________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬
અધ્યાત્મ વૈભવ ભાઈ ! આત્મા શું ચીજ છે એની જેને ખબર જ નથી એવા અજ્ઞાનીને તો વ્યવહાર જ નથી. જેને અભેદની દૃષ્ટિ નથી એને ક્યાં ભેદરત્નત્રય છે? અજ્ઞાનીનો દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ કાંઈ વ્યવહાર નથી, એ તો વ્યવહારાભાસ છે. જ્ઞાનીને જે રાગ થાય છે તેને તે માત્ર જાણે જ છે, કરતો નથી અને એવા જાણનારની જે દષ્ટિ અને સ્થિરતા અંદરમાં થયાં છે તે જ વાસ્તવિક મોક્ષનું કારણ છે. આવી વાત છે.
(૬-ર૬૧) (૪૩૬). જુઓ, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને અહીં, “સાધુ-સાધક' ત્રય કહ્યા છે, પાઠમાં “તિ સાહૂણ' એમ છે ને? એટલે કે એ રત્નત્રય “સાધુ-સાધક” ત્રય છે. પોતાનો જે ત્રિકાળી એક જ્ઞાયકભાવ છે તેનાં શ્રદ્ધાન-જ્ઞાન ને ચારિત્ર એ ત્રણ સાધકો છે. અહા! આત્માની પરમાનદરૂપ જે મુક્ત તેનું સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સાધન છે. લ્યો, અહીં તો આ સાધન કહ્યું છે. એક જ્ઞાયકભાવમય નિત્યાનંદસ્વરૂપ પ્રભુ આત્માને ધ્યેયમાં લેતાં સમકિતને જે જ્ઞાનદર્શન-ચારિત્રની સાધકદશા છે તે પૂર્ણાનંદરૂપ મોક્ષનું સાધન છે એમ કહે છે. આમાં તો નિમિત્ત સાધન ને વ્યવહાર સાધન છે એ વાત જ ઉડાવી દીધી છે.
અહા ! વસ્તુ છે એ તો ત્રિકાળ એક જ્ઞાયકભાવપણે છે. અને તેનો અનુભવ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય છે. અહીં કહે છે-જ્ઞાની એક જ્ઞાયકભાવપણાને લીધે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને પોતાથી-આત્માથી અભેદપણે-એકપણે અનુભવે છે. આવી વાતુ! કોઈ દિ' સાંભળી ન હોય એટલે થાય કે શું આવો જૈનધર્મ! એમ કે દયા પાળવી, તપસ્યા કરવી, ભક્તિ-પૂજા કરવી ઇત્યાદિ તો જૈનધર્મમાં છે પણ આ કેવો ધર્મ! અરે ભાઈ ! દયા આદિ તો બધી રાગની ક્રિયાઓ છે, તે કાંઈ જૈનધર્મ નથી. જૈનધર્મ તો એક જ્ઞાયકભાવના જ્ઞાન-શ્રદ્ધાન-આચરણને પોતાનાથી એકપણે અનુભવવા તે છે. આનું નામ મોક્ષમાર્ગ અને આનું નામ ધર્મ છે.
પણ આનાથી કોઈ સહેલો માર્ગ છે કે નહિ?
અરે ભાઈ ! પોતાના સહજાન્મસ્વરૂપમાં થઈ શકે તે આ સહજ અને સહેલો માર્ગ છે. અનંતકાળમાં તે કર્યો નથી એટલે કઠણ લાગે છે પણ માર્ગ તો આ જ છે. જુઓને! કહે છે કે-ધર્મી જીવ, એક જ્ઞાયકભાવપણાને લીધે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની જે પરિણતિ સ્વાશ્રય પ્રગટ થઈ તેને પોતાથી એકપણે-અભેદબુદ્ધિએ અનુભવે છે.
(૭–પ૨૩) (૪૩૭) અહાહા! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અતીન્દ્રિય આનંદનો કંદ એકલા આનંદનું દળ છે. પોતે એના પર લક્ષ કરે તો મોક્ષના પરિણામ થાય. છતાં એ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com