________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન આત્મા
૪૫ તો જેમ ચક્રવર્તીને કોઈ ભૂલથી વાઘરણ પરણી હોય તે પોતે મહારાણી છે તોપણ જૂની ટેવ પ્રમાણે ગોખમાં ટોપલી મૂકીને કહે–બટકું રોટલો આપજો બા! –તેમ આ મોટો ચૈતન્યચક્રવર્તી પૂરણ આનંદનો નાથ પ્રભુ પોતે છે છતાં પોતાની પ્રભુતાના ભાન વિના ભિખારીની પેઠે બહારથી–પરથી માગે કે-સુખ દેજો મને. આ ભોગમાંથી – વિષયમાંથી-પૈસા-ધૂળમાંથી સુખ માગે છે.
(૮-૧૦૩) (૧૩૦) અહાહા.! ભગવાન તું વસ્તુ છો કે નહિ? અનંત-અનંત ગુણનું વાસ્તુ એવી તું વસ્તુ છો પ્રભુ! તારી પ્રભુતાની તને ખબર નથી પણ જેમાં અનંત શક્તિઓ એકપણે વસેલી છે એવો તું અનંત ગુણોનું સંગ્રહાલય-ગોદામ ભગવાન આત્મા છો. જેમ ગળપણ સાકરનો સ્વભાવ છે તેમ જ્ઞાન અને આનંદ તારો સ્વભાવ છે નાથ! એમાંથી કાઢવું હોય તેટલું કાઢ, તોય કદી ખૂટે નહિ એવો તારો બેહદ સ્વભાવ છે. આવો જ્ઞાનાનંદરૂપ સ્વરૂપલક્ષ્મીનો અખૂટ ભંડાર પ્રભુ તું, અને આ દેહમાં ને રાગમાં ને વિષયોમાં ક્યાં મૂંઝાઈ ગયો ! એનાથી (દેહ, રાગ ને વિષયોથી) હું સુખી છું એ વાત (–અધ્યવસાય) જવા દે પ્રભુ! આનંદનો ભંડાર તું પોતે છે એમાં જા. આ બીજાની દયા કરું, ને બીજાને દાન દઉં ને બીજાની ભક્તિ કરું એમ રાગનો અભિપ્રાય છોડી દે; અને પોતાની દયામાં, પોતાને દાન દેવામાં ને પોતાની ભક્તિમાં પોતાને લાગાવી દે. આ તારા હિતનો માર્ગ છે.
(૮-૧૦૪). (૧૩૧) અહાહા...! આત્મા દિવ્ય શક્તિમાન પ્રભુ વીતરાગી પરમાનંદથી ભરેલો અનંત શક્તિઓનો ભંડાર ચિત્યમત્કારસ્વરૂપ ભગવાન છે. તેને “આ પરનું કરું' એવો મિથ્યા અધ્યવસાય જંજીર નામ જેલ છે.
(૮-૧૭૫) (૧૩૨) ભાઈ ! તારે દુઃખથી મુક્ત થઈને સુખી થવું હોય તો એ વ્યવહારના આશ્રયની દૃષ્ટિ છોડીને એક શુદ્ધ નિશ્ચયમાં દષ્ટિ જોડી દે. અહા! અંદર નિર્મળાનંદનો નાથ જ્ઞાનાનંદનો દરિયો સદાય ભગવાન જ્ઞાનસ્વરૂપે રહેલો છે તેને ભાળ્યા વિના આ બધા મોટા મોટા રાજાઓ, રાજકુંવરો, શેઠિયાઓ અને દેવતાઓ દુઃખી છે ભાઈ ! અંદર જે રીતે ભગવાન જ્ઞાયક (દ્રવ્ય), જ્ઞાનગુણ ને જ્ઞતિક્રિયાવાળો ભગવાન આત્મા છે તેને તે રીતે માન્યા વિના સર્વ સંસારી જીવો દુઃખી છે. માટે ભગવાન ! તારી દષ્ટિને ભગવાન જ્ઞાયકમાં જોડી દે.
અહાહા...! ભગવાન જ્ઞાયકભાવ દ્રવ્ય, જ્ઞાનગુણ અને અનંતગુણની નિર્મળ પર્યાય જ્ઞતિક્રિયા-એ પોતાનું સ્વ ને પોતે એનો સ્વામી છે. આ જ્ઞાનની પ્રધાનતાથી સ્વજ્ઞયની વાત છે. દષ્ટિની પ્રધાનતામાં તો જે એકનો આશ્રય કરવા યોગ્ય છે, તથા જે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com