________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય).
૧૯૫ છે. તે રાગથી ભિન્ન પડી સ્વભાવસમ્મુખ થતાં અવતાર થતા નથી. તિર્યંચ પણ સ્વભાવને પકડીને સમ્યગ્દર્શન પામે છે. નવ તત્ત્વનાં નામ ભલે ન આવડે પણ આત્માના સ્વભાવને પકડી અનુભવ કરતાં તેને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે અને તે સંવર છે, તથા જેના આશ્રયે આવ્યો તે ચૈતન્યસ્વભાવમય જીવ છે-એમ તેને ભાવ-ભાસન થાય છે. આ અંતરની ચીજ છે તે કાંઈ વાદવિવાદથી પાર પડે એમ નથી.
(૪-૧૫૪) (૫૪૮) ખરેખર પરપદાર્થમાં સુખ છે જ નહિ. ધર્મી સમકિતી જીવને પૈસા, આબરૂ, સ્ત્રી ઇત્યાદિ પરમાંથી સુખબુદ્ધિ ઊડી ગઈ છે. પરમાં-રાગમાં, લક્ષ્મીમાં, સ્ત્રીસંગમાં, સુખ નથી એમ એને નિશ્ચય થયો છે. એ તો માને છે કે ત્રિકાળ આનંદસ્વરૂપ મારું સ્વરૂપ છે અને એના આશ્રયે પ્રગટ જે અતીન્દ્રિય આનંદ તેનો હું ભોક્તા છું. સમ્યગ્દર્શનમાં જ્ઞાનીને સનું દર્શન થયું છે. સત્ નામ પૂર્ણાનંદનો નાથ ચૈતન્યસ્વભાવમય વસ્તુ જે ત્રિકાળી સત્ છે તેનાં પ્રતીતિ અને જ્ઞાન થયાં છે. અહાહા...! સમ્યક શ્રદ્ધાન-જ્ઞાનની એની એક સમયની પર્યાયમાં પરિપૂર્ણ વસ્તુની પ્રતીતિ અને એનું જ્ઞાન આવ્યાં છે. પરિપૂર્ણ વસ્તુ પર્યાયમાં આવી નથી પણ એનું સામર્થ્ય પ્રતીતિમાં અને જ્ઞાનમાં આવ્યું છે. આવો સમક્તિ જીવ ત્રિકાળ આનંદસ્વરૂપ સ્વયંજ્યોતિ સુખધામ એવા ભગવાન આત્માના આનંદને ભોગવે છે.
જ્ઞાનીને સાધકદશામાં રાગનું જે પરિણમન છે. તે દષ્ટિનો વિષય નથી. દષ્ટિ અને દષ્ટિનો વિષય તો અભેદ નિર્વિકલ્પ છે.
(૪-૧૮૪ ). (૫૪૯) દર્શનપાહુડમાં આવે છે કે હે સકર્ણ! સમ્યગ્દર્શન વિનાનો જીવ વંદન યોગ્ય નથી. એટલે જેની શ્રદ્ધામાં ભૂલ છે, અને હું રાગનો કર્તા છું, દેહાદિ પરદ્રવ્યની ક્રિયા કરી શકું છું, દેશ, કુંટુંબ આદિને સુધારી શકું છું અને દેશસેવા એ ધર્મ છે-એમ જેની માન્યતા છે તે સમ્યગ્દર્શનથી રહિત છે. આવા સમ્યગ્દર્શનથી રહિત અજ્ઞાની વંદન લાયક નથી કેમકે વંસમૂનોઘો ' ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. “ચરિતમ્ વનુ ઘમ્મો' ચારિત્ર સાક્ષાત્ ધર્મ છે, પરંતુ જેમ મૂળ વિના વૃક્ષ હોતું નથી તેમ સમ્યગ્દર્શન વિના ચારિત્ર હોતું નથી. (૪-૨૧૦)
(૫૫૦) દ્રવ્યદૃષ્ટિએ પરિણામ અને પરિણામી અભેદ છે, અને પર્યાયદષ્ટિએ ભેદ છે. શુદ્ધ પરિણામ હો કે અશુદ્ધ પરિણામ હો, રાગના પરિણામ હો કે અરાગના પરિણામ હો. દ્રવ્યદૃષ્ટિથી પરિણામ અને પરિણામી અભેદ છે, અને પર્યાયદષ્ટિથી ભેદ છે.
શ્રી પંચાસ્તિકાયની ગાથા ૧૫ માં આવે છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, આદિ બધા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com