________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦
અધ્યાત્મ વૈભવ ભગવાન! તારામાં ત્રિકાળ પડી છે. તેની દષ્ટિ કર અને તેના આલંબને તેનો જ નિરંતર અનુભવ કર. તેના જ ફળમાં સાદિ-અનંત સમાધિસુખ પ્રગટે છે. અહાહા..! ભગવાન! તું અંદર અનાદિ અનંત શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ છો; તે એકનો જ અનુભવ કર. તેનું ફળ સાદિઅનંતકાળ અનંત આનંદ છે. તેથી કહે છે–સર્વ વિકલ્પ મટાડીને અખંડાનંદ પ્રભુ એકનો જ નિરંતર અનુભવ કરો...
અહો ! ચૈતન્ય ચમત્કારથી ભરેલી પરમ અદભુત વસ્તુ અંદર આત્મા છે. અંદર વસ્તુ અજબ-ગજબ છે હોં. જેનો ક્યાંય અંત નથી એવું અનંત અનંત વિસ્તરેલું આકાશ છે. તેના અનંતા ક્ષેત્રનું જેમાં જ્ઞાન થઈ જાય એવો અચિંત્ય આત્માનો જ્ઞાનસ્વભાવ છે. અહીં કહે છે - આવા ભગવાન આત્માને એકને જ અનુભવો.
(૧૦-૨૯૧) (૩૧૩) અહાહા..! નિજરસથી ભરપુર જે જ્ઞાન તેના સ્કુરાયમાન થવા માત્ર જે સમયસાર તે જ એક સારભૂત છે, એના સિવાય બીજું કાંઈ સારભૂત નથી. અહાહા...! અનંત અનંત શક્તિના વિસ્તારથી પૂર્ણ પ્રભુ આત્મા છે, તેમાં નજર કરી અંતર્નિમગ્ન થતાં અંદર પર્યાયમાં આનંદનો નિધાન પ્રગટ થાય છે. જેમ પાતાળમાંથી ઝરા ફૂટે તેમ સ્વસ્વરૂપમાં નિમગ્ન થતાં અંદર ચૈતન્યના પાતાળમાં અતીન્દ્રિય આનંદના ઝરા ફૂટે છે; આનું નામ સ્વાનુભવ દશા ને આ મોક્ષમાર્ગને પૂર્ણ થયે આ જ મોક્ષ છે.
(૧૦-૨૯૪) (૩૧૪) આત્મા ચૈતન્ય વસ્તુ છે તે દ્રવ્ય છે. તેમાં અનંત શક્તિઓ છે. શક્તિનું પરિણમન થાય તે પર્યાય છે. અને જે વેદના થાય તે પર્યાયમાં થાય છે, શક્તિ તો નિત્ય ધ્રુવસ્વરૂપ છે. તેમાં કાર્ય નથી, કાર્ય પર્યાયમાં થાય છે. વેદન અનુભવ પર્યાયમાં થાય છે. “અનુભવ કરો, અનુભવ કરો' –એમ કેટલાક કહે છે. પણ બિચારાઓને અનુભવ શી ચીજ છે એની ખબર નથી. નિરાકુલ આનંદનું વદન થાય તે અનુભવ છે, અને તે પર્યાય છે. જુઓ, પર્યાયમાં દુઃખ છે, દ્રવ્ય-ગુણમાં દુઃખ નથી. સ્વાનુભવ કરતાં પર્યાય જે દુઃખ છે તેનો નાશ થાય છે, ને આનંદના વેદનની નવી અવસ્થા ઉત્પન્ન થાય છે. પણ હવે વેદાંતીઓની જેમ પર્યાયમાં શું ચીજ છે એનીય ખબર ન મળે અને અનુભવની વાત કરે, પણ તેને અનુભવ શી રીતે થાય? એને તો દુઃખનો જ અનુભવ રહે. ભાઈ ! ઉપયોગની દશાને અંતર્મુખ-સ્વાભિમુખ કર્યા વિના સ્વાનુભવની દશા પ્રગટતી નથી. વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે કહેલી વસ્તુ જેમ છે તેમ યથાર્થ જાણવી જોઈએ.
(૧૧-ર૬) (૩૧૫) અરે ભાઈ ! સ્વાનુભવપ્રત્યક્ષ આત્મદ્રવ્ય છે; પરોક્ષ રહે એવો એનો સ્વભાવ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com