________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૪
અધ્યાત્મ વૈભવ સમ્યગ્દષ્ટિએ અનુભવી, આદરી, સત્કારી, સ્વીકારી વા ઉપાદેયપણે ગ્રહણ કરી તેને કર્મબંધન થતું નથી, અહાહા....! નિજ ચૈતન્યવસ્તુના અત્યાગથી કર્મબંધન થતું નથી. (૬-૩૪૬ )
(૮૮૬) ભગવાન પૂર્ણાનંદનો નાથ ચૈતન્ય મહાપ્રભુ જેને ઉપાદેયપણે અનુભવ્યો તે ત્યાગવાયોગ્ય નથી. સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માના ત્યાગથી જ-એનો અનાદર-અરુચિ કરવાથી જ બંધન છે. સ્વભાવનો ત્યાગ એ જ બંધન છે અને એનો અત્યાગ એ જ અબંધન અર્થાત્ મુક્તિ છે.
(૬–૩૪૬) (૮૮૭) કહે છે-જે કોઈ બંધાયા છે તે ભેદજ્ઞાનના અભાવથી અર્થાત્ આસ્રવભાવથી બંધાયા છે. આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અતીન્દ્રિય અનાકુળ જ્ઞાન અને આનંદનો ભંડાર છે. આવા આત્માને પુણ્ય-પાપના ભાવ વડે પર્યાયમાં બંધ થાય છે. આ દયા, દાન, ભક્તિ ઇત્યાદિનો ભાવ બધો રાગ છે, આસ્રવ છે, વિકાર છે, વિભાવ છે અને એ જ બંધ છે, એક આત્મજ્ઞાન જ અબંધ છે.
(૬-૪૩૮) (૮૮૮) જ્ઞાની શુભાશુભ પરિણામની મધ્યમાં રહેલો હોય છતાં તેને કર્મ બંધાતું નથી. કેમ? કેમકે શુભાશુભના કાળે પણ તેની દષ્ટિ શુદ્ધ ચૈતન્યસ્વભાવ પર છે. જ્યારે અજ્ઞાની કર્મથી બંધાય છે. કેમ? કેમકે એની દષ્ટિ શુભાશુભ પરિણામમાં છે. શુભાશુભ પરિણામ જ હું છું એમ અજ્ઞાનની પરિણામ ઉપર દૃષ્ટિ છે તેથી તે બંધાય છે. આવો જ્ઞાન-અજ્ઞાનનો મહિમા છે.
(૭-૩૮૨) (૮૮૯) જ્ઞાની શુદ્ધ ચૈતન્યમય પોતાના અબંધ પરિણામનો કર્તા છે, તે બંધભાવનો વિકારનો કર્તા થતો નથી તેથી તેને બંધ થતો નથી, પરંતુ જે જ્ઞાની શુદ્ધ જ્ઞાનસ્વભાવને છોડીને અજ્ઞાનપણે પરિણમે છે તો બંધ થાય છે. અહા ! તેને જો પરમાં મીઠાશ આવી જાય, રસ આવી જાય તો પરમાં એકપણું પામતા તેને સ્વયં જ્ઞાનનું અજ્ઞાન થાય છે અને તેથી તેને બંધ થાય છે, પણ બહારના વિષયો તેને બંધ કરે છે એમ નથી.
(૭-૪૦૩) (૮૯૦), જુઓ, ક્ષણિક રાજાએ સાતમી નરકનું આયુષ્ય બાંધ્યું હતું. પરંતુ અહા ! જ્યાં સમ્યગ્દર્શન પામ્યા ત્યાં એકદમ ૩૩ સાગરોપમની જે સ્થિતિ હતી તે ૮૪ હજાર વર્ષની થઈ ગઈ. અહીં તો આ કહેવું છે કે પરને લઈને બંધ નથી પણ પરમાં જે એકપણાની આસક્તિ છે તેનું બંધન છે. જ્ઞાનીને પરમાં આસક્તિ નથી તેથી બંધ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com