________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૯
સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય) બિરાજે છે. અની દષ્ટિ અને અનુભવ થતાં પર્યાયમાં પરમાત્મપદ પ્રગટ થાય છે. દેવ-ગુરુશાસ્ત્રને માને, નવ તત્ત્વના ભેદ જાણે એ કાંઈ સમ્નગ્દર્શન નથી તો આત્માની પ્રતીતિરૂપ છે, સૂક્ષ્મ પર્યાય છે. આનંદના સ્વાદ ઉપરથી જ્ઞાનીને તેનો ખ્યાલ આવે છે. પહેલું સમ્યગ્દર્શન થાય, પછી સ્વરૂપમાં વિશેષ એકાગ્ર થઈ સ્થિર થાય તે સમ્યક્રચારિત્ર છે. સમ્યગ્દર્શન વિનાનાં વ્રત, તપ ચારિત્ર એ બધાં એકડા વિનાનાં મીંડા છે.
(૧-૧૨૧) (૪૯૪) સમ્યગ્દર્શન થતાં અનુભવ થાય તેની મહોર-છાપ શું? તો કહે છે આનંદનો સ્વાદ આવે તે સમ્યગ્દર્શનની મહોર-છાપ છે. પરથી લક્ષ હઠાવી, દયા, દાનના જે વિકલ્પ રાગ છે ત્યાંથી લક્ષ હટાવી, દર્શન-ગુણ-ચારિત્રના ગુણભેદનું લક્ષ છોડી જ્યાં અભેદસ્વભાવમાં લક્ષ જાય ત્યાં અનુભવ પ્રગટ થાય છે, તેનું નામ સમ્યગ્દર્શન છે. એ સમ્યગ્દર્શન થતાં સુંદર આનંદ સહિત જ્ઞાનતરંગો ઊછળે છે. ત્યારે “આત્મા’ એનો યથાર્થ અર્થ સુંદર રીતે સમજાય છે.
(૧-૧૨૧) (૪૯૫) જેમ લાખ મીંડાં લખો પણ આગળ એકડો ન હોય તો કેટલી સંખ્યા બને? કોઈ સંખ્યા ન બને. એકડા વિનાના લાખ મીંડાની કાંય કિંમત નથી, તેમ સમ્યગ્દર્શન વિના વ્રત કરે, તપ કરે, સામાયિક કરે, પણ એ બધું થોથેથોથાં છે. એ ક્રિયાઓમાં રાગ મદ હોય તો પુણ્ય બંધાય, ધર્મ ન થાય.
વ્રત, તપ, આદિ પુણ્ય અનંતવાર કર્યો, પણ શુદ્ધનય અને તેનો વિષય જે ત્રિકાળ, એકરૂપ ધ્રુવ આત્મા તેને જાણ્યો નહીં તેથી સમ્યગ્દર્શનાદિ ધર્મ થયો નહીં. તેથી આવું ભવભ્રમણનું દુ:ખ ઊભું રહ્યું છે. ભવભ્રમણમાં દેવના ભવ કરતાં અનંતગુણા નિગોવદ સહિત તિર્યંચના ભવ થયા છે. એક સમ્યગ્દર્શન વિના જીવને સંસારનાં અનંત ભવ-પરિભ્રમણની અકથ્ય વેદના ભોગવવી પડી છે.
(૧-૧૨૨) (૪૯૬) અહાહા....! આ આત્મા અખંડ, એકરૂપ, શુદ્ધ સામાન્ય, ધ્રુવ અનુભવગોચર વસ્તુ છે. તેની સન્મુખ થઈ તેને સ્વસંવેદનજ્ઞાન દ્વારા જે પ્રત્યક્ષ જાણે-અનુભવે તે સમ્યગ્દષ્ટિ જીવ છે. તેને કેવળી ભગવાન અને ઋષીથરો ભાવશ્રુતકેવળી કહે છે.
(૧-૧૨૭) (૪૯૭) જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. ત્રિકાળી પૂર્ણ આનંદસ્વરૂપ જે જ્ઞાયકભાવ, છતો પદાર્થ, શાશ્વત ચીજ આત્મા છે તે ભૂતાર્થ છે. જે જીવ તેનો આશ્રય કરે એટલે કે તેની સન્મુખ થાય તે નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com