SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બંધ ૩૨૩ અંદર સદા અબંધસ્વરૂપ છે તેનો મહિમા કરી તેમાં અંતર્લીન થવું તે અબંધ-પરિણામ છે. (૬-૩૦૭) (૮૮૩) અહા ! જુઓ! જૂનાં કર્મો તો જ્ઞાની અને અજ્ઞાની બન્નેને સત્તામાં પડયાં છે પણ જ્ઞાનીને એના ઉદયકાળમાં, દષ્ટિના વેદનમાં આત્માના આનંદનું વેદન છે તેથી તેને મિથ્યાત્વસંબંધી રાગદ્વેષ થતા નથી અને તેથી તેને તે ઉદય ખરી જાય છે અને નવા બંધનું કારણ થતો નથી. પંરતુ જ્યારે તે જ આત્મા ચૈતન્યસ્વભાવની દૃષ્ટિથી ભ્રષ્ટ થઈ પર્યાયબુદ્ધિ થઈ જાય છે વા રાગની રુચિપણે પરિણમી જાય છે ત્યારે મિથ્યાત્વસંબંધી રાગદ્વેષના સદ્દભાવને લીધે દ્રવ્યપ્રત્યયો એટલે પૂર્વે બંધાયેલાં કર્મો નવા કર્મબંધનું કારણ થાય છે. રાગાદિભાવોનો સદ્ભાવ થતાં તેને નવા બંધનું અનિવાર્યપણું છે અર્થાત્ હવે તેને નવું બંધન થશે જ. જૂના કર્મના ઉદયને, અજ્ઞાનીનો સ્વભાવથી ભ્રષ્ટ થવાથી ઉત્પન્ન થયેલો રાગદ્વેષનો ભાવ હેતુનો હેતુ હોવાથી અર્થાત્ નવીન બંધનું નિમિત્ત હોવાથી તેને બંધન થશે જ. અજ્ઞાની થતાં દષ્ટિ પલટી જવાથી રાગાદિભાવોનો સભાવ થાય છે અને તે નવીન કર્મબંધનું નિમિત્ત થવાથી તેને જ્ઞાનાવરણાદિ કર્મોનો બંધ થશે જ. (૬-૩૪૦) (૮૮૪) ભગવાન આત્માનો અત્યાગ તે અબંધ છે અને તેના ત્યાગથી બંધન જ છે. કોઈ કર્મને લઈને આમ છે (બંધન છે) એમ વાત નથી. કર્મના જોરને લઈને ભગવાન આત્માનો ત્યાગ થાય અને કર્મ મંદ પડે તો તેનો અત્યાગ રહે એમ છે નહિ. (કર્મ તો બાહ્ય નિમિત્તમાત્ર છે)... બાપુ! આ સમયે જ છૂટકો છે, અન્યથા નરક અને નિગોદના ભવ કરી-કરીને તારાં છોતાં નીકળી જશે. આજેય જેને લોકો જીવ માનવાને હા ન પાડે એવા નિગોદના અનંત જીવો છે. ત્યાં અક્ષરના અનંતમા ભાગે ઉઘાડ રહી ગયો છે જેની કોઈ ગણતરી નથી. ભગવાન ! આ સમજ્યા વિના અનંતકાળ તું આવી સ્થિતિમાં રહ્યો હતો. બાપુ! સ્વરૂપની સમજણનો ત્યાગ કરે તો એનું પરંપરા ફળ નિગોદ જ છે. સમજાણું કાંઈ...? (૬-૩૪૬) (૮૮૫) આહાહા... ! શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ પરમાત્મસ્વરૂપે અંદર વિરાજી રહ્યો છે તેને જેણે ઉપાદેય કરી સત્કાર્યો, સન્માન્યો, આશ્રયભૂત કર્યો તે હવે ત્યાગવાયોગ્ય નથી કેમકે એના અત્યાગથી અર્થાત ગ્રહણથી-આશ્રયથી બંધ થતો નથી. શુદ્ધ આનંદકંદ પ્રભુ આત્માનો ત્યાગ ન થાય. જુઓ આ ત્યાગ અને અત્યાગની વ્યાખ્યા ! વસ્તુ આત્મા અતીન્દ્રિય આનંદનો શુદ્ધ ચૈતન્યગોળો છે. એની પર્યાયમાં પુણ્ય-પાપ આદિ વિકાર હો, પણ વસ્તુના સ્વભાવમાં એ છે નહિ. આવી વસ્તુને જે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008203
Book TitleAdhyatma Vaibhav1
Original Sutra AuthorN/A
AuthorRajkumar Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year1989
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy