલ્પથી ભિન્ન અંદર એકલો જ્ઞાનનો પિંડ શુદ્ધ જ્ઞાનઘન પ્રભુ છે, પણ અહા! પાણીના પૂરની જેમ શાસ્ત્ર ભણી જાય એવું શાસ્ત્રજ્ઞાન હોવા છતા શુદ્ધ જ્ઞાનઘન પ્રભુ આત્માના આશ્રયના અભાવે અભવ્ય જીવને જ્ઞાનનો-મોક્ષના કારણભૂત સમ્યજ્ઞાનનો અભાવ છે. મારગ બહુ ઝીણો ભાઈ ! હવે આવી વાતું કાનેય ન પડે તે બિચારા શું કરે?
(૮-૨૮૨) (૬૮૩) અહા! આવું મનુષ્યપણું મળ્યું, કાંઈક પહોળો-પહોંચતો ક્ષયોપશમ થયો, ને એમાં જો શુદ્ધ તત્ત્વની અંતરમાં સમજણ ન કરી તો શું કર્યું ભાઈ ? અહા! શુદ્ધ આત્માનું જ્ઞાન ન કર્યું તો એણે કાંઈ ન કર્યું; આખી જિંદગી એળે ગઈ. અરે? જીવન (આયુ) તો પૂરું થશે અને દેહ છૂટી જશે ત્યારે તું ક્યાં રહીશ પ્રભુ? મિથ્યાજ્ઞાનમાં રહેવાનું ફળ તો અનંત સંસાર છે ભાઈ ! એકલો દુ:ખનો સમુદ્ર!
અહા ! આચાર્ય કહે છે-અંદર શુદ્ધ વિજ્ઞાનઘન પ્રભુ આત્માના જ્ઞાનના અભાવને લીધે શાસ્ત્રજ્ઞાનનો સદ્દભાવ હોવા છતાં અભવ્યને જ્ઞાન નથી. એથી એમ નક્કી થયું કે શાસ્ત્રજ્ઞાન કાંઈ (લાભદાયી) નથી; આત્મજ્ઞાન જ જ્ઞાન છે. હવે લૌકિક જ્ઞાન ને અજ્ઞાનીઓએ કહેલાં કલ્પિત શાસ્ત્રોનું જ્ઞાન એ તો ક્યાંય રહી ગયાં. એ તો બધાં અજ્ઞાન અને કુશાન જ છે. અહીં તો આ ચોખ્ખી વાત છે કે જેમાં ભગવાન આત્માનો આશ્રય નથી તે કાંઈ નથી, એ બધું અજ્ઞાન જ છે.
(૮-૨૮૩) (૬૮૪) જોયું? શું કહે છે? કે સમ્યજ્ઞાનનો શુદ્ધ આત્મા જ એક આશ્રય છે. “શુદ્ધ આત્મા જ' -એમ કહીને બીજું બધું કાઢી નાખ્યું. આ સમ્યક એકાંત કર્યું છે. અહા ! સમ્યજ્ઞાનને એક આત્મા જ આશ્રય છે, બીજું કાંઈ નહિ-શાસ્ત્રજ્ઞાનેય નહિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com