________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન આત્મા
૧૩
ઊછળી રહ્યો છે એવા ભગવાન આત્મામાં હે ભવ્ય જીવો! તમે અત્યંત નિમગ્ન થાઓ જેથી શાંતપણું એટલે ચારિત્રની શાંતિની દશા અને અનંત આનંદરૂપ સુખની દશા એવી ઉત્કૃષ્ટદશાપણે ભગવાન આત્મા પર્યાયમાં પરિણમી જશે, અહો! શું વાણી ! શું સમયસાર!
(૨-૨૨૯)
(૩૮)
શુભભાવથી રહિત આત્મા ચૈતન્યસ્વરૂપ છે એમ વ્યવહારશ્રદ્ધામાં એણે માન્યું હતું, વ્યવહા૨શ્રદ્ધામાં એટલે અચેતન શ્રદ્ધામાં (રાગમાં) માન્યું હતું. પણ વસ્તુ જે ત્રિકાળ આનંદનો નાથ પ્રભુ એકલો જ્ઞાયકસત્ત્વપણે બિરાજમાન છે તેનું અંતરમાં માહાત્મ્ય કર્યું નહિ. માહાત્મ્ય એને પુણ્ય અને પાપમાં રહી ગયું. એણે એમ તો સાંભળ્યું હતું કે આત્માનું શુદ્ધ વેદન કરે તે આત્મા છે, પણ એ પુણ્ય-પાપ સહિતના વેદનની ધારણા હતી. જે જ્ઞાયક અખંડ ચૈતન્યશક્તિ નિત્યાનંદરૂપ ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ એકાકાર એ જ ખરેખર આત્મા છે. પર્યાયમાં એનો સ્વીકાર કરીને આ ચૈતન્યતત્ત્વ એ જ હું છું એમ વેદન કર્યા વિના આ હું છું એમ વિકલ્પમાં ધારણા કરી હતી. પરંતુ પ્રત્યક્ષ વેદન કરીને એમાં અહંપણું એણે ન કર્યું. સ્વભાવની અંતરમાં જઈને ‘આ હું છું' એવી પ્રતીતિ કરી નહિ. અંતરમાં જઈને એટલે કાંઈ વર્તમાન પર્યાય ધ્રુવમાં એક થઈને એવો તેનો અર્થ નથી. અંતરમાં જઈને એટલે સ્વસન્મુખ થઈને. પર્યાય જ્યારે ધ્રુવની સન્મુખ થાય છે ત્યારે પરિપૂર્ણ તત્ત્વનો પ્રતિભાસ થાય છે. ( ૩–૧૮ )
( ૩૯ )
અરે ભાઈ! આત્મા કોઈ અલૌકિક વસ્તુ છે!! એ તો ભગવત્સ્વરૂપ ૫રમાત્મારૂપ સમયસાર છે. ત્રિકાળ ધ્રુવ ૫૨માનંદસ્વરૂપ ચિહ્નન વસ્તુ છે તે ભૂતાર્થ છે, સત્ય છે. અને તે જ આત્મા અને સમયસાર છે.
ભાઈ! આ વાત ઝીણી છે. પણ પ્રયત્ન કરે તો સમજાય તેવી છે. ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમેશ્વરનાં આ વચનો છે તે સંતોએ પ્રસિદ્ધ કર્યાં છે. તેનું વાચ્ય બહુ ઊંડું અને રહસ્યમય છે. ગંભીર કથન છે! શું કહે છે? કે પૂર્ણાનંદનો નાથ નિત્યાનંદ ધ્રુવ પ્રભુ વિકારના, રાગના વિસ્તારમાં વ્યાપે તે અશક્ય છે. આ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ શુભભાવો હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, કામ, ક્રોધાદિ અશુભભાવો તથા અસંખ્યાત મિથ્યાત્વના ભાવો-એમ અસંખ્ય પ્રકારના વિકારી ભાવો તેમાં સત્યાર્થ શુદ્ધ ચીજવસ્તુ વ્યાપતી નથી કેમકે તે અનાદિ અનંત ધ્રુવ એકસ્વરૂપ છે. સર્વજ્ઞ સિવાય ક્યાંય મળે એમ નથી. અહો ! દ્રવ્યસ્વભાવ શું અદ્ભુત પારલૌકિક ચીજ છે!!
આ
વાત બીજે
( ૩-૫૬ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com