________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
८४
અધ્યાત્મ વૈભવ આવ્યું છે તેણે આવો અનુભવ કરવો એ જ મોક્ષનો માર્ગ છે. આત્માના સાધ્યની સિદ્ધિ અનુભવથી થાય છે
(૨-૪૨) (૨૪૧) અનુભૂતિ એટલે અનુભવવું, થવું, અને અનુસરીને થવું, પરિણમવું. એટલે પોતાના દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સ્વભાવને અનુસરીને થવું-પરિણમવું તેને આત્માની અનુભૂતિ કહે છે. પરંતુ જડને, રાગને અનુસરીને થવું-પરિણમવું એ આત્માની અનુભૂતિ નથી. (૨-પ૩)
(૨૪૨)
સ્વથી અથવા પરના ઉપદેશથી કોઈ પણ પ્રકારે એટલે મહાપુરુષાર્થથી જ્યારે આ અનુભૂતિ (જ્ઞાન) રાગનું લક્ષ છોડીને સ્વદ્રવ્યના શાયકના લક્ષે જાય છે ત્યારે ભેદવિજ્ઞાન જેનું મૂળ છે એવી આત્માની અનુભૂતિ ઉત્પન્ન થાય છે.
“ભેદવિજ્ઞાન જેનું મૂળ ઉત્પત્તિકારણ છે” –એમ કેમ કહ્યું? તેનું સમાધાન: કોઈ એમ કહે કે રાગની ઘણી મંદતા કરતાં કરતાં (એટલે શુભભાવ કરતાં કરતાં) અનુભૂતિ થાય તો એ વાત બરાબર નથી. પરંતુ રાગ અને આત્માનાં ભિન્ન ભિન્ન લક્ષણો જાણીને રાગનું લક્ષ છોડી પ્રજ્ઞા-છીણી એટલે જ્ઞાનની પરિણતિ વડે આત્મા અને રાગાદિ બંધને છેદી નાખવા-જુદા પાડવા. જેને આવું ભેદજ્ઞાન થાય તે આવી અવિચળ પોતાના આત્માની અનુભૂતિને પામે છે. ભગવાન આત્માની અનુભૂતિનું મૂળ કારણ ભેદજ્ઞાન કહ્યું છે પણ વ્યવહાર સાધન-શુભરાગને આત્માનુભૂતિનું કારણ કહ્યું નથી. જુઓ, એમાં વ્યવહાર સાધનશુભરાગનો નિષેધ આવી જાય છે.
ભાઈ ! આ તો ધીરાનાં કામ છે. પહેલાં વિકલ્પ દ્વારા લક્ષમાં, પ્રતીતમાં તો લે કે અંતરનો અનુભવ ભેદવિજ્ઞાનના કારણે થાય છે, પરથી ભિન્ન પડવાના કારણે થાય છે.
(૨-૫૯) (૨૪૩). રાગનો વિકલ્પમાત્ર આગ છે અને ભગવાન આત્મા શાન્તિના અમૃતનો સાગર છે. રાગ કષાય છે. કષાય એટલે કષ-આય-જે સંસારનો લાભ આપે છે. રાગદશા તો સંસારનો લાભ આપનારી છે. માટે એનાથી ભિન્ન પડી અમૃતનો સાગર પ્રભુ ચૈતન્ય ભગવાનનો અનુભવ કર. અહીં જેમ ‘મૃત્વા' એટલે મરણાંત પરિષહુની પણ દરકાર કર્યા વિના આત્માનુભવ કર એમ કહ્યું છે.
(૨-૯૭) (૨૪૪) શરીરાદિ મૂર્તિદ્રવ્યોથી ભિન્ન પડી કોઈ પણ રીતે આત્માનો અનુભવ કર. હવે કહે છે. કે એ અનુભવથી તને અતીન્દ્રિય આનંદના ધામરૂપ ભગવાન આત્મા સર્વ પદ્રવ્યોથી ભિન્ન દેખાશે. જ્યારે પુણ્ય-પાપના વિકલ્પનો અનુભવ હતો ત્યારે સ્વનો વિલાસ ન હતો. હવે આત્માનુભવથી નિજવૈભવનો વિલાસ તને પ્રાપ્ત થશે. “નિજપદ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com