________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
SO
અધ્યાત્મ વૈભવ વ્યવહાર કરાય છે તેથી આચાર્યદવે આત્માને જ્ઞાન જ કહ્યો છે. અહીં લક્ષ્યનો લક્ષણમાં આરોપ કરીને તે લક્ષણને-જ્ઞાનને જ આત્મા કહ્યો છે, તેથી અહીં “જ્ઞાન” શબ્દ “આત્મા” સમજવો એમ કહ્યું છે....
અહો ! જ્ઞાન સ્વભાવી પ્રભુ આત્મા સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વિનાની અરૂપી–અમૂર્તિક ચીજ છે, ને કર્મ-નોકર્મ તો રૂપી-મૂર્તિક છે. હવે અરૂપી એવો આત્મા રૂપી કર્મ-નોકર્મને ગ્રહે– છોડે એ સંભવિત નથી, કેમકે ભગવાન આત્મા પરના ગ્રહણ ત્યાગથી રહિત-શૂન્ય છે. અહાહા..! પરને અડે નહિ તે પરને કેમ ગ્રહ-છોડે? માટે પરમાર્થ આત્માને પુદગલમય આહાર નથી.
આ બહારના વેપારધંધા બધી પર ચીજ છે, તેને આત્મા પ્રહતો નથી કે છોડતો નથી. એ પરપદાર્થ તો એના જ્ઞાનનું ઝેય-પરણેય છે, વ્યવહારે હોં; નિશ્ચયે તો તત્સંબંધી જે જ્ઞાન પ્રગટ થયું તે તેનું જ્ઞય છે. અહા! નિજ જ્ઞાયકસ્વભાવને ય કરનારું જ્ઞાન સમ્યજ્ઞાન છે, બાકી તો બધાં થોથાં છે.
(૧૦-૨૨૮). (૧૭૫) અહાહા.....! આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અનંત શક્તિનું સંગ્રહસ્થાન છે. અહાહા ! અનંત શક્તિનો સાગર પ્રભુ આત્મા છે. આ અમાપ... અમાપ.... અમાપ એવું અનંત પ્રદેશી આકાશ છે. તેના અનંત પ્રદેશોથી અનંતગુણા આત્માના ગુણ છે. અહાહા...! જેની એક સમયની પૂર્ણ જ્ઞાનની દશા-કેવળજ્ઞાનની દશા વિશ્વનાં છ દ્રવ્ય, તેના અનંતા ગુણ, તેની ત્રણ કાળની અનંતી પર્યાય-તે સર્વને યુગપતું એક સમયમાં અડ્યા વિના જ જાણી લે એવો બેહદ જ્ઞાનસ્વભાવી પ્રભુ-આત્મા છે. આ શાસ્ત્રજ્ઞાન હોય તે જ્ઞાન એમ નહિ, ખરેખર તો દ્રવ્યસ્વભાવને સ્પર્શીને એટલે તેની સન્મુખ થઈને પ્રગટ થાય તે જ્ઞાન જ્ઞાન છે. અહાહા... આવા અચિન્ય બેહદ જ્ઞાનાનંદ સ્વભાવી પ્રભુ આત્માને, કહે છે, દેહ જ નથી....
દેહની સમય સમયની અવસ્થા થાય તે જડની જડમાં થાય છે; તે અવસ્થા આત્માની નહિ, આત્મામાં નહિ, આત્માથી પણ નહિ. દેહની અવસ્થામાં આત્મા નહિ, ને આત્માની અવસ્થામાં દેહની અવસ્થા નહિ, તેથી, કહે છે, જ્ઞાતાને ભગવાન આત્માને દેહમય લિંગ મોક્ષનું કારણ નથી. અહાહા..! આત્મા અને જાણે અનંતા પરદ્રવ્યોને જાણે એવો સ્વપરપ્રકાશક જ્ઞાતા પ્રભુ છે. પરંતુ જેને અંદરમાં સ્વસ્વરૂપનું જ્ઞાન થયું નથી તેને દેહાદિ પરનું યથાર્થજ્ઞાન નથી. જેને નિજસ્વરૂપગ્રાહી જ્ઞાન અંદર પ્રગટ થાય તેને જ સ્વપરપ્રકાશક યથાર્થ જ્ઞાન હોય છે. તે યથાર્થ જાણે છે કે દેહમય લિંગ મોક્ષનું કારણ નથી. (૧૦-રર૬ )
(૧૭૬ ) પરમાર્થ એટલે પરની દયા પાળવી તે પરમાર્થ-એમ નહિ, પણ પરમ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com