________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૦
અધ્યાત્મ વૈભવ અહાહા! ભગવાન! તું અનાદિઅનંત અમાપ-અમાપ શક્તિનો સાગર પ્રભુ છો. અહાહા...! અંદર જ્ઞાનાનંદનો અમાપ... અમાપ દરિયો પ્રભુ તું છો. માટે શાંત ચિત્તે સ્વપરના વિવેકપૂર્વક પોતાની પ્રજ્ઞાના ગુણ વડ અર્થાત્ અંતર્મુખ પ્રજ્ઞાની પર્યાય વડે અમાપનું માપ (-જ્ઞાન) કરી લે પ્રભુ! અહાહા...! પ્રજ્ઞાના ગુણ વડે તું પોતાને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં એવો સ્થાપ કે ત્યાંથી કદી ચળે નહિ.
અરે! અનંતકાળે આવો મોંઘો મનુષ્યભવ મળ્યો છે ને પ્રભુ! હવે આડોડાઈ ક્યાં સુધી? શુભરાગથી ધર્મ થાય એ આડોડાઈ હવે છોડી દે. પરલક્ષે જે શુભભાવ થાય તે સંસાર છે, તે ચોરાસીના અવતારની ખાણ છે; અને અંદર તું અતીન્દ્રિય આનંદની ખાણ છો ને પ્રભુ ! માટે કહે છે-ભાઈ ! પરની હોંશુથી પાછો વળ; પોતાની પ્રજ્ઞાના ગુણ વડે ત્યાંથી પાછો વાળી ને નિજાભાને દર્શનજ્ઞાનચારિત્રરૂપ મોક્ષ પંથમાં સ્થાપ. ભાઈ ! હોંશ કરવા લાયક તારી ચીજ અંદર પડી છે તેની હોંશ કર. અહા ! આવો ઉપદેશ !! અહો ! આ સમયસાર તો ભરતક્ષેત્રનો ભગવાન છે. આવી અલૌકિક ચીજ બીજે ક્યાંય છે નહિ. (૧૦-૨પર)
(૪૬૯) અહા ! કહે છે- “સ્થાપ નિજને મોક્ષ પંથે... !' ભાઈ ! તને આ મોંઘુ (આકરું) લાગે પણ આ સમયે જ છૂટકો છે. અરે! જીવો દેહાદિ અનિત્યની મમતા કરી-કરીને દેહ છોડી પરલોકમાં ક્યાંયના ક્યાંય ચાલ્યા જશે! એવા સ્થાનમાં જશે જ્યાં ન કોઈ સગું ન કોઈ વહાલું હશે, ન ખાવા દાણા ન પીવા પાણી હશે, ન પહેરવા વસ્ત્ર ન રહેવા મકાન હશે. આ જીવ છે એમ કોઈ ઓળખશે પણ નહિ એવાં મહા દુ:ખનાં સ્થાનોમાં ચાલ્યા જશે. માટે હું ભાઈ ! તું અનિત્યનો પ્રેમ છોડી નિજ નિત્યાનંદ-જ્ઞાનાનંદ પ્રભુ આત્માની રુચિ કર; પોતાની પ્રજ્ઞાના ગુણ વડે આત્માને ત્યાંથી પાછો વાળી દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થાપ.
ભાઈ ! વ્યવહારના રાગથી પુણ્યબંધ અવશ્ય થશે, પણ એનો તું પક્ષ રુચિ કરે એ તો મિથ્યાત્વ છે બાપા! તારા વ્યવહારથી લોક રાજી થશે, પણ તારો આત્મા રાજી નહિ થાય. જો આત્માને રાજી (આનંદિત, સુખી) કરવો છે તો કહે છે-પોતાની પ્રજ્ઞાના ગુણ વડે જ ત્યાંથી (વ્યવહારથી) પોતાને પાછો વાળીને નિર્મળ જ્ઞાન-દર્શન-ચારિત્રમાં સ્થાપ; એવો સ્થાપ કે કદીય ચળે નહિ. મોક્ષ લઈને જ રહે. બાકી વ્યવહારની ક્રિયાઓ કરતાં કરતાં મોક્ષ થઈ જશે એમ ત્રણકાળમાં છે નહિ, લ્યો, આ એક પદનો અર્થ થયો.
(૧૦-રપ૩) (૪૭૦). જુઓ, દ્રવ્યના સ્વભાવના આશ્રયે ક્ષણે ક્ષણે દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ ઊપજે છે. દ્રવ્યના સ્વભાવના વશે જે પરિણામો ઊપજે છે તે નિર્મળ રત્નત્રયનાં પરિણામ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com