SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates उ४४ અધ્યાત્મ વૈભવ તેને અનુભવીને અમે જે સંવર પ્રગટ કર્યો છે તે હવે પડશે નહિ; દ્રવ્ય પડે તો સંવર પડે. (દ્રવ્ય અવિનાશી છે તેથી સંવર હવે પડશે નહિ). અમોએ હવે શાશ્વત વિજય મેળવ્યો છે, હવે અમને આસ્રવ ઉત્પન્ન થશે નહિ. (૬-૩૬૫) (૯૪૧) - હિંસા, જૂઠ, ચોરી, વિષય-વાસના એ બધો પાપ-આસ્રવ છે અને વ્રત, તપ, ભક્તિ વગેરે પુણ્ય-આસ્રવ છે. અનાદિથી બન્ને આસ્રવ ગર્વ કરતા હતા કે-અમારી જીત છે. પરંતુ અહીં કહે છે-જ્ઞાનાનંદસ્વરૂપ જે ચૈતન્યલક્ષ્મીનો ભંડાર ભગવાન આત્મા તેનો અમે આશ્રય કર્યો છે અને તેથી આસ્રવને પછાડીને (-દૂર કરીને) અમને જે સંવર પ્રગટ થયો છે તેણે હવે શાશ્વત વિજય મેળવ્યો છે; અનંતકાળમાં હવે અમે પાછા પડવાના નથી. જેમ મોટાના કહેણ પાછાં ફરે નહિ તેમ અહીં કહે છે–અમોને જ્ઞાનનું (ભેદજ્ઞાનનું) બળ પ્રાપ્ત થયું છે, અમે કેવળજ્ઞાનને વરવા નીકળ્યા છીએ તે અમે પાછા ફરશું નહિ. અહાહા..કુંદકુંદાચાર્યદેવ પછી હજાર વર્ષે થયેલ આચાર્ય અમૃતચંદ્રદેવે ગજબની વાત કરી છે. અવધિ, મન:પર્યાય અને કેવળજ્ઞાનનો ભલે વિરહ હો, પણ અંદરના ચિદાનંદ ભગવાનનો વિરહું તૂટી ગયો છે. સચ્ચિદાનંદ પ્રભુ આત્માના અમને ભેટા થયા છે અને એની દષ્ટિપૂર્વક અમે એમાં ઠર્યા છીએ તેથી અમે કહીએ છીએ કે અમે સદાય માટે આસ્રવ ઉપર વિજય મેળવ્યો છે. હવે આસ્રવ વિજય પામે અને મિથ્યાત્વ અને રાગદ્વેષ થાય એમ કદીય બનશે નહિ. અહો ! શું અપ્રતિહત ભાવ અને શું માંગલિક ! અહો ! અસાધારણ માંગલિક કર્યું છે! આવી વાત બીજે ક્યાંય છે નહિ. ભગવાન (મહાવીર) પછી પંદરસો વર્ષે આચાર્ય અમૃતચંદ્ર થયા તે કહે છે-અમને પુર્ણાનંદનો નાથ ભગવાન આત્માના ભેટા થયા છે અને અમે સંવર પ્રગટ કર્યો છે, સમ્યગ્દર્શન-જ્ઞાન અને શાંતિની અદ્ભુત દશા પ્રગટ કરી છે; અમે આસ્રવ ઉપર કાયમી | વિજય મેળવ્યો છે. રાગથી ભિન્ન એવું જે ભેદજ્ઞાન અને પ્રગટ કર્યું છે તે હવે એમ ને એમ રહેશે, રાગમાં એકતા થશે એ વાત હુવે છે જ નહિ. અનંતકાળ પર્યત હવે અમારો વિજયડંકો છે અને આમ્રવની હાર છે. હવે અમે કેવળજ્ઞાન લઈશું જ. બાપુ! આ તો એકલું માખણ છે. જગત બહારમાં સ્ત્રીમાં, લક્ષ્મીમાં, બંગલામાં, આબરૂમાં સુખ કહ્યું છે પણ એ તો એકલા ઝેરના પ્યાલા છે અને આ (સંવરની દશા) નિર્વિકલ્પ અમૃતના પ્યાલા છે, (૬–૩૬૬) (૯૪૨) જ્ઞાનમયભાવમાંથી જ્ઞાનમય જ ભાવ થાય છે એ ન્યાયે જ્ઞાનીને નવાં કર્મ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008203
Book TitleAdhyatma Vaibhav1
Original Sutra AuthorN/A
AuthorRajkumar Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year1989
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy