________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪
અધ્યાત્મ વૈભવ ભવનો અભાવ કરવાનો અવસર છે. ભગવાન ફરમાવે છે કે આ ભવ અનંતભવના અભાવ માટે છે. તો તારું સ્વરૂપ છે ત્યાં તું જા ને! તારામાં પરવસ્તુ નથી. દયા, દાન આદિનો રાગ પણ નથી અને નયપક્ષના વિકલ્પ પણ તારા સ્વરૂપમાં નથી. હું આવો છું—એવો વિકલ્પ પણ તારી ચીજમાં ક્યાં છે? પ્રભુ! તું તો નિર્વિકલ્પ સહજાનંદસ્વરૂપ એકલા આનંદનો સમુદ્ર છો. સર્વ વિકલ્પ છોડીને તેમાં ડૂબકી લગાવ, તેમાં જ મગ્ન થઈ જા. એ જ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ ધર્મની ક્રિયા છે. ધર્મી જીવો આ રીતે જ સાક્ષાત્ અમૃત પીએ છે, પ્રત્યક્ષ અમૃતનું પાન કરે છે.
(૫-૨૯૩) (૨૭૦) જ્યારે નયોનો સર્વ પક્ષપાત મટી જાય છે ત્યારે૧. વીતરાગદશા થાય છે, નિર્વિકલ્પદશા થાય છે. ૨. સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે. ૩. સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે. રાગમાં પ્રવૃત્તિ હતી તે છૂટીને સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે
અને
૪. અતીન્દ્રિય સુખ અનુભવાય છે.
અહાહા...! આવી વાત આકરી લાગે એટલે જીવો આગમપદ્ધતિનો વ્યવહાર અનાદિથી કરે છે અને અધ્યાત્મપદ્ધતિના વ્યવહારની ઉપેક્ષા કરે છે. શુદ્ધ પરિણતિ, વીતરાગ પરિણતિ પ્રગટ થાય તે અધ્યાત્મપદ્ધતિનો વ્યવહાર છે અને તે પ્રગટ થાય ત્યારે જ જીવને અતીન્દ્રિય સુખનો અનુભવ થાય છે. આ જ માર્ગ છે.
(૫-૨૯૫) (ર૭૧) આઠ વર્ષની બાલિકા સમ્યગ્દર્શન પામે છે તો આત્માને (પોતાને) ચિસ્વરૂપે જ વેદ છે, અનુભવે છે. અરે! દેડકો-મેઢક પણ અંદર પોતાના સ્વરૂપમાં જાય ત્યારે અને શુદ્ધ ચૈતન્યના આનંદનું વેદન આવે છે. દેડકાનું શરીર તો માટી–ધૂળ અજીવ તત્ત્વ છે. પણ તે બહારનું લક્ષ છોડીને અંતર-સ્વરૂપમાં જાય ત્યારે તેને અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. અહાહા...! તત્ત્વવેદી ધર્મજીવ ચિસ્વરૂપને ( પોતાને) ચિસ્વરૂપે જ નિરંતર અનુભવે છે. એક સમયનો પણ આંતરો પડ્યા વિના ધર્મીને નિરંતર ચૈતન્ય મૂર્તિ ઝળહળજ્યોતિ સ્વરૂપ ભગવાન આનંદસ્વરૂપે જ અનુભવાય છે. હું મિત્ર ! હે સજ્જન! ધર્મનું સ્વરૂપ જ આવું છે. તારું ચૈતન્યસ્વરૂપ એકલા આનંદથી ભરેલું છે, ત્યાં તું જા ને! તને અવશ્ય આનંદ થશે. પ્રભુ! જાણનારને જાણ અને દેખનારને દેખ. તારી ચીજને અંતરમાં દેખતાં તે ચિસ્વરૂપ જ દેખાય છે. આનંદસ્વરૂપ જ અનુભવાય છે. બસ આ જ માર્ગ છે.
(૫-૨૯૬)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com