________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૬
અધ્યાત્મ વૈભવ (સંસાર દશામાં ) મલિન થાય છે. અગાઉ વાત કરી હતી કે અમુક ગુણની પર્યાયમાં અશુદ્ધતા થાય છે, બધા અનંત ગુણ કાંઈ અશુદ્ધરૂપે થતા નથી. અમુક દર્શન, ચારિત્ર, આનંદ ઇત્યાદિ ગુણની પર્યાયમાં અશુદ્ધતા થાય છે, પણ આ તો જ્ઞાન કરવા માટે છે, મતલબ કે જ્ઞાની એને જાણે છે બસ. (તદ્રુપ થતો નથી ) દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિમાં તો પ્રદેશત્વ ને જ્ઞાન આદિ ગુણની અશુદ્ધતાની દશાનો અભાવ જ છે. ( ૧૧–૧૬૦)
(૬૩૦)
જેને દ્રવ્યદૃષ્ટિ અંદ૨ ખીલી ગઈ તેને પછી પડવાની-ખસવાની વાત જ નથી. જો દ્રવ્યનો નાશ થાય તો દ્રવ્યદૃષ્ટિનો પડે; પણ દ્રવ્ય, વસ્તુ જે એક જ્ઞાયકસ્વભાવ છે તે તો અનંતશક્તિનો પિંડ પ્રભુ ત્રિકાળ વિધમાન છે. આવા દ્રવ્યની પ્રતીતિ થઈ, ને જ્ઞાનની પર્યાયમાં તેનું જ્ઞાન થયું પછી એ જ્ઞાન પડી-છૂટી જાય એવી દ્રવ્યમાં તો કોઈ શક્તિ નથી અર્થાત્ દ્રવ્ય-ગુણમાં એવું કોઈ કારણ નથી.
-નિશ્ચયથી સંસાર જે ઉદયભાવ છે તેનો ધર્મીની પર્યાયમાં અભાવ છે. આવાં દ્રવ્યગુણ-પર્યાયની પ્રતીતિ થાય તેનું નામ સમ્યગ્દર્શન છે. આ જ્ઞાનપ્રધાન શૈલીથી કથન છે. શેય અને જ્ઞાયકની યથાર્થ પ્રતીતિ તેનું નામ સમ્યગ્દર્શન છે; -આ જ્ઞાનપ્રધાનવ્યાખ્યા થઈ. એક ભૂતાર્થની શ્રદ્ધા તે સમયગ્દર્શન છે-આ દર્શનપ્રધાન વ્યાખ્યા છે.
(૧૧–૧૭૩)
(૬૩૧ )
શક્તિ એટલે ગુણ. એકેક ગુણ-એમ અનંત ગુણ દ્રવ્યના આશ્રયે રહેલા છે. ત્યાં આ ગુણ ને આ ગુણી-એવા ભેદની દૃષ્ટિ છોડીને ત્રિકાળી શુદ્ધ અભેદ એક દ્રવ્યની દૃષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે. અહા ! ત્રિકાળી એક દ્રવ્યસ્વભાવની દૃષ્ટિ કરતાં દ્રવ્ય નિર્મળપણે પરિણમી જાય છે ને તેમાં ગુણનું પરિણમન ભેગું જ સમાય છે, ગુણનું કાંઈ જુદું પરિણમન થાય છે એમ નથી. આમાં ન્યાય સમજાય છે? ધ્યાન દઈને સમજવું પ્રભુ!
શક્તિનું એકરૂપ તે દ્રવ્ય છે. દ્રવ્ય પરિણમતાં ભેગા ગુણો પરિણમે છે, આમાં ૨હસ્ય છે. ગુણ ઉ૫૨ દૃષ્ટિ દેવાથી ગુણનું પરિણમન થતું નથી, પણ ગુણનો આશ્રય જે એક દ્રવ્ય છે તે દ્રવ્ય ઉ૫૨ દૃષ્ટિ દેવાથી દ્રવ્યનું પરિણમન થાય છે, ને તેમાં ભેગું ગુણનું પરિણમન સમાઈ જાય છે, દ્રવ્યથી અલગ ગુણનું સ્વતંત્ર પરિણમન થતું નથી, અર્થાત્ દ્રવ્ય (નિર્મળ ) ન પરિણમે અને ગુણ પરિણમી જાય એમ બનતું નથી.
ગુણભેદની દ્રષ્ટિ કરવાથી ગુણનું પરિણમન સિદ્ધ થતું નથી. ગુણના લક્ષ ગુણ (નિર્મળ ) પરિણમતો નથી, ભેદના લક્ષે તો રાગ જ થાય છે. પ્રવચનસારમાં ‘જ્ઞાનનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com