________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩. શુદ્ધોપયોગ
( ૩૨૧ )
૧. ‘શુદ્ધમ અવલંવનસ્વાત્।' ત્રિકાળી જ્ઞાનકસ્વરૂપ જે ધ્રુવ તેના અવલંબનથી શુદ્ધપયોગરૂપ ધર્મ પર્યાયમાં પ્રગટ થાય છે.
૨. ‘શુદ્ધ ધ્યેયસ્વાત્’ અશુદ્ઘનય ભલે બારમા ગુણસ્થાન સુધી હો, પૂર્ણ શુદ્ધતા ભલે હજી ન હો, પણ જ્યાં પૂર્ણાનંદ શુદ્ધને ધ્યેય બનાવી પર્યાય પ્રગટી ત્યાં શુદ્ધોપયોગરૂપ ધર્મ હોય છે.
૩. ‘ શુદ્ધ સાધત્વાત્।' શુદ્ધ ઉપયોગ જે ત્રિકાળ છે-તેને સાધન કરતાં પર્યાયમાં શુદ્ધપયોગરૂપ ધર્મ પ્રગટ થાય છે. બારમા ગુણસ્થાનથી નીચે અશુદ્ઘનયનું સ્થાન છે તોપણ શુદ્ધનું આલંબન, શુદ્ધનું ધ્યેય, અને શુદ્ધનું સાધકપણું હોવાથી શુદ્ધોપયોગરૂપ વીતરાગી પર્યાય પ્રગટ થાય છે-અર્થાત્ ત્યાં હોય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ વીતરાગી પર્યાય છે અને એ જ ધર્મ છે. વીતરાગી પર્યાયનું નામ જૈનધર્મ છે. ( ૧૯૮૪ )
(૩૨૨ )
અબદ્દસૃષ્ટને અબદ્ધસૃષ્ટ સ્વભાવ દેખાતો નથી. અબદ્ધસૃષ્ટ એ તો ત્રિકાળી વસ્તુ છે. એવા ત્રિકાળી વસ્તુ તરફ નિર્મળ જ્ઞાનની પર્યાય ઝૂકે છે ત્યારે અબદ્ધસૃષ્ટનો અનુભવ થાય છે. એને શુદ્ધપયોગ કહે છે. ત્રિલોકનાથ જિનેન્દ્રદેવનું જિનશાસન એ શુદ્ધપયોગ છે. એ શુદ્ધોપયોગ આત્માને અબદ્ધત્કૃષ્ટ એટલે બંધરહિત અને ૫૨ના સ્પર્શરહિત, અન્યપણા રહિત નામ અનેરી નરનારકાદિ ગતિ રહિત, ચળાચળતા રહિત કહેતાં વૃદ્ધિ-હાનિ રહિત, વિશેષ રતિ એટલે ગુણ-ગુણીના ભેદ રહિત અને અન્યના સંયોગ રહિત એટલે કર્મ અને કર્મના નિમિત્તે જે વિકાર, દુઃખ થાય છે એનાથી રહિત એમ પાંચ ભાવોથી રહિત દેખે છે.
(૧–૨૨૫ )
(૩૨૩)
અત્યારે વળી કોઈ કહે છે કે-શુદ્ધોપયોગ તો અત્યારે છે જ નહિ, શુભોપયોગ જ છે.
અરે ભાઈ! જો શુદ્ધપયોગ નથી તો સ્વ-અનુભૂતિ જ નથી, કેમકે ચોથે ગુણસ્થાને જે અનુભૂતિ થાય છે તે શુદ્ધોપયોગમાં જ થાય છે. તેથી જો શુદ્ધોપયોગ ન હોય તો, એ અર્થ થયો કે ત્યાં ચોથું ગુણસ્થાન જ નથી; છઠ્ઠું તો ક્યાંય રહ્યું, શુદ્ધપયોગ વિના તો ચોથું ગુણસ્થાનેય નથી. અહા ! પણ અજ્ઞાનીને ક્યાં જવાબદારીથા વાત કરવી છે? એને તો વાદવિવાદ કરવો છે. પણ ભાઈ ! વાદવિવાદથી કાંઈ સાધ્ય નથી. સમજાણું કાંઈ...?
( ૭–૩૩૬ )
Please inform us of any errors on rajesh@Atma Dharma.com