________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યક્રચારિત્ર
૨૭૫ રુચિ છે તે માયા, મિથ્યાત્વ ને નિદાન એમ ત્રણ શલ્યોથી રહિત સમકિતી છે અને તેને
જ્યારે વ્રતનો વિકલ્પ આવે છે ત્યારે તે વ્રતી થાય છે. સમજાણું કાંઈ... ? ભાઈ ! મિથ્યાત્વાદિ શલ્ય હોય તેને વ્રત હોતાં નથી એમ વાત છે.
અહાહા...વ્રત કોને હોય? કે જેને મિથ્યા શલ્યોનો નાશ થયો હોય તેને વ્રત હોય છે. મિથ્યા શલ્યનો નાશ ક્યારે થાય? કે પર પદાર્થની ક્રિયા હું કરી શકતો નથી, રાગથીવ્યવહારરત્નત્રયના રાગથી પણ મને કોઈ લાભ નથી, એક શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માના આશ્રયે જ મને લાભ (ધર્મ) છે આવું સ્વાશ્રયે જ્ઞાન-શ્રદ્ધાન કરે ત્યારે મિથ્યા શલ્યનો નાશ થાય છે. અહા! સ્વસમ્મુખતાના પરિણામ વિના સમ્યગ્દર્શન નહિ અને સમ્યગ્દર્શન વિના કોઈ વ્રત હોતાં નથી. વ્યવહારરત્નત્રય એ પરસમ્મુખતાના પરિણામ છે, માટે તેના આશ્રયે સમ્યગ્દર્શન કે વીતરાગતા પ્રગટતાં નથી. આવી વાત છે. (૭-૩૯૦)
(૭૫૩) “સ્વરૂપે વરણમ્ વારિત્રમ્' –સ્વરૂપમાં ચરવું તે ચારિત્ર છે એમ કહ્યું છે. અહાહા...! અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન આત્મામાં સ્વ-સ્વરૂપમાં રમવું, અંદર આનંદની કેલિ કરવી, અહાહા..! અતીન્દ્રિય આનંદનું ભોજન કરવું એનું નામ ચારિત્ર છે.
(૭-૩૧૧) (૭૫૪). પ્રશ્ન – શ્રી કુંદકુંદાચાર્યું પણ ત્યાગ-ગ્રહણ તો કર્યો હતો?
સમાધાન – એ ક્યો ત્યાગ બાપુ! એ કાંઈ વસ્ત્રાદિ ત્યાગ્યા ને વ્રતાદિ લઈ લીધાં એટલે ત્યાગ થઈ ગયો? એમ નથી ભાઈ ! એ તો સમકિતીને કે પાંચમા ગુણસ્થાનવાળાને વ્રતનો વિકલ્પ આવે છે, હું વ્રત લઉં એમ એને થાય છે, પણ અંદરમાં જ્યારે તે દઢપણે સ્વાશ્રય-સ્વનો આશ્રય કરે છે ત્યારે તેને ચારિત્રની –ત્રણ કષાયના ત્યાગની-વીતરાગતાની ને આનંદની પરિણતિ પ્રગટ થાય છે અને તે ત્યાગ ગ્રહણ છે. સમજાણું કાંઈ.... ? વ્રતના વિકલ્પ લીધા માટે અંદર ચારિત્ર પ્રગટ થઈ જાય છે શું એમ છે? એમ નથી. રાજવાર્તિકમાં દાખલો આપ્યો છે કે અંદરમાં માત્ર સમકિત જ છે અને દ્રવ્યલિંગ લીધું. પણ અંદરમાં આશ્રય અધિક થયો નહિ, પુરુષાર્થ વિશેષ થયો નહિ તે કારણે પાંચમું કે છઠ્ઠ ગુણસ્થાન પ્રગટયું નહિ. બીજી રીતે કહીએ તો સ્વનો આશ્રય આવે ત્યારે ચારિત્ર પ્રગટ થાય છે પણ વ્રતનો વિકલ્પ છે માટે ચારિત્ર આવે છે એમ છે નહિ.
(૭-૩૩૮) (૭૫૫) અભવ્ય ભગવાને કહેલું જે મહાવ્રત-સમિતિ-ગુણિરૂપ વ્યવહારચારિત્ર તે બરાબર નિરતિચાર પાળે છે, પરંતુ ભગવાન આત્માના અતીન્દ્રિય આનંદના સ્વાદનો તેને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com