________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૯
મોક્ષમાર્ગ-રત્નત્રય
આનો તેઓ એવો અર્થ કરે છે કે ગમે તે જાતિ અને વેશ હોય છતાં મોક્ષ થઈ જાય, પણ એ બરાબર નથી. વેશ-બાહ્યલિંગ તો નગ્નદશા જ અને પંચમહાવ્રતાદિ હોય, પણ એનો પક્ષ મોક્ષમાર્ગ નથી એમ વાત છે. અન્ય વેશ તો બાહ્ય લિંગ જ નથી. અન્યવેશમાં મુક્તિ થઈ જાય એમ ત્રણકાળમાં નથી; ચંડાળ જાતિ, સ્ત્રી જાતિ, અને વસ્ત્રસહિત વેશ હોય અને મોક્ષ થઈ જાય એમ કદીય બનતું નથી. આ ભગવાન કુંદકુંદાચાર્યનો પોકાર છે. વસ્ત્રસહિત મુનિપણું ત્રણકાળમાં હોઈ શકતું નથી. નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્ર એ એક જ મોક્ષમાર્ગ છે, અને બાહ્યલિંગ પણ એક જ છે.
(૧૦-૨૪૪) (૪૬૭) વળી ગુરુની ભક્તિ કરતાં કરતાં મુક્તિ થઈ જાય એમ કેટલાક કહે છે તે પણ ખોટું છે. ગુરુ પ્રત્યેનાં વિનય-ભક્તિનો શુભરાગ જરૂર આવે, પણ એનાથી મુક્તિ થઈ જાય, રાગ કરતાં કરતાં વીતરાગતા થઈ જાય એ ત્રnકાળમાં સત્યાર્થ નથી.
અંતરંગમાં નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટયો હોય તેને વ્રતાદિ વ્યવહારના વિકલ્પ હોય છે, અને તેને બાહ્ય નિમિત્ત જાણી વ્યવહારથી સાધન કહે છે, પણ જેને અંતરંગમાં નિશ્ચય પ્રગટ જ નથી તેનાં વ્રતાદિ સાધન કેમ હોય? વ્યવહારથી પણ તે સાધન કહેવાતાં નથી. આવી વાત વ્યવહારના પક્ષવાળાને ન બેસે, પણ શું થાય? આવો જ માર્ગ છે; બેસે કે ન બેસે, આ સત્ય છે. તેથી કાંઈ વ્રતોને છોડાવ્યાં છે એમ આશય નથી, પણ વ્રતોનું મમત્વ, વ્રતાદિ મોક્ષમાર્ગ છે એવો મિથ્યા અભિપ્રાય છોડાવ્યા છે. અહીં આશય એમ છે કે વ્રતોનું મમત્વ, છોડી પરમાર્થ મોક્ષમાર્ગમાં જોડાવાથી મોક્ષ થાય છે, કેવળ ભેખમાત્રથી-વ્રતમાત્રથી મોક્ષ નથી. સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન-રમણતા–સ્થિરતા બસ એક જ મોક્ષમાર્ગ છે, તેમાં જ જોડાવાથી મોક્ષ થાય છે. એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ. અહીં તો કેવળ બાહ્ય વેશથી મોક્ષમાર્ગ નથી એમ સિદ્ધ કરવું છે. બાહ્યવેશ ગમે તે હોય એમ નહિ, બાહ્ય વેશ તો દિગંબર નગ્નદશા જ હોય, પણ કેવળ એનાથી મોક્ષમાર્ગ અને મોક્ષ થાય એમ છે નહિ; તેને સાધન કહ્યું છે એ તો આરોપથી ઉપચારથી કહ્યું છે.
(૧૦-૨૪૫) (૪૬૮) અરે ભાઈ ! તને આ સંસારની હોંશુ કેમ આવે છે. “હોંશીડા મત હોંશ કીજીએ.' ભાઈ ! રાગ અને પરમાં તને હોંશ-ઉત્સાહુ આવે છે તે છોડી દે. તારું વીર્ય પરમાં–રાગમાં જોડાઈને ઉલ્લસિત થાય છે ત્યાંથી પાછું વાળ, પ્રજ્ઞાના ગુણ વડ તારા વીર્યને સ્વસ્વરૂપમાં વાળી તું પોતાને મોક્ષપંથમાં સ્થાપ....
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com