________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બંધ
૩૨૯
મહિમા તેને ભાસતો નથી અને તે રાગમાં જોડાણ-સંબંધ કરતો નથી. જેમ બીજાં પદ્રવ્ય છે તેમ રાગને પણ પર તરીકે જાણે છે. તેથી તેને બંધ થતો નથી.
(૮–૩૨ )
(૯૦૨ )
જુઓ, ધર્મી પુરુષો અવાંછક હોય છે. તેમને રાગની રુચિ વિના જે બાહ્યવ્યવહારપ્રવૃત્તિ થાય છે તે બંધનું કારણ થતી નથી. તેથી કાંઈ તેમને સ્વચ્છંદે પ્રવર્તવાનું કહ્યું નથી. શું કહ્યું? ગમે તેમ ખાઓ, પીઓ ને કામ-ભોગમાં પ્રવર્તો-એમ નિરંકુશ પ્રવર્તન કરવાનું કહ્યું નથી. ધર્મીને તો જે ક્રિયા થાય છે તેનો તે જાણનાર રહે છે અને તેથી તેને એ ક્રિયાથી બંધ નથી. પણ સમકિતીના નામે કોઈ ગમે તેમ સ્વચ્છંદ પણે વિષય-કષાયમાં પ્રવર્તે તેને તો તે પ્રવર્તન-આચરણ બંધનું જ ઠેકાણું છે, કેમકે બંધનું કારણ જે રાગાદિ તેના સદ્ભાવ વિના નિરંકુશ પ્રવર્તન હોતું નથી.
(૮-૪૪)
(૯૦૩)
૫૨ની ક્રિયા થાય એનો જાણના૨ રહેવું અને એ ક્રિયા હું કરું છું એમ તેનો કર્યાં થવું એ બંને તદ્દન વિરુદ્ધ છે; તેથી એક સાથે જ્ઞાતાપણું ને કર્તાપણું સંભાવી શકતું નથી. જ્ઞાતા રહે તે કર્તા નથી અને કર્તા થાય તે જ્ઞાતા નથી. ત્યાં જ્ઞાતા રહે તેને બંધ નથી કેમકે તેને બંધનું કારણ જે રાગાદિનો સદ્દભાવ તેનો અભાવ છે; જ્યારે કર્તા થાય તેને અવશ્ય બંધ થશે કેમકે તેને રાગાદિનો સદ્દભાવ છે. અહા ! રાગાદિને ૫૨ની ક્રિયાનો હું કરનારો છું એમ માનશે તેને મિથ્યાત્વ થશે અને તેથી તેને બંધ થશે જ. આવી વાત છે.
(૮-૪૪)
(૯૦૪ )
અત્યારે કોઈ પંડિતો કહે છે-હું ૫૨ને જીવાડું-એવો અધ્યવસાય (૫૨માં એકત્વબુદ્ધિ ) બંધનું કારણ છે, પણ એને જીવાડવાનો ભાવ કાંઈ બંધનું કારણ નથી.
અરે ભાઈ! તું શું કહે છે આ? આ બહારની ખાલી પંડિતાઈ તને નુકસાન કરશે બાપુ! આ ચોખ્ખું તો અહીં લીધું છે કે- ‘એવો જે અજ્ઞાનમય અધ્યવસાય મિથ્યાદષ્ટિને છે, તે જ ( અધ્યવસાય ) પોતે રાગાદિરૂપ હોવાથી તેને (મિથ્યાદષ્ટિને ) શુભા-શુભ બંધનું કારણ છે. ' લ્યો, આમાં સ્પષ્ટ ભાષામાં લીધું કે-તે અધ્યવસાય પોતે રાગાદિરૂપ અર્થાત્ રાગ-દ્વેષમોહરૂપ, પુણ્ય-પાપરૂપ હોવાથી શુભાશુભ બંધનું કારણ છે. જીવાડવાનો શુભભાવ પણ બંધનું જ કારણ છે. સમજાણું કાંઈ..! (૮–૧૦૩)
(૯૦૫ )
મિથ્યા નામ અસત્ય દૃષ્ટિ છે જેને તેને અજ્ઞાનથી જન્મતો જે આ રાગમય અધ્યવસાય છે તે જ બંધનું કારણ છે. ભગવાન આત્મા તો શુદ્ધ ચિન્માત્ર વસ્તુ છે; તેમાં રાગ-વિકાર છે નહિ. છતાં રાગ-વિકાર સાથે એકપણું માનવું તે અજ્ઞાનથી જન્મતો રાગમય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com