________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨
અધ્યાત્મ વૈભવ કારણ કે જ્ઞાનીને ભગવાન આત્માનું જ્ઞાનમાં પ્રત્યક્ષ વેદન થઈ ગયું છે, અનુભવ થઈ ગયો છે.
(૨-૧૬ર) (૩૪) અહાહા ! ભગવાન આત્માની સત્તા-હોવાપણું પરમેશ્વરપણાના સ્વભાવથી ભરેલું છે. અનંત સામર્થ્યમંડિત એક એક શક્તિ એમ અનંત શક્તિ ગુણ-સ્વભાવથી ભરેલો પરમેશ્વર પોતે છે. તે સર્વ સામર્થ્યનો ધરનાર અનંતબળથી ભરેલો ભગવાન છે. એવા પોતાના પરમેશ્વર આત્માને પોતે ભૂલી ગયો હતો તેને યાદ કરીને જાણી લે છે. એનામાં નજર કરતાં ક્ષણમાં નારાયણ થાય એવી તાકાતવાળો એ જણાય છે. ભાઈ ! શક્તિમાં જો પરમેશ્વરપણું ન હોય તો પર્યાયમાં ક્યાંથી આવે? કૂવામાં ન હોય તો અવેડામાં ક્યાંથી આવે ?
આત્મામાં જ્ઞાનનું સામર્થ્ય પૂર્ણ છે, દર્શનનું સામર્થ્ય પૂર્ણ છે. એવા અનંતગુણોના પૂર્ણ સામર્થ્યવાળો પ્રભુ આત્મા છે. આત્મામાં પ્રભુતાનો ગુણ છે. તેના નિમિત્તે અનંતગુણોમાં પ્રભુતાનું રૂપ છે.
(૨-૨૧૭) (૩૫) આવો “સિદ્ધ સમાન સદા પદ મેરો' – જેનું સદાય સિદ્ધ સમાન પદ એવા પોતાના સચ્ચિદાનંદ પરમેશ્વરને ભૂલી ગયો હતો તે જ્યાં આત્માનું ભાન થયું ત્યાં વિકાર અને પરને ભૂલી ગયો. પહેલાં આત્મા ભૂલી ગયો હતો, હવે આત્મામાં નજર કરતાં જે પુણ્યપાપને અને પરને પોતાના માન્યા હતા તેને ભૂલી ગયો. હવે તેણે જાણી લીધું કે પોતાની શાંતિ અને આનંદનો લાભ રાગ અને પરમાંથી નહિ પણ પોતાના પરમેશ્વર આત્મામાંથી મળે છે.
(૨-૨૧૯) (૩૬) ભગવાન આત્મા એક સમયમાં પૂર્ણ-પૂર્ણ-પૂર્ણ અનંત ગુણોનું એક પાત્ર છે. અનંત ગુણોથી ભરપૂર ભરેલો તે ભગવાન ઉપાદેય છે–એમ ભગવાનની વાણીમાં આવ્યું છે. તે એક આદરણીય છે, તે એક સ્વીકાર કરવા લાયક છે, તે એક સત્કાર કરવા યોગ્ય છે. પ્રભુ! તું એની પૂજા કર, એની આરતી ઉતાર. તારા નિર્મળ પરિણામની ધારાથી એક એની ભક્તિ કર, એને ભજ.
(૨-૨૨૮) (૩૭). ભગવાન આત્મા જ્ઞાન અને આનંદ આદિ અનંત ગુણથી ભરેલો શાન્તરસનો સમુદ્ર છે. એને ઉપાદેય કરી એમાં એકાગ્ર થતાં વિભ્રમનો નાશ થઈને શક્તિનો જે સંગ્રહ છે. તે પર્યાયમાં બહાર આવ્યો છે. પૂનમને દિવસે જેમ દરિયો ભરતીમાં પૂરો ઊછળે છે તેમ આ પૂર્ણ વસ્તુ પૂર્ણપણે ઊછળી રહી છે. અહાહા ! આચાર્ય કહે છે શાંતરસ જેને ઉત્કૃષ્ટપણે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com