________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮
અધ્યાત્મ વૈભવ એમ કદીય બનતું નથી. શુદ્ધાત્મભાવના શુદ્ધદ્રવ્યને અવલંબનારી છે, રાગને કદીય નહિ. રાગમાં એ તાકાત નથી કે તે શુદ્ધદ્રવ્યને-સ્વદ્રવ્યને ભાવી શકે. રાગની મંદતા વડે અંતઃપ્રવેશ શક્ય જ નથી તો તે વડે સમ્યગ્દર્શનાદિ કેમ થાય? ન થાય. ભાઈ! વીતરાગનો મારગ તો આવો રાગરહિત જ છે.
(૯-૧૪૮ )
( ૩૩૧ )
સર્વ કર્મો અર્થાત્ સર્વ ક્રિયાકાંડ શુદ્ધોપયોગથી વિપરીત છે અને તે આત્માના દોષસ્વરૂપ છે. ભાઈ! આ વ્યવહાર પ્રતિક્રમણ વગેરે દોષસ્વરૂપ છે, લોકો એને ધર્મ માને છે ને? અહીં કહે છે તે દોષસ્વરૂપ છે, કર્મચેતના સ્વરૂપ છે. લોકોને બેસે કે ન બેસે, આ વસ્તુસ્વરૂપ છે ભાઈ! અંદર વસ્તુમાં સર્વજ્ઞશક્તિ ભરી છે તેમાંથી સર્વજ્ઞપદ પ્રગટ થાય છે, કાંઈ બહારથી ( રાગમાંથી ) તે પ્રગટ થતું નથી. એ તો પ્રાસની પ્રાપ્તિ છે. પોતાના શુદ્ધસ્વરૂપમાં લીનતા-રમણતા કરે તે શુદ્ધોપયોગ છે, તે સાચું ચારિત્ર છે અને પુણ્ય-પાપના સર્વ ભાવો દોષસ્વરૂપ છે, કર્મચેતનાસ્વરૂપ છે, દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ સર્વ શુદ્ધોપયોગથી વિપરીત હોવાથી દોષસ્વરૂપ છે, કર્મચેતના સ્વરૂપ છે.
એ સર્વ કર્મચેતનાથી જુદા પોતાના શુદ્ધોપયોગરૂપ આત્માનાં જ્ઞાનશ્રદ્ધાન વડે અને તેમાં સ્થિર થવાના વિધાન વડે નિષ્ક્રમાદ દશાને પ્રાપ્ત થઈ, શ્રેણી ચડી, કેવળજ્ઞાન ઉપજાવવાની સન્મુખખ થાય છે-તે જ્ઞાનીનું કાર્ય છે. જુઓ, આ જ્ઞાનીનું કાર્ય! અહાહા...! બરફની પાટની જેમ આત્મા શાન્તિ... શાન્તિ... શાન્તિ બસ શાન્તિરૂપ શીતળતાના સ્વભાવથી ભરેલી પાટ છે. તેમાં તન્મય થઈ ઠરી જાય, જામી જાય તે શુદ્ધપયોગ છે. અહા ! આવા જામેલા શુદ્ધોપયોગ વડે આત્મામાં સ્થિર થઈ, નિપ્રમાદ દશાને પ્રાપ્ત થઈ, શ્રેણી ચડી, કેવળજ્ઞાન ઉપજાવવાને સન્મુખ થવું તે ધર્મ-જ્ઞાનીનું કાર્ય છે. (૧૦–૧૨૫ )
( ૩૩૨ )
જુઓ, ચોથે, પાંચમે, છટ્ટે ગુણસ્થાને વ્યવહારનયનો વિષય-કિંચિત્ રાગ હોય છે, પરંતુ જ્ઞાનીને તેના ત્યાગની ભાવના અર્થાત્ જ્ઞાતાદ્રવ્યની ભાવના સદાય હોય છે. તે વારંવાર ત્રિકાળી ચૈતન્યમાત્ર આત્મામાં ઉપયોગને જોડે છે અને એ એ રીતે શુદ્ધોપયોગ જામે છે, દઢ થાય છે.
સમ્યગ્દર્શન થવાના કાળે પણ શુદ્ધોપયોગ તો હોય છે. ચોથે ગુણસ્થાને સમ્યગ્દર્શન થાય છે તે શુદ્ધોપયોગના કાળે થાય છે. પછી પણ કોઈ વાર ધ્યાતા-ધ્યાન-ધ્યેયના વિકલ્પોથી છૂટી તે શુદ્ધોપયોગમાં આવી જાય છે. ચોથે-પાંચમે ગુણસ્થાને શુદ્ધોપયોગ અલ્પકાળ રહે છે તેથી તેને ન ગણતાં સાતમા ગુણસ્થાને શુદ્ધોપયોગ જામી જાય છે તેને અહીં શુદ્ધોપયોગ કહ્યો છે. ચારિત્રદશાની ઉત્કૃષ્ટતા બતાવવી છે ને! તેથી ત્યાં સાતમે ગુણસ્થાને શુદ્ધોપયોગરૂપ થાય છે એમ કહ્યું છે, કેમકે ત્યાં ઉપયોગની સ્થિરતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com