________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યક્ચારિત્ર
૨૭૯
આત્માને રાગનો ત્યાગ કરવો એ તો નામમાત્ર છે. સમયસાર, ગાથા ૩૪માં આ વાત આવી ગઈ છે કે આત્માને પરભાવના ત્યાગનું કર્તાપણું નામમાત્ર છે. પોતે તો જ્ઞાનસ્વભાવ છે. સ્વ ને સ્વને ૫૨ને ૫૨ જાણ્યું ત્યાં પરભાવ ઉત્પન્ન થયો નહિ તે જ ત્યાગ છે. આ રીતે (સ્વરૂપમાં ) સ્થિર થયેલું જ્ઞાન તે જ પ્રત્યાખ્યાન નામ ત્યાગ છે, અને તે જ ચારિત્ર છે, ધર્મ છે. ભાઈ ! જ્ઞાન જ્ઞાનમાં (જ્ઞાનસ્વભાવમાં) સ્થિર રહે એ સિવાય બીજો કોઈ ભાવ ચારિત્ર નથી.
(૯-૩૬૪ )
( ૭૬૩)
-અપોહક અપોહક જ છે-એ નિશ્ચય છે, બસ રાગના અભાવસ્વભાવરૂપ જ ભગવાન આત્મા છે. આવા નિજ સ્વરૂપમાં ઠરીઠામ રહેવું બસ એ જ ચારિત્ર છે. બાકી રાગનો ત્યાગ કરવો એમ કહૌએ એ તો કથનમાત્ર છે, પરમાર્થે રાગના ત્યાગનું ન એને શોભતું નથી; કેમકે જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ પોતે પોતામાં ઠર્યો ત્યાં રાગ ઊપજ્યો જ નહિ તેને રાગનો ત્યાગ કર્યો એમ કથન માત્ર કહેવાય છે.
અહાહા...! આવી વાતુ ચારિત્રની બાપા ! ચારિત્રતો કોઈ અલૌકિક ચીજ છે ભગવાન ! ચારિત્રવંત મુનિરાજ તો પંચપરમેષ્ઠીમાં ભળેલો છે પ્રભુ! અહાહા...! ધન્ય અવતા૨! એવા મુનિવરનાં અહીં આ કાળે દર્શન પણ દુર્લભ થઈ પડયાં છે! ભાઈ! ચારિત્ર એક આત્માનો ગુણ છે; પણ ચારિત્ર આત્માનું છે–એવા ભેદથી શું સિદ્ધિ છે? કાંઈ જ નહિ. માટે અપોહક અપોહક જ છે-એ નિશ્ચય છે. અહાહા..! પરના અને રાગના અભાવસ્વભાવસ્વરૂપ ભગવાન આત્મા-તેની દષ્ટિ કરી તેમાં જ સ્થિર રહેવું તેનું નામ મોક્ષમાર્ગ છે; બીજી કોઈ રીતે મોક્ષમાર્ગ નથી.
આ રીતે અહીં એમ બતાવ્યું કેઃ
૧. આત્મા પરદ્રવ્યને અપોઢે છે અર્થાત્ ત્યાગે છે-એ એ વ્યવહારકથન છે; ૨. આત્મા જ્ઞાનદર્શનમય એવા પોતાને ગ્રહે છે એમ કહેવામાં પણ સ્વ-સ્વામી
અંશરૂપ વ્યવહાર છે;
૩. અપોહક અપોહક જ છે-એ નિશ્ચય છે.
(૯-૩૬૭)
( ૭૬૪ )
‘વૃત્તિ વસ્તુ ધો’
અહાહા! પરિણતિ આનંદસ્વરૂપી બાગમાં કેલિ કરે એનું નામ ચારિત્ર છે અને તે ધર્મ છે. અહાહા...! આનંદધામ પ્રભુ આત્મારામ છે; તેમાં પોતે અતીન્દ્રિય આનંદના સ્વાદની ૨મતુ કરે એનું નામ ચારિત્ર છે. ભાઈ! સમ્યગ્દર્શનમાં અલ્પ આનંદનો સ્વાદ છે, જ્યારે ચારિત્રમાં તો સ્વરૂપ-રમણતાનું અતિ ઉગ્ર આનંદનું વેદન હોય છે. આવું ચારિત્ર તે ધર્મ છે અને તે સમ્યગ્દષ્ટિને જ હોય છે. અહાહા...! ધ્રુવધામને ધ્યેય બનાવી ધધકતી ધુણી ધીરજથી ધખાવે તે ધર્મીને ધન્ય છે. આવો વીતરાગનો મારગ છે. (૯-૩૮૨ )
-
Please inform us of any errors on rajesh@AtmaDharma.com